Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવ પાયવિહિ, ૨૨. સુહુમવિચારલવ (અપ્રાપ્ય), ૨૩. ઉવએસપદ (ઉપદેશપદસુખ સંબધિની ટીકા, ગ્રંથાગ્ર: ૧૪૦૦૦), ૨૪. કમ્મપડી ટિપ્પન (કર્મ પ્રવૃત્તિ વિશેષવૃત્તિ), ૨૫. ધર્મબિંદુવિવૃત્તિ (ગ્રંથાગ્ર : ૩૦૦૦), ૨૬. લલિતવિસ્તરા–પંજિકા, ૨૭. અનેકાંત જયપતાકેદ્યોતદીપિકાટિપ્પનકમ, ૨૮. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૯. કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન. આચાર્ય મુનિચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ ના કાતિક વદિ પાંચમના દિવસે પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના શિષ્ય આચાર્ય વાદિદેવસૂરિ આ સમયે હાજર હતા. તેમણે એ સમયે “ગુરુવિરહવિલાપ” તથા “મુણિચંદસૂરિ શૂઈ' રચ્યાં હતાં. મહાન પ્રવચનકાર અને મહાન ભાષ્યકાર માલધારી આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ હર્ષપુરીયગચ્છના શ્રી વિજયસિંહસૂરિના પ્રશિષ્ય અને મલધારીયગચ્છના પ્રવર્તક શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે કે, ગુજરાતમાં સિદ્ધરાજ અને કુમારપાળના શાસનસમયે જૈનશાસનમાં શ્રી હેમચંદ્રસૂરિ નામના ત્રણ સમર્થ આચાર્યો વિધમાન હતા. તેમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિ ઉંમરમાં સૌથી મોટા હતા. શાંત અને પ્રભાવક હતા. માલધારી અભયદેવસૂરિના ઉપદેશથી મહાઅમાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યા ત્યારે લાખોની મિલકત, સ્વરૂપવાન પત્નીઓ, એશઆરામ અને મંત્રીપદને તિલાંજલિ આપીને દીક્ષા લીધી અને શા ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાર્યપદ પ્રાપ્ત કર્યું, તેઓ જ આગળ જતાં માલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવનઘટનાઓ અને તેમના આ ગુણની ઝલક તેમના ગ્રંથમાં મળે છે. તેઓ વિશેષ પ્રમાણમાં “ઉપમિતિભવપ્રપંચકથા’નું વ્યાખ્યાન આપતા હતા અને ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસર્ગિક ગુણોથી આકર્ષાયા હતા. શ્રી હેમચંદ્રસૂરિના વ્યાખ્યાનમાં તેઓ સપરિવાર જતા અને એકાગ્ર ચિત્તે વ્યાખ્યાનશ્રવણ કરતા. અવારનવાર દર્શનાર્થે જતા અને આલાપ–સંલાપ પણ કરતા અને કઈ કઈ વાર રાજમહેલમાં આચાર્યશ્રીની પધરામણી પણ કરાવતા. રાજાએ તેમના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સોનાના કળશ ચઢાવ્યા હતા. વળી, રાજા સિદ્ધરાજે તેમના કહેવાથી ધંધુકા, સાર વગેરેમાં જેનોને થતી કનડગત અને જૈનની રથયાત્રાના ઉત્સવમાં નખાતા વિનોને દૂર કરી પાકે પ્રબંધ કરાવ્યો હતો. તેમ જ રાજ્યના અમલદારોએ જોહુકમીથી બંધ કરેલ મંદિરના લાગા ફરીથી ચાલુ કરાવ્યા હતા અને કઈ કઈ ગામમાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જેન 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૨૭ દેરાસરને પાછી અપાવી હતી. એક દિવસ રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી અતિ પ્રસન્ન થઈ દર સાલ વર્ષના ૮૦ દિવસે માં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. આચાર્ય દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકમાં આ રીતે રજૂ કરે છે : “માલધારી શ્રી અભયદેવસૂરિના પટ્ટરૂપી આકાશમાં શ્રી હેમચંદ્ર રૂપી ચંદ્ર ઊગ્યું. રાજા સિદ્ધરાજે તેને વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યાં.” શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુંજયતીર્થને છરી પળ યાત્રાસંધ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલી (વંથલી)માં પડાવ નાખ્યું. સંધના પુરુષ અને સ્ત્રીઓ મૂલ્યવાન વસ્ત્રો અને રત્નજડિત દાગીના પહેરી દેરાસરમાં દર્શન-પૂજાદિ કરી રહ્યાં હતાં. સંઘપતિ પાસે ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. પાસવાનેએ પણ રાજાને ચડાવ્યું કે, “રાજન ! સમજી લે કે ગુજરાત–પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષમી તને ચાલે કરવા આવી છે. માટે રાજન ! આ સંઘને લૂંટી લે. તારે ખજાને છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.” આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વકાંઈ લૂંટી લેવાને મનસૂબો કરી લીધે. પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને માટે ડર હતા, તેથી શું કરવું તે વિસામણમાં પડી ગયું. તેણે સંઘને જાણી-જોઈને એક દિવસ વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહિ. બીજે દિવસે રાજકુટુંબમાં કઈ મેટું મરણું થયું. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે દિલાસાના બહાને રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપે. તેને નીતિનો માર્ગ દર્શાવ્યું. રાજાએ પણ આ ઉપદેશથી પ્રભાવિત અને પ્રસન્ન થઈ પિતાને વિચાર બદલી નાખે. - ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જેમ શાકંભરીના રાજા પૃથ્વીરાજ અને મહારાજા ભુવનપાલ પણ તેમના પરમ ભક્ત હતા. ગ્રંથરચના : મલધારી હેમચંદ્રસૂરિ પ્રભાવક પ્રવચનકાર તેમ જ સમર્થ ગ્રંથકાર હતા. વિશેષાવશ્યક વૃત્તિની પ્રશસ્તિમાં તેમણે સ્વરચિત દસ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનું પ્રમાણ લગભગ લાખ શ્લેક જેટલું થાય છે. આ ગ્રંથની વિગત નીચે મુજબ છે : (૧) આવસ્મય ટિપ્પણકઃ જેનાં બીજાં નામ “આવશ્યક પ્રદેશ વ્યાખ્યા અને હરિભદ્રીયાવશ્યકવૃત્તિ-ટિપ્પણ પણ છે. એનું ગ્રંથમાન ૫૦૦૦ પરિમાણ છે. (૨) સાંગ કમ્પગંથ વિવરણ : ગ્રંથમાન ૪૦૦૦ પરિમાણ. (૩) આણુએગદાર સુત્તવૃત્તિ : ગ્રંથમાન ૬૦૦૦ પરિમાણ છે. અનુગદ્વારના સૂત્રોની ગહનતાને સરળ અને વિસ્તૃત રીતે સમજાવતી વ્યાખ્યા અને આગમના મર્મસ્પશી વિવેચનથી પણ જાણી શકાય કે ગ્રંથકાર આગમના મર્મજ્ઞ છે. (૪) ઉવએ માલા-પુષ્પમાલા પગરણ મૂલ : આ એક પ્રકારે બૃહદ્ કથાકેલ છે. આમાંની કેટલીક કથાઓ ઉદ્દધૃત છે, કેટલીક કથાઓ સ્વરચિત છે. કથા-સાહિત્યને આ એક મેટે પ્રજાને છે. (૫) પુષ્કમાલા પત્તવૃત્તિ : ગ્રંથમાન ૧૪૦૦૦ પરિમાણ છે. દાન, શીલ, તપ અને 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ २४८ શાસનપ્રભાવક ભાવનું વિવેચન