Book Title: Hoon Parmatma Choon Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન શ્રી તીર્થકર ભગવાનના શુદ્ધાત્માનુભવપ્રધાન અધ્યાત્મશાસનને જીવંત રાખનાર એવાં શ્રી સમયસાર વગેરે પરમાગમોનાં ઊંડાં હાર્દને સ્વાનુભવગત કરી આધ્યાત્મિક સંત પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા તેમનાં અમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં અને એ રીતે આ કાળે અધ્યાત્મચિનો નવયુગ પ્રવર્તાવી તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાયોગનું સુંદર ફળ છે. આવા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેઈપ-અવતીર્ણ, અધ્યાત્મરસભરપૂર પ્રવચનોનું પ્રકાશન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. તદનુસાર વીતરાગ દિગંબર મુનિવર શ્રી યોગીન્દુદેવ પ્રણીત “યોગસાર” ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન “હું પરમાત્મા” રૂપે પ્રકાશિત કરતાં કલ્યાણી ગુસ્વાણી પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાસ્થલી અધ્યાત્મતીર્થ શ્રી સુવર્ણપુરીમાં, વીતરાગ દેવશાસ્ત્ર-ગુરુ તેમ જ પરમ-તારણહાર અધ્યાત્મમૂર્તિ પૂજ્ય કહાનગુરુદેવનો અનુપમ ઉપકારમહિમા પ્રકાશનાર સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની જ્ઞાનવૈરાગ્યરસભીની મંગલ આશિષછાયામાં, પૂર્વવત પ્રવર્તતી અનેકવિધ ગતિવિધિના અંગભૂત પ્રકાશનવિભાગ દ્વારા પ્રકાશિત થતા આર્ષપ્રણીત મૂળ, તેમ જ પ્રવચનગ્રંથો પૈકીના “હું પરમાત્મા” નામના સંકલનનું આ દ્વિતીય સંસ્કરણ છે. ગુજરાતી “આત્મધર્મ પત્રમાં પ્રકાશિત થયેલ “યોગસાર” ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો આ સંકલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. હું પરમાત્મા” ના પ્રકાશનપ્રસંગે, “આત્મધર્મ' માટે “યોગસાર' ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો લિપિબદ્ધ કરનાર સંપાદકનો તેમ જ આ પ્રવચનગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપનાર કહાન મુદ્રણાલયનો આભાર માનીએ છીએ. આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા મુમુક્ષુઓ નિજ-કલ્યાણ સાધે-એવી ભાવના ભાવીએ છીએ. ફાગણ વદ ૧૦, સં. ૨૦૧૧ બહેનશ્રી ચંપાબેન ૬૩મી સમ્યકત્વજયંતી તા. ૨૬-૩-૧૯૯૫ પ્રકાશનસમિતિ, શ્રી દિ0 જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ-૩૬૪ ૨૫૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 249