Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના જૈનદર્શનમાં જ્ઞાન અને બોધરૂપ દર્શન એ બે જુદા આત્મગુણો મનાયા છે. પરંતુ દર્શનનું સ્વરૂપ, દર્શનનો વિષય, દર્શનનો જ્ઞાન સાથે કાલિક સંબંધ આદિ વિશે જૈન ચિંતકોમાં મતભેદ પ્રવર્તે છે. એમાં સત્ય અને મૌલિક મત કયો તેનો નિર્ણય કરવો કઠિન જણાય છે. એટલે અન્ય ભારતીય દર્શનમાં જ્ઞાન અને બોધરૂપ દર્શનનો સ્વીકાર હોય તો ત્યાં જ્ઞાન અને દર્શનથી શું અભિપ્રેત છે તે જાણવા તે દર્શનના જ્ઞાન-દર્શનનું અધ્યયન કરવું આવશ્યક છે. આનાથી પ્રેરાઈ સાંખ્યયોગસંમત જ્ઞાન-દર્શનનું અધ્યયન કર્યું અને જૈનદર્શનસંમત જ્ઞાન-દર્શનનું પણ અધ્યયન કર્યું. સાંખ્ય-યોગમાં જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે અને દર્શન એ પુરુષનો ધર્મ છે. જ્ઞાન-દર્શનના વિષયો, તેમનું સ્વરૂપ અને તેમની વચ્ચે કાલિક સંબંધ વગેરેનો સાંખ્ય-યોગ અને જૈનદર્શન અનુસાર વિચાર કર્યો. સાંખ્ય-યોગસંમત જ્ઞાન-દર્શનનું અધ્યયન જૈનદર્શનના જ્ઞાન-દર્શનને સમજવામાં ઉપયોગી નીવડ્યું છે. આમ જ્ઞાન-દર્શનની સમસ્યાને લઈ બે દર્શનોના મન્તવ્યોની તુલના સૌપ્રથમ વાર આ મહાનિબંધમાં કરવામાં આવી છે. જ્ઞાન-દર્શન વિશે ઉપનિષદો અને ગીતામાં જે કંઈ સામગ્રી પ્રાપ્ત છે તેનો ઉપયોગ કરી જ્ઞાનદર્શનના સ્વરૂપને ઉપનિષદો અને ગીતા અનુસાર રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આ મહત્ત્વનું એટલા માટે છે કે જૈનદર્શન અને સાંખ્ય-યોગની જ્ઞાન-દર્શનની જે માન્યતા છે તેને તે વિશદ કરે છે. જૈનદર્શન અને સાંખ્ય-યોગ અનુસાર સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વનું પણ વિસ્તારથી નિરૂપણ-વિવેચન કર્યું છે. બોધરૂપ દર્શન ઉપરાંત જૈનોએ શ્રદ્ધાનરૂપ દર્શન પણ સ્વીકાર્યું છે, તેથી જૈન મતે સમ્યગ્દર્શનનું વિવરણ કર્યું છે. ઉપનિષદમાં ‘દર્શન’’ શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયેલો પ્રાપ્ત થાય છે એ દર્શાવ્યું છે. સાંખ્ય-યોગમાં ‘દર્શન’’ શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયો ન હોવા છતાં શ્રદ્ધાનું યોગદર્શનમાં અત્યંત મહત્ત્વ છે. પતંજલિ, વ્યાસ, વાચસ્પતિ મિશ્ર અને વિજ્ઞાનભિક્ષુને મતે શ્રદ્ધાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આમ જૈનોની અને સાંખ્યયોગની શ્રદ્ધાની વિભાવનામાં શું સામ્ય છે એ દર્શાવ્યું છે. જ્ઞાન અને બોધરૂપ દર્શનનો સ્વીકાર બૌદ્ધધર્મદર્શનમાં પણ હોઈ ત્યાં તેમનાં સ્વરૂપ, વિષયો, ક્રમ ઇત્યાદિ વિશે જે સામગ્રી પ્રાપ્ત થઈ તેનું સમુચિત અધ્યયનવિવરણ પ્રસ્તુત કરવું જરૂરી હોઈ પ્રસ્તુત કર્યું છે. ન્યાય-વૈશેષિકોએ બોધરૂપ દર્શનનો સ્વીકાર કેમ નથી કર્યો એનો ઉત્તર આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. બૌદ્ધોએ ‘‘સમ્માદિદ્વિ’ શબ્દનો પ્રયોગ સમ્યક્ શ્રદ્ધાના અર્થમાં કર્યો છે. બૌદ્ધ અનુસાર શ્રદ્ધાનું સ્વરૂપ, તેની વિવિધ ભૂમિકાઓ, તેના વિષયો, વગેરેનું રસપ્રદ નિરૂપણ કર્યું છે, જેથી જૈન અને સાંખ્ય-યોગની શ્રદ્ધાની વિભાવના સાથે બૌદ્ધ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 222