ધાર્મિક તથા લૌકિક કથાઓ સાથે વિસ્તારથી કરવામાં આવેલ છે. કેટલીક કથાઓ “ઉપમિતિભવપ્રપંચકથા માંથી લેવામાં આવી છે. (૬) જીવસમાસ વિવરણ : ગ્રંથમાન ૭૦૦૦ પરિમાણ છે. વિ. સં. ૧૧૬૪ માં પાટણમાં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ મનાય છે. આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાનનું વિસ્તૃત વિવેચન અને અજીવતતનું સંક્ષિપ્ત પ્રતિપાદન કરવામાં આવેલ છે. (૭) ભવભાવના – મૂલ : વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરાવનારી આ પ્રકૃત રચના છે. (૮) ભવભાવના સ્વપજ્ઞવૃત્તિ : ગ્રંથમાન ૧૩૦૦૦ પરિમાણ છે. ધર્મકથાઓથી સભર આ ગ્રંથ લેકમાં વિશેષ રુચિકર બને છે. મૂલ અને આ વૃત્તિ (બંને ગ્રંથ)માં બાર ભાવનાઓનું વર્ણન છે. બંને ગ્રંથ વિ. સં. ૧૧૭૦ માં મેડતા અને છત્રાપલ્લીમાં રચાયા છે. (૯) નંદિત્ત ટિપ્પન : આમાં પાંચ જ્ઞાનની ચર્ચા અનુમાનિત થાય છે. (૧૦) વિસાવસ્મય વૃત્તિ : ૨૮૦૦૦ પ્રમાણ હિઈ આને બૃહદ્રવૃત્તિ પણ કહેવાય છે. આ વૃત્તિ પાટણમાં વિ. સં. ૧૧૭૫ ના કાર્તિક સુદિ પંચમી (જ્ઞાનપંચમી)ના પૂર્ણ થઈ છે. આ વૃત્તિ રચવામાં પં. અભયગણિ, પં. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, પં. લક્ષમણગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તા અને સાધ્વી વીરમતિ ગણિની સગી બન્યાં હતાં. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ “વિશેષાવશ્યક ભાષ્ય” ઉપર અનેક આચાર્યોએ ટીકાવૃત્તિ રચી છે, તેમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિની આ વૃત્તિ આગવી છે અને તેમની પિતાની રચનાઓમાં આ સૌથી વધુ વિસ્તૃત છે. આ એક દાર્શનિક ગ્રંથ છે. તેને વિષયવાર, પ્રશ્નોત્તર રૂપે સરળ અને સુધ શૈલીમાં દર્શાવવાથી આ રચના અધિક પ્રભાવક સિદ્ધ થઈ છે. તેઓશ્રીનું આ વિપુલ સાહિત્યસર્જન છતાં, તેમનામાં નમ્રતા ને ભવભીરુતા કેવી હતી તેને પરિચય તેમના જ ગ્રંથમાં આ પ્રમાણે મળે છે :-“મને ગુરુજનોએ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમયે હું તેને આત્મસ્મરણ માટે અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દેષ હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સૌ છદ્મસ્થ છે અને મારા જેવા તે બુદ્ધિવિહેણા છે, ને મતિવિશ્વમ તે કોને થતો નથી?” શ્રી હેમચંદ્રસૂરિની જ્ઞાનસંપદાની જેમ શિષ્યસંપદા પણ સમૃદ્ધ હતી. તેમાં શ્રી વિજયસિંહસૂરિ વગેરે ચાર શિષ્ય બહુ પ્રસિદ્ધ હતા. (૧) શ્રી વિજયસિંહસૂરિ કૃષ્ણષિના શિષ્ય શ્રી સિંહસૂરિકૃત “ધર્મોપદેશમાલા” ગાથા : ૯૮ નું વિવરણ ગ્રંથમાન ૧૪૪૭૧ પરિમાણ રચ્યું હતું. તેઓ ઘણુ શત અને રૂપાળા હતા. (૨) શ્રી ચંદ્રસૂરિ : જેઓ રાજા સિદ્ધરાજના લાટ દેશના વિત્તમંત્રી હતા. તેમણે રાજમુદ્રા છોડી દઈ સાધુસુદ્રા ગ્રહણ કરીને જૈનધર્મની પ્રભાવના તેમ જ મુણિસુન્વયચરિયું, સંગહણીસુત્ત અને લઘુસમાસ ગ્રંથની રચના કરી હતી. (૩) શ્રી વિબુધસૂરિ : તેઓ પણ લાટ દેશના મંત્રી હતા. તેમણે કેટલાક ગ્રંથનું સંશોધન કર્યું હતું. (૪) પં. લક્ષ્મણગણિ. તેમણે વિ. સં. ૧૧૯૯ ના માંડલમાં સુપહિનાહચરિયું ગ્રંથાગ ૧૦૦૦૦ પ્રમાણુ રચ્યું હતું. 