Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ २४८ શાસનપ્રભાવક ભાવનું વિવેચન ધાર્મિક તથા લૌકિક કથાઓ સાથે વિસ્તારથી કરવામાં આવેલ છે. કેટલીક કથાઓ “ઉપમિતિભવપ્રપંચકથા માંથી લેવામાં આવી છે. (૬) જીવસમાસ વિવરણ : ગ્રંથમાન ૭૦૦૦ પરિમાણ છે. વિ. સં. ૧૧૬૪ માં પાટણમાં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ મનાય છે. આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાનનું વિસ્તૃત વિવેચન અને અજીવતતનું સંક્ષિપ્ત પ્રતિપાદન કરવામાં આવેલ છે. (૭) ભવભાવના – મૂલ : વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરાવનારી આ પ્રકૃત રચના છે. (૮) ભવભાવના સ્વપજ્ઞવૃત્તિ : ગ્રંથમાન ૧૩૦૦૦ પરિમાણ છે. ધર્મકથાઓથી સભર આ ગ્રંથ લેકમાં વિશેષ રુચિકર બને છે. મૂલ અને આ વૃત્તિ (બંને ગ્રંથ)માં બાર ભાવનાઓનું વર્ણન છે. બંને ગ્રંથ વિ. સં. ૧૧૭૦ માં મેડતા અને છત્રાપલ્લીમાં રચાયા છે. (૯) નંદિત્ત ટિપ્પન : આમાં પાંચ જ્ઞાનની ચર્ચા અનુમાનિત થાય છે. (૧૦) વિસાવસ્મય વૃત્તિ : ૨૮૦૦૦ પ્રમાણ હિઈ આને બૃહદ્રવૃત્તિ પણ કહેવાય છે. આ વૃત્તિ પાટણમાં વિ. સં. ૧૧૭૫ ના કાર્તિક સુદિ પંચમી (જ્ઞાનપંચમી)ના પૂર્ણ થઈ છે. આ વૃત્તિ રચવામાં પં. અભયગણિ, પં. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, પં. લક્ષમણગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તા અને સાધ્વી વીરમતિ ગણિની સગી બન્યાં હતાં. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ “વિશેષાવશ્યક ભાષ્ય” ઉપર અનેક આચાર્યોએ ટીકાવૃત્તિ રચી છે, તેમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિની આ વૃત્તિ આગવી છે અને તેમની પિતાની રચનાઓમાં આ સૌથી વધુ વિસ્તૃત છે. આ એક દાર્શનિક ગ્રંથ છે. તેને વિષયવાર, પ્રશ્નોત્તર રૂપે સરળ અને સુધ શૈલીમાં દર્શાવવાથી આ રચના અધિક પ્રભાવક સિદ્ધ થઈ છે. તેઓશ્રીનું આ વિપુલ સાહિત્યસર્જન છતાં, તેમનામાં નમ્રતા ને ભવભીરુતા કેવી હતી તેને પરિચય તેમના જ ગ્રંથમાં આ પ્રમાણે મળે છે :-“મને ગુરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમયે હું તેને આત્મસ્મરણ માટે અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દેષ હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સૌ છદ્મસ્થ છે અને મારા જેવા તે બુદ્ધિવિહેણા છે, ને મતિવિશ્વમ તે કોને થતો નથી?” શ્રી હેમચંદ્રસૂરિની જ્ઞાનસંપદાની જેમ શિષ્યસંપદા પણ સમૃદ્ધ હતી. તેમાં શ્રી વિજયસિંહસૂરિ વગેરે ચાર શિષ્ય બહુ પ્રસિદ્ધ હતા. (૧) શ્રી વિજયસિંહસૂરિ કૃષ્ણષિના શિષ્ય શ્રી સિંહસૂરિકૃત “ધર્મોપદેશમાલા” ગાથા : ૯૮ નું વિવરણ ગ્રંથમાન ૧૪૪૭૧ પરિમાણ રચ્યું હતું. તેઓ ઘણુ શત અને રૂપાળા હતા. (૨) શ્રી ચંદ્રસૂરિ : જેઓ રાજા સિદ્ધરાજના લાટ દેશના વિત્તમંત્રી હતા. તેમણે રાજમુદ્રા છોડી દઈ સાધુસુદ્રા ગ્રહણ કરીને જૈનધર્મની પ્રભાવના તેમ જ મુણિસુન્વયચરિયું, સંગહણીસુત્ત અને લઘુસમાસ ગ્રંથની રચના કરી હતી. (૩) શ્રી વિબુધસૂરિ : તેઓ પણ લાટ દેશના મંત્રી હતા. તેમણે કેટલાક ગ્રંથનું સંશોધન કર્યું હતું. (૪) પં. લક્ષ્મણગણિ. તેમણે વિ. સં. ૧૧૯૯ ના માંડલમાં સુપહિનાહચરિયું ગ્રંથાગ ૧૦૦૦૦ પ્રમાણુ રચ્યું હતું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4