Book Title: Haribhadranu Gyantattvachintan
Author(s): Rasiklal C Parikh
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્વચિંતન : ૩ કારણત્વના ચોકઠામાં મૂકી મતિયતા અર્પે છે. આ જ્ઞાન તે એસ્પિરિકલ નોલેજ. ઇન્દ્રિયો દ્વારા જેમની સામગ્રી મળતી નથી એવા વિષયો જે હોય તો તે મતિ જ્ઞાનની બહાર છે. આ વિચારસરણી આગળ વધતાં અયવાદ(ગ્નોસ્ટિસિઝમ) અને જ્ઞાનોપપ્તવવાદ(સ્કેટિસિઝમ)ને પ્રકટ કરે છે. એમાંથી બચવાની ઈચ્છા, વિજ્ઞાનનું સંભાવ્યતાનું (પ્રોબેબિલિટિનું) ધોરણ ઊભું કરે છે. પણ વિજ્ઞાન(સાયન્સ) અતીન્દ્રિયજ્ઞાનને અવગણે છે; તો બીજી દિશામાં અતીન્દ્રિય વિષયો પર આસ્થા અને ઈન્દ્રિય વિષયો પર અતિસંગત તર્કવાદ–રેશનાલિઝમ-નો માર્ગ સ્વીકારીને સાંસારિક અને પારલૌકિક વ્યવહાર સુગમ બનાવાય છે; અર્થાત સાંસારિક વ્યવહાર ઈન્દ્રિયો દ્વારા મળતી સામગ્રીને મતિ જે જ્ઞાનરૂપ આપે તેને આધારે ચાલે છે, ધાર્મિક કે પારલૌકિક વ્યવહાર પરંપરાગત કે પોતે વિચારપૂર્વક સ્વીકારેલી આસ્થા(ફેઈથ) ઉપર નિર્ભર છે. આ વિચારસરણીઓમાં એક બાબત સંમત છે? આત્મા, ઈશ્વર આદિ વિષયો અતિગમ્ય નથી – ભલે એમને આસ્થાનો વિષય બનાવો. એ આસ્થાનો આધાર શાસ્ત્રગ્રંથો છે. શાસ્ત્રગ્રંથોની પ્રામાણિક્તાનો આધાર તે ઈશ્વરપ્રકાશિત છે અથવા સર્વજ્ઞભાષિત છે એવી કોઈ માન્યતા ઉપર છે. પરંતુ આવી માન્યતા પણું આસ્થાને જ અવલંબે છે. આવી સમગ્ર વિચારસરણી માટે પણ મતમતાંતર અપરિહાર્ય છે. કારણ કે માણસ પોતાની ઇન્દ્રિયશક્તિના અને બુદ્ધિશક્તિના માપમાં મળતા જ્ઞાનને પોતાનું જ્ઞાન સમજી પ્રત્યક્ષવત વ્યવહાર કરે; પરંતુ આસ્થા એ પરોક્ષ છે. એને પરંપરાના બળે માનવ વળગી રહે–અર્થાત કે રાગદ્વેષને આધારે–પોતાની પરંપરાગત આસ્થા સાચી, બીજાની જૂઠી, એ રીતે. કજિયાનું મોં કાળું” એવું વ્યવહારથીપણું અથવા “આ કહે છે એ સાચું અને તે કહે છે એ ત્ર એક પ્રકારનું માધ્યશ્મ કે સમત્વ પ્રકટાવી શકે છે અને એને વળગી રહી શકે છે, અને વ્યવહારમાં ઝગડા ટાળી શકે છે. બીજું એક માનસિક સમત્વ પણ સંભવે છે: એક વિચારસરણી સળંગ સાચી નથી, દરેકમાં અંશતઃ સત્ય અર્થાત વ્યવહારક્ષમતા હોય છે અને વ્યવહારક્ષમ તે સત્ય એટલે કોઈ એક વિચારસરણીએ બીજી કોઈ વિચારસરણી ઉપર આક્રમણ કરવું નિરર્થક છે– એવા ખ્યાલ પણ સમત્વ રખાવી શકે છે. આ બધું સમત્વ આભાસ છે, સમત્વ નથી. સાચું સમત્વ તો વસ્તુસત્યમાં એવું દર્શન થાય કે વ્યવહારમાં વિવિધ અને વિરુદ્ધ દેખાતું અવિરુદ્ધ છે, એક છે. એમ એ દેખાય તો જ સમત્વ સહજ રીતે આવે. પરંતુ આ જાતના દર્શનને પાશ્ચાત્ય જ્ઞાનતત્ત્વની ફિલસૂફીમાં (એપિસ્ટમૉલૉજીમાં) સ્થાન નથી. એને મિસ્ટિસિઝમ નામે કાં તો આવકાર્યું છે કે બહુધા અવગણ્યું છે. - હીતમાં ઇન્દ્રિયગમ્ય વિષયસામગ્રી ઉપરથી મતિએ ઊપજાવેલા જ્ઞાનની (એસ્પિરિકલ નૉલેજની) આ મર્યાદા છે; અને જેઓ એમાંથી બહાર જઈ શકતા નથી અથવા એમાં જ સંતુષ્ટ છે તે બધાની આ મર્યાદા છે; “આસ્થાને એમાં સ્થાન આપી અમુક આશ્વાસન મેળવી આત્મા, ઈશ્વર, સત્ય, ધર્મ આદિ પદાર્થોનો વ્યવહાર કે કરી લેવાય છે. પરંતુ એમાં કોઈ સત્યપ્રતિષ્ઠાનું દર્શન છે એમ કહેવાય નહિ. ૨ શબ્દાર્થ તવના પૃથક્કરણ ઉપર ઊભી થયેલ એક વિચારસરણી મેટાફિઝિકસ માત્રને non-sense અર્થાત “અનર્થક કે વ્યર્થ ગણે છે. ૩ સહજ અસ્તિત્વની કોએઝિરટન્સની વર્તમાન રાજકીય વિચારસરણીનો એક આધાર આ તત્ત્વ છે; બીજે આધાર એ કે– કે અમારી સામ્યવાદી કે મૂડીવાદી લોકશાહી જ સાચી છે, છતાં હિંસાત્મક ઝગડામાં અત્યારની સ્થિતિમાં સર્વનાશ હોવાથી પરસ્પરને પૃથ્વી ઉપર સાથે જીવવાં દેવાં અને વિચારસરણીઓને પોતાનું-બલાલ પ્રકટ કરવા દેવું, વિચારની ભૂમિકા ઉપર જ, ભૌતિક બળની નહિ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10