Book Title: Jain Center Los Angeles CA 1998 07 10th Anniversary of Jain Bhavan
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 143
________________ ધર્મનો પ્રભાવ મારા સ્વ.પતિશ્રી તથા હું જન્મસંસ્કારથી શ્વેતાંબર જૈન ધર્મી છીએ. ભારતથી અમે ઈ.સ. ૧૯૯0 માં ન્યુયોર્ક આવ્યા અને ત્યાં પણ જૈન દેરાસર માં સેવા પૂજા માટે અવારનવાર જતા અને ઈ.સ. ૧૯૯૧ માં લોસ એંજીલસ આવ્યા ત્યારથી બુનાપાર્ક જૈન ભવનમાં દર્શનાર્થે જવા લાગ્યા. શરૂઆતમાંજ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વસંતબેન શાહની પ્રેરણાથી હું મહિલા મંડળ માં જોડાઈ. મહિલા મંડળના બહેનો સાથે અમે પણ દેરાસરમાં અથવા ઘરે કોઈ પણ સારા-નરસા પ્રસંગો માટે પૂજા ભણાવવા જતા. સ્વાધ્યાયના વર્ગો દ્વારા તથા વેકેશનમાં ગોઠવવામાં આવતાં અનેક પ્રવક્તાઓના પ્રવચનો દ્વારા ધર્મની શ્રદ્ધા દઢ થઇ અને ધર્મ વિષે વધુ જ્ઞાન મળ્યું. દેરાસરનાં કાર્યક્રમોમાં યથાશક્તિ સેવા આપવાની તક અમે ઝડપી લેતાં અને ઘરે પણ મંદિર બનાવીને પૂજાપાઠ તથા સામાયિક-પ્રતિક્રમણ કરવાનાં ચાલ્યુ રાખ્યા. આ બધી પ્રવૃત્તિના પરિણામે અમને જૈન ધર્મનાં ઘણા ઊંડા જ્ઞાનની પ્રાપ્તિ થઇ. મારા સ્વર્ગસ્થ પતિશ્રી કુમુદચંદ્ર શાહ શરૂઆતથી સૌમ્ય અને શાંત પ્રકૃતિના હતા, પણ હું ઊગ્ર સ્વભાવની હતી, પણ ધર્મ તથા સત્સંગનાં પ્રભાવથી મારી ઉગ્રતા ઓસરી ગઈ અને હું શાંત તથા સ્વસ્થ થવા લાગી. માનસિક શાંતિ તથા પ્રસન્નતાના અનુભવ મારા જીવનામાં જાગવા લાગ્યો. તાજેતરમાં મારા પતિશ્રીનું કેન્સરને કારણે અવસાન થયું ત્યારે પણ ધર્મ અને સત્સંગના પ્રભાવે પ્રભુ કૃપાથી હું તથા મારા સંતાન સ્વસ્થ રહી શક્યા. ભગવાનની અસીમ કૃપાથી મારા સ્વ. પતિશ્રીએ પણ કેન્સર જેવી બીમારીને કર્મની અનિવાર્ય ગણી ખુબ જ શાંતિથી ચિરવિદાય લિધી. મને વિશ્વાસ છે કે અમારા જેવા જ બીજા કુટુંબોને પણ આવા અનુભવો થયા હશે. પરદેશમાં આવી રીતે જૈન સેંટર ઊભું કરી અને આટલી બધી પ્રવૃત્તિઓ કરવી, આટલા સંતોસાધવીઓના સત્સંગનો લાભ મળવો એ બદલ આપણે સૌએ ખુબજ ગૌરવ લેવા જેવું છે. મને ખાત્રી છે કે આપણા જૈન ભવનનો વિકાસ આવી જ રીતે વધતો રહેશે અને આપણી ઊગતી પેઢીને આ દ્વારા ધર્મનું જ્ઞાન મળતું રહેશે અને આપણા સંસ્કારી જળવાઈ રહેશે. ધર્મનો પ્રકાશ, ભગવાનની કપા, આપણા સૌના જીવનને અજવાળે એ જ પ્રાર્થના. જય જીનેન્દ્ર. રસિલાબેન કુમુદચંદ્ર શાહ Jainism is a very extraordinary religion. Jainsim is very logical and scientific. - Sheila Doshi (12) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150