Page #1
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન
રસિકલાલ છોટાલાલ પરીખ
૧
ભારતનાં પ્રાચીન ચિંતકોમાં વૈદિક-જૈન-બૌદ્ધમાં આચાર્ય હરિભદ્રનું (ઈ. સ૦ ૭૦૧થી ૭૭૧) ચિંતન વિશિષ્ટ પ્રકારનું છે. આ પ્રાચીન સૂરિ પરત્વે આધુનિક વિદ્વાનો અને ચિંતકોએ પૂરતું ધ્યાન આપ્યું નથી,એ વિષે પંડિત ડૉ॰ સુખલાલજીએ તેમનાં ક્કર વસનજી વ્યાખ્યાનોમાં યોગ્ય રજૂઆત કરી છે.
આચાર્ય હરિભદ્ર વિષે જે કથાઓ પરંપરામાં ઊતરી આવી છે તેમાંથી તેમનું જીવન પણ વિશેષ કોટિનું તરી આવે છે. જન્મે, સંસ્કારે અને શિક્ષણે બ્રાહ્મણ એવા એ મેવાડવાસી પંડિત યાકિની મહત્તરા નામે જૈન સાધ્વીના ધર્મપુત્ર બન્યા અને પોતાને વિનીમદ્દત્તાજૂનુ નામે પ્રસિદ્ધ કરવામાં ગૌરવ લીધું,——એ કલ્પનાને ઉત્તેજિત કરે એવી એમની જીવનઘટના છે. એ પ્રસંગ વિષેની કથામાં જે સચવાયું છે તેના કરતાં એમાં ઘણું વધારે હોવું જોઈ એ એમ ઐતિહાસિક પ્રતિભાને સ્ફુરણુ થાય એવો એ પ્રસંગ છે.
૨
પંડિત ડૉ॰ સુખલાલજીએ વસનજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રના બૌદ્ધિક જીવનની તલસ્પર્શી અને વિશદ સમાલોચના કરી છે. તેમણે હરિભદ્રને ‘ સમદર્શી ’ એવું બિરુદ આપ્યું છે. આ સમદર્શીપણું આચાર્ય હરિભદ્રમાં અનુભવની કઈ ભૂમિકામાંથી, જ્ઞાનના કયા ક્ષેત્રમાંથી ઉદ્ભવ્યું સંભવે એનો વિચાર કરવાનો મારો પ્રયત્ન છે; જો કે પંડિતજીએ કહ્યું છે તેનાથી ખીજું કાંઈ કહેવાનું થશે એમ લાગતું નથી; ફક્ત મારી પોતાની સમજ માટે આ એક પ્રકારનું સ્પષ્ટીકરણ છે.
૩
આ દાર્શનિકની તાર્કિકતામાં જીવનપ્રાણ સ્ફુરતો દેખાય છે.