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત આમ, મલધારી શ્રી હેમચંદ્રસૂરિ તેમના સમયમાં સમર્થ આચાર્ય હતા. તેઓશ્રીએ સાત દિવસના અનશનપૂર્વક પાટણમાં સ્વર્ગવાસ સ્વીકાર્યો. તેમના ગ્રંથને આધારે તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. પુણ્યપ્રભાવી, જિનામના પારગામી અને મહાન વાદવિજેતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજી મહારાજ આબૂ પર્વતની નૈઋત્ય દિશામાં 25 માઈલ દૂર રાજસ્થાનમાં મંડાર નામે ગામ છે. મંડાર ગામ પૂર્વે મડ્ડાહડા, મદહત, મદાર, મડાર વગેરે નામે પ્રસિદ્ધ હતું. ત્યાં વીરનાગ નામે શ્રેષ્ટિ રહેતું હતું. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ શ્રી મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું. એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પિતાના મુખમાં ચંદ્રમાને પેસતા જે. ને તેણે વિ. સં. ૧૧૪૩ના માઘ વદિ ના હસ્ત નક્ષત્રમાં પૂર્ણ ચંદ્ર નામના બાળકને જન્મ આપે. આ બાળક પૂર્ણ ચંદ્ર તે જ ચરિત્રનાયક શ્રી વાદિદેવસૂરિ મહારાજ એક વાર ભયંકર દુષ્કાળ પડતા શ્રેષ્ટિ વિરનાગ પરિવાર સાથે મંડાર છોડી ભરૂચ આવીને વસ્યા. તે સમયે શ્રી મુનિચંદ્રસૂરિ પણ ભરૂચમાં હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકેએ વીરનાગ પિરવાલને બધી રીતે સહાય આપી. વીરનાગ ત્યાં વેપાર-ફેરી કરવા લાગ્યું. પૂર્ણ ચંદ્ર પણ અવારનવાર સાથે જતા હતા. એક વાર કઈ શેઠ પિતાના સેનામહોરે અને સિક્કા દુર્ભાગ્ય કેલસા અને પત્થર બની જતાં, તેને નકામાં સમજી ઉકરડે નાખી રહ્યા હતા. બાળક પૂર્ણચંદ્ર તે જોયું, અને વિસ્મય પામી કહ્યું કે, “આપ આ કિંમતી સુવર્ણ અને દ્રવ્યને કેમ ફેંકી રહ્યા છે?” શેઠ સમજદાર હતા. તેમને થયું કે આ કેઈ પુણ્યશાળી બાળક છે. જે સુવર્ણ–સિકકા અને કાંકરા-કેલા રૂપે દેખાય છે, તે આ બાળકને તેનાં અસલી રૂપમાં દેખાય છે. શેઠે આ રહસ્ય પામી, વાંસની છાબ બાળકને આપતાં કહ્યું કે, “હે ભાગ્યવાન ! તું આ સુવર્ણ–સિક્કા છાબમાં ભરી ભરીને મને આપ” બાળક પૂર્ણ ચંદ્ર તે પ્રમાણે કર્યું. તેના હાથે કાંકરાકેલા સુવર્ણસિકકા બની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સેનામહોર આપી. પિતા વીરનામે આ સર્વ વૃત્તાંત આચાર્ય મુનિચંદ્રસૂરિને જણાવ્યું. બાળક પૂર્ણ ચંદ્રમાં કેઈ ઉત્તમ પુણ્યાત્માની ઝાંખી કરાવે તેવાં દિવ્ય લક્ષણે જાણ, શાસનન્નતિને અહર્નિશ વાંચ્છનારા આચાર્ય મુનિચંદ્રસૂરિએ શ્રેષ્ઠિ વીનાગને કહ્યું કે –“તમારે પુત્ર ઘણે પુણ્યશાળી છે. જે તે સાધુ થાય તો સ્વ-પરના કલ્યાણપૂર્વક જિનશાસનની ભારે ઉન્નતિ કરશે. માટે તમે તમારે પુત્ર શ્રમણસંઘને અર્પણ કરે.” આ વાત સાંભળી શ્રેષ્ઠિ વીરનાથે કહ્યું કે- “ગુરુદેવ હું વૃદ્ધ થયા છે. તેની માતા પણ વૃદ્ધ છે. અમારે એક જ પુત્ર છે. અમારી વૃદ્ધાવસ્થાને એ આધાર છે. તે અમારાથી પુત્રને ત્યાગ કેમ થઈ શકે ?" શ્ર. 32 2010_04