Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શ્રમણભગવંત ૨૭ દેરાસરને પાછી અપાવી હતી. એક દિવસ રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી અતિ પ્રસન્ન થઈ દર સાલ વર્ષના ૮૦ દિવસે માં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. આચાર્ય દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકમાં આ રીતે રજૂ કરે છે : “માલધારી શ્રી અભયદેવસૂરિના પટ્ટરૂપી આકાશમાં શ્રી હેમચંદ્ર રૂપી ચંદ્ર ઊગ્યું. રાજા સિદ્ધરાજે તેને વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યાં.” શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુંજયતીર્થને છરી પળ યાત્રાસંધ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલી (વંથલી)માં પડાવ નાખ્યું. સંધના પુરુષ અને સ્ત્રીઓ મૂલ્યવાન વસ્ત્રો અને રત્નજડિત દાગીના પહેરી દેરાસરમાં દર્શન-પૂજાદિ કરી રહ્યાં હતાં. સંઘપતિ પાસે ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. પાસવાનેએ પણ રાજાને ચડાવ્યું કે, “રાજન ! સમજી લે કે ગુજરાત–પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષમી તને ચાલે કરવા આવી છે. માટે રાજન ! આ સંઘને લૂંટી લે. તારે ખજાને છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.” આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વકાંઈ લૂંટી લેવાને મનસૂબો કરી લીધે. પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને માટે ડર હતા, તેથી શું કરવું તે વિસામણમાં પડી ગયું. તેણે સંઘને જાણી-જોઈને એક દિવસ વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહિ. બીજે દિવસે રાજકુટુંબમાં કઈ મેટું મરણું થયું. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે દિલાસાના બહાને રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપે. તેને નીતિનો માર્ગ દર્શાવ્યું. રાજાએ પણ આ ઉપદેશથી પ્રભાવિત અને પ્રસન્ન થઈ પિતાને વિચાર બદલી નાખે. - ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જેમ શાકંભરીના રાજા પૃથ્વીરાજ અને મહારાજા ભુવનપાલ પણ તેમના પરમ ભક્ત હતા. ગ્રંથરચના : મલધારી હેમચંદ્રસૂરિ પ્રભાવક પ્રવચનકાર તેમ જ સમર્થ ગ્રંથકાર હતા. વિશેષાવશ્યક વૃત્તિની પ્રશસ્તિમાં તેમણે સ્વરચિત દસ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનું પ્રમાણ લગભગ લાખ શ્લેક જેટલું થાય છે. આ ગ્રંથની વિગત નીચે મુજબ છે : (૧) આવસ્મય ટિપ્પણકઃ જેનાં બીજાં નામ “આવશ્યક પ્રદેશ વ્યાખ્યા અને હરિભદ્રીયાવશ્યકવૃત્તિ-ટિપ્પણ પણ છે. એનું ગ્રંથમાન ૫૦૦૦ પરિમાણ છે. (૨) સાંગ કમ્પગંથ વિવરણ : ગ્રંથમાન ૪૦૦૦ પરિમાણ. (૩) આણુએગદાર સુત્તવૃત્તિ : ગ્રંથમાન ૬૦૦૦ પરિમાણ છે. અનુગદ્વારના સૂત્રોની ગહનતાને સરળ અને વિસ્તૃત રીતે સમજાવતી વ્યાખ્યા અને આગમના મર્મસ્પશી વિવેચનથી પણ જાણી શકાય કે ગ્રંથકાર આગમના મર્મજ્ઞ છે. (૪) ઉવએ માલા-પુષ્પમાલા પગરણ મૂલ : આ એક પ્રકારે બૃહદ્ કથાકેલ છે. આમાંની કેટલીક કથાઓ ઉદ્દધૃત છે, કેટલીક કથાઓ સ્વરચિત છે. કથા-સાહિત્યને આ એક મેટે પ્રજાને છે. (૫) પુષ્કમાલા પત્તવૃત્તિ : ગ્રંથમાન ૧૪૦૦૦ પરિમાણ છે. દાન, શીલ, તપ અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4