Book Title: Haribhadranu Gyantattvachintan Author(s): Rasiklal C Parikh Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ હું : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ અનુમાનનો વિષય જ નથી. અનુમાનથી ખીજી બાબતોમાં પણ સમ્યગ્ નિશ્ચય થઈ શકતો નથી. અતીન્દ્રિયાર્થનો તો યોગિનાન વિના નિશ્ચય છે જ નહિ. અતીન્દ્રિય વિષયોમાં અનુમાનને અવકાશ નથી કારણ કે એનાથી કોઈ સર્વસંમત થાય એવા નિર્ણય ઉપર અવાતું નથી. આજની પરિભાષામાં કહીએ તો જેવું ઇન્દ્રિયજ્ઞાનાવલંબી ભૌતિક વિજ્ઞાનમાં સર્વ-વૈજ્ઞાનિક-સંમતિ તરફ જવાય છે, પ્રત્યક્ષતાની કસોટીને કારણ; તેવું એ ભૌતિક વિજ્ઞાનની પાછળ કપાતા તત્ત્વો કે નિયમો એક પ્રકારે, અથવા ખીજે પ્રકારે આત્મા, ઈશ્વર, ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થો અને એમની પાછળ રહેલા નિયમો કે તત્ત્વો, સમસ્ત વિશ્વનું તત્ત્વ કે તત્ત્વો, નિયમ કે નિયમો પરત્વે સંમતિની દિશા તરફ જવાતું નથી, કેવળ અનુમાનથી એ દિશા જડતી નથી. કાન્ટને ફિલસૂફીની સમાલોચનામાં ભિન્નભિન્ન મેટાફિઝિશિયનો પરસ્પરખંડન કરતા દેખાયા, તેમ ધીધન ભર્તૃહરિને પણ દેખાયા લાગે છે. એનો હવાલો આપી આચાર્ય હરિભદ્ર કહે છે. કુશળ અનુમાતાઓ યત્નથી અમુક અર્થને અનુમિત કરે છે, તો ખીજા વધારે કુશળ તાર્કિકો એને ખીજી જ રીતે ઉપપાદિત કરે છે. અતીન્દ્રિય પદાર્થો જો હેતુવાદથી જણાતા હોત તો આટલા કાળમાં પ્રાજ્ઞોએ તેમનો નિશ્ચય કરી લીધો હોત.” * : यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । અમિયુત્તરરચૈન્યથૈવો વાતે || ૨૪૨ || ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १४४ ॥ આમાં શાસ્ત્રપંડિત હરિભદ્રનો અંગત અનુભવ દેખાતો નથી ? પણ આવો નિશ્ચય થયો નથી, તેથી શુષ્કતšગ્રહ, મિથ્યાભિમાનનો હેતુ થતો હોવાથી ' મહાન ’ મોટો છે, ભારે છે, (ટી૰ અતિરૌદ્ર) છે. મુમુક્ષુઓએ એને છોડી દેવો જોઈ એ ઃ न चैतदेवं यत् तस्माच्छुष्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात् त्याज्य एव मुमुक्षुभि: ॥ १४५ ॥ હરિભદ્રસૂરિની જ્ઞાનતત્ત્વની આ મીમાંસા છે. ઉપર આપણે જોયું કે કાન્ટની વિચારસરણી પ્રમાણે રીઝન(Reason)ની આ મર્યાદા છે. એ રીઝન એટલે કે ઇન્દ્રિયાર્થજ્ઞાન-નિર્ભર-અનુમાનપરંપરા, તર્કપરંપરા. અતીન્દ્રિયવિષયો—આત્મા, ઈશ્વર, ધર્મ આદિ માટે તો ફેઈથ (માસ્થા——ગૉસ્પેલના શાસ્ત્ર ઉપર આસ્થા) જ આલંબન છે. પણ શાસ્ત્રો પરોક્ષ છે, આસ્થા પરીક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાનમૂલક બુદ્ધિ કે બોધના જેવું અતીન્દ્રિયનું નિશ્ચયજ્ઞાન તો યોગિનાનમાં જ છે. આમ આચાર્ય હરિભદ્રે ઇન્દ્રિય, આગમ અને સદનુòાનથી થતા અનુક્રમે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એવા ખોધનાં ત્રણ પ્રકારો કપી ઇન્દ્રિયવિષયક જ્ઞાન તથા તન્નિર્ભર અને તત્પર્યવસાયી અનુમાનનું એક ક્ષેત્ર કપ્યું, અતીન્દ્રિય માટે તો ઇન્દ્રિયો નથી જ એટલે અનુમાનથી એનો તર્ક કરી શકાય એવો સંભવ રહે—જેમ જગતના લિસૂફો કરતા આવ્યા છે. પણ હરિભદ્રસૂરિ ધાધન ભર્તૃહરિનો હવાલો આપી કહે છે કે અતીન્દ્રિયાર્થ અનુમાનનો વિષય જ ન બની શકે. અતીન્દ્રિય વિષે જો કાંઈ જાણી શકાય તો તે યોગિનાનમાં જ. પશ્ચિમની પરિભાષામાં કહીએ તો મિસ્ટિકના જ્ઞાનમાં. આ રીતે હરિભદ્રસૂરિની જ્ઞાનતત્ત્વની મીમાંસા ઇન્દ્રિયજ્ઞાન, અનુમાન, આગમ અને યોગિનાનની ભૂમિકાઓમાં વ્યાપ્ત થાય છે, તેમને સાંકળી લે છે. Jain Education International एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्थास्तथा चाह महामतिः ॥ १०० ॥ જેમાં આસ્થા છે એવા આગમનો મુખ્ય આધાર રાખનાર સમ્રુદ્ધાયુક્ત શીલવાન પુરુષ યોગતત્પર For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10