Book Title: Jain Center Los Angeles CA 1998 07 10th Anniversary of Jain Bhavan
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 83
________________ S જૈન ભવન માં સ્વાધ્યાય ને લગતી પ્રવૃત્તિનો પરિચય ) પરમ કૃપાળુ ભગવંતની કૃપાથી ૧૯૮૮ માં જૈન ભવનનું સ્વપ્ન આપણા જૈન સમાજ માટે સાકાર થયું. સર્વેના પુણ્યોદયના કારણે ધર્મ અભિલાષાની પ્રગતિ માટેનું આ પ્રથમ સોપાન. આપણા બાળકો આપણી સંસ્કૃતિ અને ધર્મની ભાવનાથી ભિંજાય તે અપેક્ષાથી બાળકોને પ્રાથમિક જ્ઞાન મળે તે માટે પાઠશાળાના વર્ગો ૧૯૮૨ માં શરૂ થયા હતા. પૂજ્ય શ્રી સુનંદાબેનને તેમની લોસ એંજલસ ની યાત્રા દરમ્યાન એમ લાગ્યું કે બાળકોના વર્ગો ચાલે છે, અને માતા-પિતા તેમના બાળકોને વર્ગમાં મૂકી પોતાની અન્ય પ્રવૃત્તિ માટે ચાલ્યા જાય છે તેના કરતા માતા-પિતા પોતે જ આવા સુંદર વ્યવસ્થાવાળા આપણા “જૈન ભવન’ નો લાભ લે અને તેમના માટે પણ અભ્યાસ ની વ્યવસ્થા કરી હોય તો કાંઇ ખોટું નથી. વળી જ્યારે બાળકો પાઠશાળામાં શીખે અને તેમને કાંઇ પ્રશ્નો હોય તો ઘરે જઇ માતા-પિતા ને પૂછે ત્યારે સારી રીતે અને સાચી રીતે સંતોષકારક જવાબ આપવાની જવાબદારી માતા-પિતા ની છે અને તે માટે તેમણે પણ તૈયાર થવું જોઇએ. આવા ઉમદા હેતુથી. ૧૯૮૯ માં મોટાઓ (adult) માટે આવા વર્ગની શરૂઆત કરવા માટે પૂ. બેને ત્રણ અભ્યાસુ બેનોને તેની જવાબદારી સોંપી તેનું મંગળાચરણ કરાવ્યું. ૧૫-૨0 ની સંખ્યાથી શરૂ થયેલા વર્ગમાં આજે દશ વર્ષ બાદ 100 ઉપરાંત ભાઈ-બહેનો સુંદર અભ્યાસ કરી રહયા છે. ધર્મ અને અધ્યાત્મનો રસાસ્વાદ માણી રહ્યા છે. શરૂઆતમાં જૈન દર્શનના તત્વોનો પરિચય થાય તે આશયથી પૂ. કલાપૂર્ણસુરીજી મહારાજ સાહેબ ના “સચિત્ર નવતત્વ નો સરળ પરિચય” નામનાં પુસ્તક નો આધાર લીધેલ. ત્યારબાદ ૫. બેને કરૂણાથી પોતે તે પુસ્તકનાં આધારે પોતાની આગવી શૈલીમાં અને સરળતાથી સમજી શકાય તે રીતે સંપાદન કરી “ નવતત્વનો સરળ પરિચય” પુસ્તક લખ્યું અને વર્ગમાં તેના આધારે ફરી નવે તત્વો નો અભ્યાસ વ્યવસ્થિત અને પધ્ધતિસર શરૂ કર્યો. જે પુસ્તક અત્યાર સુધીમાં બે વાર પુનરાવર્તનને પામ્યુ છે. પ્રાથમિક વિચારણા વખતે આ અભ્યાસમાં ત્રણ વિષયો રાખેલ : (૧) જૈન દર્શનની પરિચય (ર) સત્રી તેના અર્થ અને સમજણ (જે માટે પંડીતજી શ્રી ધીરજલાલ મહેતા- ની કેસેટોની સહાય લેવામાં આવેલ છે. (૩) જૈન દર્શનમાં આવતા દ્રષ્ટાંતો અને કથાઓ દ્વારા સિદ્ધાંતો સમજવા. I pray everybody gets moksha, everybody has equanimity and contentment. I pray for peace in the world. - Amman Desai (8) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150