લાગણીઓને બાજુ ઉપર રાખી પ્રસરતો વિચારપ્રવાહ શુષ્ક થાય તો એ યોગ્ય કહેવાય—એવી શુષ્કતા અને કર્કશતા એનું લક્ષણ બને એ આવશ્યક ગણાય; છતાં આ તર્કવ્યાયામનું પણ જીવનલક્ષ્ય
સુગ્રં૦ ૧
Page #2
--------------------------------------------------------------------------
________________
૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ન્ય હોય છે; અને તે સત્યપ્રાપ્તિનું. ફિલસૂફીના ઇતિહાસમાં અનેક નાનામોટા ચિંતકોના વિચારપ્રવાહો ચાલ્યા આવે છે. તે વિષે અનેક “ગ્રહોને કારણે ચિંતકો રાગદ્વેષથી મુક્ત રહી શક્તા નથી, અને કષાયથી કલુષિત થયેલી આવી તર્કપરંપરા સત્ય જોઈ શકતી નથી; તો વળી કેવળ શ્રદ્ધાના જોરે વિચાર કરનારા એ શ્રદ્ધા માટે હેતુઓ શોધવાના પ્રયત્નને સાર્થક ગણતા નથી. આમ મતમતાર પ્રવર્તમાન રહે એ અનિવાર્ય છે, પરંતુ સત્યશોધકનો મત રાગદ્વેષથી પ્રેરાયેલા સ્વીકાર કે ત્યાગથી દૂષિત થયેલો ન હોય, અને સત્યજિજ્ઞાસુમતિને હેતુપૂર્વકતાથી સંતોષ આપે એવો હોય એ ઇષ્ટ છે! આનું સ્પષ્ટ ભાન શ્રી હરિભદ્રસૂરિને દાર્શનિક તર્કજાલમાંથી નીકળવાના પ્રયાસમાં થયું લાગે છે. હેતુપુરઃસર તર્ક ચાલે એ તો આ બ્રાહ્મણ પંડિતની સહજ રુચિ આવશ્યક ગણે, પણ સત્યજિજ્ઞાસાની મથામણ એને સૂચવે કે આ બધો પ્રયત્ન મતિ રાગદ્વેષપ્રેરિત પક્ષપાતથી મુક્ત રહી શકે એટલા માપમાં જ સફલ થાય, અર્થાત સત્ય ફલા આચાર્ય હરિભદ્ર લોકતત્વનિર્ણય ગ્રંથ રચતાં ઉતાર કયો કે–
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
યુરિમાનં ચચ તત્ય : પરિપ્રદુ || ૨૮' (પૃ. ૯૮). આ ઉદગાર અને તેની આગળ-પાછળના શ્લોકોમાં વ્યક્ત થયેલી ભાવનાઓ કેવા મનોમન્થનમાંથી પ્રકટ થઈ હશે એ જાણવાનાં પ્રમાણ મળવાં અશક્યવત છે; પણ જેમણે થોડોક પણ સત્યની લાલસાથી મૂંઝાઈને ચિન્તનપ્રયાસ કર્યો છે તેમની કલ્પનામાં એ મનોમંથન ન આવે એવું નથી.
- આચાર્ય હરિભદ્રનું ચિંતન “યુક્તિમત્તાથી અટકતું નથી. સમત્વપૂર્વક હેતુયુક્ત વિચારણા કર્યા છતાં પણ મતમતાન્તર રહે છે; આવાં મતાન્તર રહેવાનું કારણ શું? ફિલસૂફીના ઈતિહાસમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયા જ કરે છે. સ્વસ્થતાથી પ્રવર્તતી તત્વજિજ્ઞાસા પણ આવાં મતાન્તરો ટાળી શકતી નથી. સુપ્રસિદ્ધ જર્મન ફિલસૂફ કાન્ટને આ પ્રશ્ન ખૂબ મૂંઝવ્યો હોય એમ લાગે છે. પોતાની પૂર્વનાં ફિલસૂફોનાં તત્ત્વજ્ઞાનોની સમાલોચના કરતાં એને એમ દેખાયું કે તેઓ પરસ્પરના તત્ત્વજ્ઞાનને ખંડિત કરતા હોય છે. આ પરસ્પરખંડન બધાં રાગદ્વેષથી નહિ; કેટલાકનું તો હેતુપૂર્વક તર્કથી થયેલું દેખાયું હશે. આ વિરોધના નિરાકરણને શોધતા એને એમ લાગ્યું હશે કે આવો પરસ્પરવિરોધ અપરિહાર્ય છે, એથી કાને આ જાતના તર્કપ્રવાહને વિસ્તારતી “મતિ (“રીઝન')ની મર્યાદાઓ તપાસવાનું ચિંતન કર્યું, જે એના “ક્રિટિક ઑફ યોર રીઝન માં પલ્લવિત થયું છે. જે પરમ તત્વો વિષે ફિલસૂફોએ ચિંતનપ્રયાસ કર્યા છે, અને જેને વિષે તેઓ એકમત કે સંમત થઈ શકતા નથી તે “રીઝન'(“મતિ)ની શક્તિ બહારના છે એવા અભિપ્રાય ઉપર એ આવ્યો. કાલ, આકાશ, દિ, કાર્યકારણુભાવ-આ તત્ત્વોને અતિ સિદ્ધ કરી શકે નહિ, તેમને ગૃહીત કરીને જ મતિ આગળ ચાલે છે; એટલે દિક, કાલ, કારણકાર્યભાવ આદિનાં ઉપરની ભૂમિકા જો કોઈ હોય તો તે મતિને અગ્રાહ્ય છે. એટલે જે પદાર્થો સ્વભાવથી જ મતિને અગ્રાહ્ય છે તેમને વિષેનું ચિન્તન કેવી રીતે નિર્ણચકોટિનું બને? આથી જ દિકાલાદિથી પર એવા પદાર્થોને આત્મા, ઈશ્વર, આચારધર્મ આદિને મતિ સિદ્ધ ન કરી શકે, તેમને આસ્થાથી (ફેઈથથી) સ્વીકારીને જ માણસે ચાલવું જોઈએ.
