Book Title: Jain Center Los Angeles CA 1998 07 10th Anniversary of Jain Bhavan
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 105
________________ શ્રી મહાવીર સ્વામીને નમઃ શ્રી જૈન મહાવીર મંડળ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોમાં ધર્મભાવના અને સમાજ શ્રેયસ્કર ભાવના પરાપૂર્વથી આત્મસાત થયેલી છે. આ પાવનકારી ધર્મ ભાવનાઓ આપણાં જૈન ભાઇ-બહેનોમાં પ્રસરાવવા પરસ્પરના સહકારથી ધાર્મિક કાર્યો કરવા તથા સમાજ સેવા કલ્યાણના ઉદાત્ત કાર્યો કરવાના શુભ આશયથી આ મહાવીર મહિલા મંડળની સ્થાપના ૧૯૮0 માં કરવામાં આવી હતી. આ મંડળની સ્થાપના કરી ત્યારે દેરાસર ન હતું અને ત્યારે મંડળની બહેનો ઘરે પૂજા. ભણાવવા જતી હતી. એક બીજાના સહકારથી સામૂહિક ધાર્મિક અને સામાજીક પ્રવત્તિઓ કરી શકે એવા ઉદેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ પાપાપગલી કરતા કરતા આજે ૧૯ માં વર્ષમાં પ્રવેશ્ય છે. જે ઉમંગથી આ મંડળની સ્થાપના કરવામાં આવી હતી તેને સાંગોપાંગ પાર પાડવામાં ધર્મપ્રિય સેવાભાવી સભ્ય બેનો છેલ્લા ૧૦ વર્ષથી નિષ્ઠા અને નિષ્કામ ભાવે જે કાર્ય કરી રહ્યા છે, તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ મંડળ ના સ્થાપનાર વસંતબેન શાહ અત્યારે તન,મન,ધનથી નિષ્કામ ભાવે આ મંડળનું સંચાલન કરી રહ્યા છે. આ મંડળની પ્રવૃત્તિઓ બે પ્રકારની છે - ધાર્મિક અને સામાજીક. ધાર્મિક પ્રવૃત્તિઓ : આ મંડળ આખા વર્ષ દરમ્યાન ૫0 થી 50 ભગવાનની પુજાઓ ભણાવે છે. સ્નાત્ર તથા પુજા રગ રાગીણી સાથે, અર્થ સભર, દુહા સહીત ભાવ થી ભણાવે છે. જેમકે પંચકલ્યાણક, નવપદજીની, અંતરાય કર્મ નિવારણ, વેદનીય કર્મ, નવાણું પ્રકારી, સત્તર ભેદી,વિ. તેજ પ્રમાણે અમારી બહેનો મહાવીર સ્વામી, પાર્શ્વનાથ પ્રભુ અને આદિનાથ પ્રભુના કલ્યાણક પ્રસંગોના આબેહુબ મહોત્સવો ઉજવે છે. લોસ એંજલસના પરામાં બધેજ પુજા. ભણાવવા જાય છે. તેમજ ગૌતમ સ્વામીની પૂજા પણ ભણાવે છે. ભક્તામર સ્વાધ્યાય, સિમંધર સ્વામી અને ગૌતમ સ્વામી ના એકાસણા, આયંબિલ વિ.ખુબ ઉત્સાહ્યી ક્રિયા સહિત કરાવવામાં આવે છે. સહુના સંગઠનથી છેલ્લા ૧૦ વરસથી ઇશ્વર કૃપા અને વડીલોની સભાવનાથી સામુહિક સામાયિક, જાપ સફળતાપુર્વક અખૂટ શ્રદ્ધાથી ચાલી રહ્યાં છે. સભ્ય બેનો પ0 છે. આ મંડળની અન્ય પ્રવૃત્તિઓમાં અમારી નાની બહેનો, વહુ દિકરીઓ અને પ્રૌઢ બહેનીની ખૂબજ જરૂર છે. જો નાની ઉમરની બહેનો આવે તો મંડળ પોતાના કાર્યક્રમો આપી શકે. દર મહિને દેરાસરમાં સ્નાત્ર પુજા. ભણાય તો આપણો સંઘ તથા શહેર માટે માંગલિક છે. ૧૯૯૯ માં સ્નાત્ર પૂજા. ભણાવવાના ક્લાસ શરૂ કરવાના છે. મહિને એકવાર સ્નાત્ર પૂજા શરૂ થી શીખવવામાં આવશે. નાની બહેનો, વહુ દિકરીઓ અને માતા તથા સાસુ વહુઓ મેંબર થઇ આ સંસ્થાને સાથ, સહકાર અને પ્રોત્સાહન આપે એવી અભિલાષા છે. ભાવનામાં પણ કાર્યક્રમ આપવા માટે અમે તૈયાર કરીશું. જય જીનેંદ્ર શ્રી વસંતબેન શાહ I think Jainism is the best culture and I really watch out for other human beings and living creatures. - Nishita Doshi (11) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150