Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના છે ગુજરાતના ઐતિહાસિક લેખો ” ભાગ બીજામાં ગુર્જર વંશના લેખોથી શરૂ કરી ચાલુક્ય વંશના અંત સુધીના લેખે દાખલ કરવામાં આવેલ છે. સભાને વિચાર બે ભાગમાં બધા લેખેનો સમાવેશ કરવાનો હતો પણ તેમ કરવાથી બીજા ભાગનું કદ બહ વધી જશે એમ જણાયાથી બીજે ભાગ અહીજ બંધ કરી વાઘેલા વંશના તેમજ પ્રકીર્ણ લેખે ત્રીજા ભાગમાં આપવાને નિશ્ચય કરવો પડશે. ઉપરાંત મુસ્લિમ કાળના લેખો પણ સંગ્રહીત કરવાની ચેજના વિચારાય છે અને તે અમલમાં મુકવાની સગવડતા થશે તે આ લેખમાલા આગળ ચાલુ રહેશે. બધા લેખોને સંગ્રહ એકી વખતે તૈયાર કરી સેંપી દેવામાં આવેલ તેથી સંગ્રહ તેમ જ સંકલનાની પદ્ધતિ અગર નિયમે સંબંધી પ્રથમ વિભાગની કરતાવનામાં નોંધ કરી છે, તેથી વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. પહેલા ભાગ માટે અભિપ્રાયો તેમ જ અવલેકને જુદાં જુદાં છાપાં તેમ જ માસિકોમાં છપાયાં છે. તેમાં ઉત્તેજક તેમજ સત્યયાત્મક ઉદગારો તેમ જ સુધારા વધારા અને ઉણપ સંબંધી સહૃદય અને રચનાત્મક સુચનાઓ કરવામાં આવેલ છે. તેવી સૂચનામાંથી બની શકે તેવી અને તેટલી ગ્રહણ કરવી અને ન બની શકે તેવી સુચના માટે કાંઈક ખુલાસે કરવો આવશ્યક ગણાય - આ કાર્ય કોઈપણ ઉત્સાહ કે રસવિના સાવ યંત્રવત થએલું છે એ અસંતોષ જાહેર થયેલ છે. નવલકથામાં આગળ પાછળ સંબંધ જાળવવા માટે તેમ જ તેને રસિક બનાવવાના હેતુથી જે ક૯પનાના ઘોડા દોડાવવામાં આવે છે, તેવી ઘટના આવા સંગ્રહામક ગ્રંથમાં થઈ શકે નહીં. જુદા જુદાં સ્થળે અને જુદા જુદા પ્રસંગે લખાએલા અગર કોતરાવેલા લેખમાં રસપ્રવાહ ચાલુ રહે - રોત્તર સંબંધ શી રીતે સંભવે ? તેવા લેખોને કાળક્રમ અનુસાર ગોઠવીને જ સંતોષ નવા રહ્યા. આવી ઐતિહાસિક સામગ્રી ઉપરથી જે ઈતિહાસ લખવામાં આવે તે રસિક બનાવી શકાય પણ આવા સંગ્રહ તો તેમાં રસ લઈ શકે તેવી કોટિએ નહીં પહોંચેલી વ્યક્તિઓને શુષ્ક જ રહેવાના. રવ. ભાઈ રણજીતરામે આ કાર્ય આરંભેલું ત્યારે એમની મુરાદ હતી તે પાર નથી પડી એમ પણ ફરીયાદ રજુ થઈ છે અને સ્વ. ભાઈ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલું નવું કેટલું છે તે જાણવાની જીજ્ઞાસા બતાવવામાં આવેલ છે. આ બંને બાબતો માટે ગ્રંથ ૧લાની પ્રરતા.વનાના પહેલા ત્રણ પારીગ્રાફમાં બધા ખુલાસા મળી શકે તેમ છે તેથી આંહી ફરી તે વિષય ચર્ચવાની જરૂર તે નથી. વિશેષ બારીક સરખામણી માટે બન્ને સંગ્રહો સુભાના પુસ્તકાલયમાં મેજુદ છે તે જોવાની ભળામણુ કરી શકાય. આ ગ્રંથના સંબંધમાં એક સર્વસામાન્ય અભિલાષા દર્શાવવામાં આવી છે કે લેખના સંગ્રહ માટેનું ક્ષેત્ર વધુ વિશાળ થવું જોઇએ, એટલે કે કુમારપાલ અને સિદ્ધરાજ જેવા રાજાઓ જેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 397