જ્ઞાનતત્વના આ નિરૂપણ પ્રમાણે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સામગ્રીને દિકકાલ અને કાર્ય
૧ વીરમાં પક્ષપાતે ના, ના દ્વેષ કપિલાદિમાં
હેતુસંગત જે બોલે, ઘટે સ્વીકાર તેહનો. યો. બિ• ટીકા. પૃ ૧૬ યુવસ્થા-ઉપવા; કૃ૦ ૨૧ યુ િદેતા
Page #3
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્વચિંતન : ૩ કારણત્વના ચોકઠામાં મૂકી મતિયતા અર્પે છે. આ જ્ઞાન તે એસ્પિરિકલ નોલેજ. ઇન્દ્રિયો દ્વારા જેમની સામગ્રી મળતી નથી એવા વિષયો જે હોય તો તે મતિ જ્ઞાનની બહાર છે. આ વિચારસરણી આગળ વધતાં અયવાદ(ગ્નોસ્ટિસિઝમ) અને જ્ઞાનોપપ્તવવાદ(સ્કેટિસિઝમ)ને પ્રકટ કરે છે. એમાંથી બચવાની ઈચ્છા, વિજ્ઞાનનું સંભાવ્યતાનું (પ્રોબેબિલિટિનું) ધોરણ ઊભું કરે છે. પણ વિજ્ઞાન(સાયન્સ) અતીન્દ્રિયજ્ઞાનને અવગણે છે; તો બીજી દિશામાં અતીન્દ્રિય વિષયો પર આસ્થા અને ઈન્દ્રિય વિષયો પર અતિસંગત તર્કવાદ–રેશનાલિઝમ-નો માર્ગ સ્વીકારીને સાંસારિક અને પારલૌકિક વ્યવહાર સુગમ બનાવાય છે; અર્થાત સાંસારિક વ્યવહાર ઈન્દ્રિયો દ્વારા મળતી સામગ્રીને મતિ જે જ્ઞાનરૂપ આપે તેને આધારે ચાલે છે, ધાર્મિક કે પારલૌકિક વ્યવહાર પરંપરાગત કે પોતે વિચારપૂર્વક સ્વીકારેલી આસ્થા(ફેઈથ) ઉપર નિર્ભર છે.
આ વિચારસરણીઓમાં એક બાબત સંમત છે? આત્મા, ઈશ્વર આદિ વિષયો અતિગમ્ય નથી – ભલે એમને આસ્થાનો વિષય બનાવો. એ આસ્થાનો આધાર શાસ્ત્રગ્રંથો છે. શાસ્ત્રગ્રંથોની પ્રામાણિક્તાનો આધાર તે ઈશ્વરપ્રકાશિત છે અથવા સર્વજ્ઞભાષિત છે એવી કોઈ માન્યતા ઉપર છે. પરંતુ આવી માન્યતા પણું આસ્થાને જ અવલંબે છે.
