Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna Author(s): Nagin J Shah Publisher: Sanskrit Sanskriti Granthmala View full book textPage 7
________________ 4 વિભાવનાનું સામ્ય-વૈષમ્ય સ્પષ્ટ થાય અને શ્રદ્ધા કેવી અર્થસભર તેમજ મહત્ત્વની વિભાવના છે તેનો ખ્યાલ આવે. પહેલા પ્રકરણમાં ઉપનિષદો અને ગીતા અનુસાર જ્ઞાન-દર્શનની વિચારણા કરી છે. ઉપનિષદોમાં જ્ઞાનના વિષય તરીકે કઈ વસ્તુઓનો નિર્દેશ છે એ જણાવી તારણ કાઢ્યું છે કે જ્ઞાન બે પ્રકારનું છે - લૌકિક અને અલૌકિક. લૌકિક જ્ઞાનના વિષયો રૂપ આદિ છે, જ્યારે અલૌકિક જ્ઞાનના વિષયો અતીન્દ્રિય અને અલૌકિક એવાં બ્રહ્મ, આત્મા અને પરમાત્મા છે. આમ અલૌકિક જ્ઞાન અને વિજ્ઞાનનો વિષય એક જ છે. આ જ્ઞાન અને વિજ્ઞાનના સાધન તરીકે આચાર્યોપદેશને જણાવાયો છે. ધ્યાનને પણ વિજ્ઞાનનું સાધન ગણ્યું છે. દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ચાર ક્રમિક સોપાનોને જણાવતાં કેટલાંક ઉપનિષદવાક્યોમાં ‘“નિદિધ્યાસન” પદના સ્થાને ‘વિજ્ઞાન” પદ છે. આમ ‘વિજ્ઞાન” અને “નિદિધ્યાસન” સમાનાર્થક બને. પરિણામે શ્રવણ અને મનનને વિજ્ઞાનનાં ક્રમિક સાધનો ગણવાં જોઈએ. મૂંડક વિજ્ઞાનને આત્મદર્શનનું કારણ ગણે છે, વળી તેમાં જ્ઞાન, ધ્યાન અને દર્શન એવો ક્રમ સૂચવાયો છે. આથી જ્ઞાનમાં શ્રવણ-મનન સમાવિષ્ટ ગણાવા જોઈએ, ધ્યાનને વિજ્ઞાન ગણવું જોઈએ અને દર્શનને આત્મસાક્ષાત્કાર ગણવું જોઈએ. છાંદોગ્યે મનનને વિજ્ઞાનનું સાધન ગણ્યું છે. આ નિરૂપણ કર્યા પછી જ્ઞાન અને વિજ્ઞાનના સ્વરૂપભેદની વિચારણા કરી છે. જ્ઞાન આચાર્યોપદેશજનિત બોધ છે, એટલે તેને શ્રવણકોટિમાં મૂકાય. વિજ્ઞાનનો અર્થ કોઈક વાર આચાર્યોપદેશજનિત જ્ઞાન કરવામાં આવ્યો છે એટલે ત્યાં તેનો જ્ઞાનથી અભેદ છે. પરંતુ કેટલીક વાર વિજ્ઞાનને નિદિધ્યાસનરૂપ ગણવામાં આવ્યું છે અને તેને આત્મસાક્ષાત્કારનું સાક્ષાત્ કારણ ગણવામાં આવ્યું છે. આ અર્થમાં તેનો જ્ઞાનથી ભેદ છે. પછી વિજ્ઞાનના બે પ્રકારોને - હૈતીભૂત વિજ્ઞાન અને અદ્વૈતીભૂત વિજ્ઞાનને સમજાવ્યા છે. ઉપનિષદોમાં શ્રદ્ધાનના અર્થમાં દર્શન” શબ્દનો પ્રયોગ મળે છે એ આંતરિક પ્રમાણોને આધારે પુરવાર કર્યું છે. આત્મા વા મરે દ્ર‰વ્ય: શ્રોતવ્ય: મન્તવ્ય: નિદ્રિષ્યાતિતવ્યઃ એ પ્રસિદ્ધ ઉપનિષદવાક્યમાં દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ચાર સોપાનોનો ઉલ્લેખ છે. ત્યાં ‘‘દર્શન’’ પદનો અર્થ શ્રદ્ધા છે. છાંદોગ્ય ઉપનિષદ 7.18-19 માં શ્રદ્ધા, મનન અને વિજ્ઞાન એ ત્રિક અને તે જ ઉપનિષદમાં 7.25માં દર્શન, મનન અને વિજ્ઞાન એ ત્રિક જે ત્રણ સોપાનો જણાવે છે તે એકના એક જ છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે પ્રથમ ત્રિકમાં પ્રયોજાયેલો ‘શ્રદ્ધા' શબ્દ અને બીજા ત્રિકમાં પ્રયોજાયેલો ‘‘દર્શન” શબ્દ બન્ને સમાનાર્થક છે, પર્યાયશબ્દો છે. " ઉપનિષદોમાં ‘દર્શન’’ શબ્દ બોધના અર્થમાં પણ પ્રયુક્ત છે. ચાક્ષુષ જ્ઞાનનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 222