Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શ્રમણભગવત આમ, મલધારી શ્રી હેમચંદ્રસૂરિ તેમના સમયમાં સમર્થ આચાર્ય હતા. તેઓશ્રીએ સાત દિવસના અનશનપૂર્વક પાટણમાં સ્વર્ગવાસ સ્વીકાર્યો. તેમના ગ્રંથને આધારે તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. પુણ્યપ્રભાવી, જિનામના પારગામી અને મહાન વાદવિજેતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજી મહારાજ આબૂ પર્વતની નૈઋત્ય દિશામાં 25 માઈલ દૂર રાજસ્થાનમાં મંડાર નામે ગામ છે. મંડાર ગામ પૂર્વે મડ્ડાહડા, મદહત, મદાર, મડાર વગેરે નામે પ્રસિદ્ધ હતું. ત્યાં વીરનાગ નામે શ્રેષ્ટિ રહેતું હતું. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ શ્રી મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું. એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પિતાના મુખમાં ચંદ્રમાને પેસતા જે. ને તેણે વિ. સં. ૧૧૪૩ના માઘ વદિ ના હસ્ત નક્ષત્રમાં પૂર્ણ ચંદ્ર નામના બાળકને જન્મ આપે. આ બાળક પૂર્ણ ચંદ્ર તે જ ચરિત્રનાયક શ્રી વાદિદેવસૂરિ મહારાજ એક વાર ભયંકર દુષ્કાળ પડતા શ્રેષ્ટિ વિરનાગ પરિવાર સાથે મંડાર છોડી ભરૂચ આવીને વસ્યા. તે સમયે શ્રી મુનિચંદ્રસૂરિ પણ ભરૂચમાં હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકેએ વીરનાગ પિરવાલને બધી રીતે સહાય આપી. વીરનાગ ત્યાં વેપાર-ફેરી કરવા લાગ્યું. પૂર્ણ ચંદ્ર પણ અવારનવાર સાથે જતા હતા. એક વાર કઈ શેઠ પિતાના સેનામહોરે અને સિક્કા દુર્ભાગ્ય કેલસા અને પત્થર બની જતાં, તેને નકામાં સમજી ઉકરડે નાખી રહ્યા હતા. બાળક પૂર્ણચંદ્ર તે જોયું, અને વિસ્મય પામી કહ્યું કે, “આપ આ કિંમતી સુવર્ણ અને દ્રવ્યને કેમ ફેંકી રહ્યા છે?” શેઠ સમજદાર હતા. તેમને થયું કે આ કેઈ પુણ્યશાળી બાળક છે. જે સુવર્ણ–સિકકા અને કાંકરા-કેલા રૂપે દેખાય છે, તે આ બાળકને તેનાં અસલી રૂપમાં દેખાય છે. શેઠે આ રહસ્ય પામી, વાંસની છાબ બાળકને આપતાં કહ્યું કે, “હે ભાગ્યવાન ! તું આ સુવર્ણ–સિક્કા છાબમાં ભરી ભરીને મને આપ” બાળક પૂર્ણ ચંદ્ર તે પ્રમાણે કર્યું. તેના હાથે કાંકરાકેલા સુવર્ણસિકકા બની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સેનામહોર આપી. પિતા વીરનામે આ સર્વ વૃત્તાંત આચાર્ય મુનિચંદ્રસૂરિને જણાવ્યું. બાળક પૂર્ણ ચંદ્રમાં કેઈ ઉત્તમ પુણ્યાત્માની ઝાંખી કરાવે તેવાં દિવ્ય લક્ષણે જાણ, શાસનન્નતિને અહર્નિશ વાંચ્છનારા આચાર્ય મુનિચંદ્રસૂરિએ શ્રેષ્ઠિ વીનાગને કહ્યું કે –“તમારે પુત્ર ઘણે પુણ્યશાળી છે. જે તે સાધુ થાય તો સ્વ-પરના કલ્યાણપૂર્વક જિનશાસનની ભારે ઉન્નતિ કરશે. માટે તમે તમારે પુત્ર શ્રમણસંઘને અર્પણ કરે.” આ વાત સાંભળી શ્રેષ્ઠિ વીરનાથે કહ્યું કે- “ગુરુદેવ હું વૃદ્ધ થયા છે. તેની માતા પણ વૃદ્ધ છે. અમારે એક જ પુત્ર છે. અમારી વૃદ્ધાવસ્થાને એ આધાર છે. તે અમારાથી પુત્રને ત્યાગ કેમ થઈ શકે ?" શ્ર. 32 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4