Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શાસન પ્રભાવ પાયવિહિ, ૨૨. સુહુમવિચારલવ (અપ્રાપ્ય), ૨૩. ઉવએસપદ (ઉપદેશપદસુખ સંબધિની ટીકા, ગ્રંથાગ્ર: ૧૪૦૦૦), ૨૪. કમ્મપડી ટિપ્પન (કર્મ પ્રવૃત્તિ વિશેષવૃત્તિ), ૨૫. ધર્મબિંદુવિવૃત્તિ (ગ્રંથાગ્ર : ૩૦૦૦), ૨૬. લલિતવિસ્તરા–પંજિકા, ૨૭. અનેકાંત જયપતાકેદ્યોતદીપિકાટિપ્પનકમ, ૨૮. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૯. કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન. આચાર્ય મુનિચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ ના કાતિક વદિ પાંચમના દિવસે પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના શિષ્ય આચાર્ય વાદિદેવસૂરિ આ સમયે હાજર હતા. તેમણે એ સમયે “ગુરુવિરહવિલાપ” તથા “મુણિચંદસૂરિ શૂઈ' રચ્યાં હતાં. મહાન પ્રવચનકાર અને મહાન ભાષ્યકાર માલધારી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ હર્ષપુરીયગચ્છના શ્રી વિજયસિંહસૂરિના પ્રશિષ્ય અને મલધારીયગચ્છના પ્રવર્તક શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે કે, ગુજરાતમાં સિદ્ધરાજ અને કુમારપાળના શાસનસમયે જૈનશાસનમાં શ્રી હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિધમાન હતા. તેમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ ઉંમરમાં સૌથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા. માલધારી અભયદેવસૂરિના ઉપદેશથી મહાઅમાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યા ત્યારે લાખોની મિલકત, સ્વરૂપવાન પત્નીઓ, એશઆરામ અને મંત્રીપદને તિલાંજલિ આપીને દીક્ષા લીધી અને શા ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તેઓ જ આગળ જતાં માલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવનઘટનાઓ અને તેમના આ ગુણની ઝલક તેમના ગ્રંથમાં મળે છે. તેઓ વિશેષ પ્રમાણમાં “ઉપમિતિભવપ્રપંચકથા’નું વ્યાખ્યાન આપતા હતા અને ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયા હતા. શ્રી હેમચંદ્રસૂરિના વ્યાખ્યાનમાં તેઓ સપરિવાર જતા અને એકાગ્ર ચિત્તે વ્યાખ્યાનશ્રવણ કરતા. અવારનવાર દર્શનાર્થે જતા અને આલાપ–સંલાપ પણ કરતા અને કઈ કઈ વાર રાજમહેલમાં આચાર્યશ્રીની પધરામણી પણ કરાવતા. રાજાએ તેમના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સોનાના કળશ ચઢાવ્યા હતા. વળી, રાજા સિદ્ધરાજે તેમના કહેવાથી ધંધુકા, સાર વગેરેમાં જેનોને થતી કનડગત અને જૈનની રથયાત્રાના ઉત્સવમાં નખાતા વિનોને દૂર કરી પાકે પ્રબંધ કરાવ્યો હતો. તેમ જ રાજ્યના અમલદારોએ જોહુકમીથી બંધ કરેલ મંદિરના લાગા ફરીથી ચાલુ કરાવ્યા હતા અને કઈ કઈ ગામમાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જેન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4