Book Title: Haribhadranu Gyantattvachintan
Author(s): Rasiklal C Parikh
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન : ૨ અચિન્ય' ખરું, પણ એમની વિચારયોજનામાં જ્ઞાનસાધનોની મર્યાદા અહીં પૂરી થતી નથી. એમના જ્ઞાનતત્વના નિરૂપણમાં બીજી એક ભૂમિકા છે—જ્યાં આ “અચિન્ત” અનુભવગોચર થાય છે, જ્ઞાત થાય છે. શ્રી હરિભદ્રસૂરિને જ્ઞાનની આ બીજી ભૂમિકા યોગિસ્તાનમાં દેખાઈ છે. એમનાં યોગવિષયક ગ્રંથોમાં આ તત્વ તરી આવે છે. આવા જ્ઞાનતત્વનું વિવેચન સંક્ષેપમાં, પણ વિશદતાથી, યોગદષ્ટિસમુચ્ચયમાં છે; ખાસ કરીને “દીપ્રા નામની ચોથી યોગદષ્ટિના નિરૂપણપ્રસંગે. એમણે બોધના ત્રણ પ્રકારો પાડ્યા છે: બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ, બુદ્ધિ એ ઇકિયાર્થાશ્રયા–એન્દ્રિય અને આશ્રયે પ્રવર્તતો બોધ છે. આગમ અર્થાત તે તે વિષયના શાસ્ત્રગ્રંથો(આજની ભાષામાં તે તે વિષયના સાયન્સ ગ્રંથો)માંથી મળતો બોધ તે જ્ઞાન; અને અસંમોહ એટલે સદનુકાનથી, સાચા અનછાનથી, ક્રિયા કરવાથી, પ્રયોગથી, થતો બોધ તે અસંમોહ. ઉ૦ ત., રત્નનો આંખથી થતો બોધ બુદ્ધિ, એ રન છે એમ શાસ્ત્રપૂર્વક થતો બોધ એ જ્ઞાન, અને તેને પ્રાપ્ત કરી પરીક્ષાથી નિર્ણત થતો સ્પષ્ટ બોધ એ અસંમોહ. बुद्धिर्ज्ञानमसमोहस्त्रिविधो बोध इष्यते ॥११८॥ इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ ११९ ॥ रत्नोपलम्भतज्ज्ञानतत्प्राप्त्यादि यथाक्रमम्। इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥१२०॥ સદનોઠાન.જેનાથી અસંમોહ બોધ થાય તેનાં ચિહ્ન એ કે ઇષ્ટ પદાર્થો વિષે આદર-એટલે કે ખાસ પ્રયત્ન—ચનાતિશય–તે કરવામાં પ્રીતિ, વિવિધ રીતે સંપત્તિની પ્રાપ્તિ (અર્થાત ઈષ્ટરૂપી સંપત્તિની પ્રાપ્તિ), ઈષ્ટ વિષે જિજ્ઞાસા અને ઇષ્ટની સેવા આદિ. અસંમોહ એટલે કે કોઈપણ જાતના આવરણથી રહિત, સ્પષ્ટ, સ્વચ્છ, પ્રત્યક્ષબોધ જે અનુષ્ઠાનથી-કર્મક્રિયાથી–પ્રાપ્ત થાય તેનાં આ લક્ષણ છે? आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः। जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥ બોધના આ ભેદો પ્રમાણે માનવોના કર્મભેદો થાય છે, અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાનથી જ ફક્ત વર્તનારનું વર્તન અને સદનુષ્ઠાનરૂપી પ્રયોગસિદ્ધિથી મળતા સ્પષ્ટ જ્ઞાનથી વર્તનારનું વર્તન–એકબીજાથી જુદું પડી જાય છે. तद्भेदात् सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ ११८॥ સાંસારિક કમ બુદ્ધિપૂર્વક હોય છે—અર્થાત કર્મશાસ્ત્રના જ્ઞાનપૂર્વક થયાં હોય તો કુલયોગિઓને મુક્તિનું અંગ બને છે (એટલે કે જે કુલયોગિઓ નથી એમને નહિ); આ જ્ઞાનપૂર્વક કર્મો અસંમોહથી થયાં હોય તો તે એકાન્ત પરિશદ્ધ હોવાથી નિર્વાણનું ફલ આપનારાં છે. (૧૨૪) આચાર્ય હરિભદ્ર એમની આ બોધમીમાંસા સંસાર અને સંસારાતીત નિર્વાણ તત્ત્વ પરત્વે ઘટાડે છે. પરંતુ આ સંસારાતીત અતીન્દ્રિય નિર્વાણતજ્ય કયા જ્ઞાનનો વિષય બની શકે એ ખુલાસો કરવો હજી બાકી રહે છે. તે વિષે તેમનું પ્રતિપાદન છે કે निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च ॥ १४१ ॥ नचानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः। - ન વા નિશ્ચયઃ સયચત્રાવાઝુદ્દીન | ૨૪૨ ,, આચાર્ય હરિભદ્ર ધીધન-બુદ્ધિધન-કહેતાં ભર્તુહરિનો હવાલો આપી કહે છે કે આ અર્થવિષય તવદષ્ટયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10