Book Title: Jain Center Los Angeles CA 1998 07 10th Anniversary of Jain Bhavan
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 146
________________ || જય જિનેન્દ્રા આપણા જૈન સેન્ટર ની સ્થાપનાને દશ વર્ષ પુરા થયા તેની જાણ તો આપ સર્વને છે જ. આ જૈન સેન્ટર ને લીધે ઘણા ભાવિક જીવોને ધર્મ આરાધના માટે તથા અધ્યાત્મ જ્ઞાન માટેની અનુકુળતા રહે હું ઈન્ડીયાથી અહીં આવતા પહેલા વિચારતો હતો કે અમેરીકામાં ધર્મ આરાધના નહીં થઈ શકે. અને આ કારણસર પુજ્ય સાધુ ભગવંતો પણ અહીં આવવા માટે ના કહેતા હશે, છતાં હું અહીં આવ્યો. પરંતુ અહીં આવ્યા પછી મને પણ આપણા જૈન સેન્ટરને લીધે ધર્મ આરાધના તથા અધ્યાત્મ જ્ઞાન માટેની અનુકુળતા રહે છે. ખાસ તો અહીં મને તત્વજ્ઞાનની જાણકારી માટે ખુબજ સારી તક મળી છે જેથી હું ખુબજ પ્રભાવીત થયો છું. આવી રીતે ઈન્ડીઆમાં શીખવવામાં આવતું નથી. બાળકોને પણ આ જૈન સેન્ટર ધાર્મિક, ગુજરાતી વિગેરે શિખવે છે. આવી આપણા જૈન સેન્ટરની પ્રવૃત્તિથી મારા હૈયામાં જે આનંદની લાગણી ઉભરાયી રહી છે તેને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. વિશેષમાં મારે માટે એક ખુબજ મહત્વની હકીકત તો એ છે કે હું ચાલી શકતો ન હતો તે આ જૈન સેન્ટરને લીધે ચાલવા માટે નવા પગ આવી ગયા છે તેમ કહું તો અસ્થાને નહીં ગણાય. વળી મારી આ તકલીફ દુર થતાં હું તંદુરસ્ત થઈ ગયો અને તે તંદુરસ્તીને કારણે જ મહાપુજાન વિધિ, અઢાર અભિષેકની વિધિ વિગેરે શીખી શક્યો છું અને તેનો લાભ પણ આપી શકું છું. આ દેશમાં આવા જૈન સેન્ટરો ખુબજ ફાલે-કૂલે તેવી શાસન દેવને પ્રાર્થના કરું છું. લી. સંઘસેવક દલસુખભાઇ મંગળદાસ શાહના જય જીનેન્દ્ર Life in any way, shape or form is too precious to be wasted. We have not given life to other living things so we have no right to take life away from them. - Anshul Gandhi (12) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150