આવી સમગ્ર વિચારસરણી માટે પણ મતમતાંતર અપરિહાર્ય છે. કારણ કે માણસ પોતાની ઇન્દ્રિયશક્તિના અને બુદ્ધિશક્તિના માપમાં મળતા જ્ઞાનને પોતાનું જ્ઞાન સમજી પ્રત્યક્ષવત વ્યવહાર કરે; પરંતુ આસ્થા એ પરોક્ષ છે. એને પરંપરાના બળે માનવ વળગી રહે–અર્થાત કે રાગદ્વેષને આધારે–પોતાની પરંપરાગત આસ્થા સાચી, બીજાની જૂઠી, એ રીતે. કજિયાનું મોં કાળું” એવું વ્યવહારથીપણું અથવા “આ કહે છે એ સાચું અને તે કહે છે એ
ત્ર એક પ્રકારનું માધ્યશ્મ કે સમત્વ પ્રકટાવી શકે છે અને એને વળગી રહી શકે છે, અને વ્યવહારમાં ઝગડા ટાળી શકે છે. બીજું એક માનસિક સમત્વ પણ સંભવે છે: એક વિચારસરણી સળંગ સાચી નથી, દરેકમાં અંશતઃ સત્ય અર્થાત વ્યવહારક્ષમતા હોય છે અને વ્યવહારક્ષમ તે સત્ય એટલે કોઈ એક વિચારસરણીએ બીજી કોઈ વિચારસરણી ઉપર આક્રમણ કરવું નિરર્થક છે– એવા ખ્યાલ પણ સમત્વ રખાવી શકે છે.
આ બધું સમત્વ આભાસ છે, સમત્વ નથી. સાચું સમત્વ તો વસ્તુસત્યમાં એવું દર્શન થાય કે વ્યવહારમાં વિવિધ અને વિરુદ્ધ દેખાતું અવિરુદ્ધ છે, એક છે. એમ એ દેખાય તો જ સમત્વ સહજ રીતે આવે. પરંતુ આ જાતના દર્શનને પાશ્ચાત્ય જ્ઞાનતત્ત્વની ફિલસૂફીમાં (એપિસ્ટમૉલૉજીમાં) સ્થાન નથી. એને મિસ્ટિસિઝમ નામે કાં તો આવકાર્યું છે કે બહુધા અવગણ્યું છે.
- હીતમાં ઇન્દ્રિયગમ્ય વિષયસામગ્રી ઉપરથી મતિએ ઊપજાવેલા જ્ઞાનની (એસ્પિરિકલ નૉલેજની) આ મર્યાદા છે; અને જેઓ એમાંથી બહાર જઈ શકતા નથી અથવા એમાં જ સંતુષ્ટ છે તે બધાની આ મર્યાદા છે; “આસ્થાને એમાં સ્થાન આપી અમુક આશ્વાસન મેળવી આત્મા, ઈશ્વર, સત્ય, ધર્મ આદિ પદાર્થોનો વ્યવહાર કે કરી લેવાય છે. પરંતુ એમાં કોઈ સત્યપ્રતિષ્ઠાનું દર્શન છે એમ કહેવાય નહિ.
૨ શબ્દાર્થ તવના પૃથક્કરણ ઉપર ઊભી થયેલ એક વિચારસરણી મેટાફિઝિકસ માત્રને non-sense અર્થાત
“અનર્થક કે વ્યર્થ ગણે છે. ૩ સહજ અસ્તિત્વની કોએઝિરટન્સની વર્તમાન રાજકીય વિચારસરણીનો એક આધાર આ તત્ત્વ છે; બીજે આધાર
એ કે– કે અમારી સામ્યવાદી કે મૂડીવાદી લોકશાહી જ સાચી છે, છતાં હિંસાત્મક ઝગડામાં અત્યારની સ્થિતિમાં સર્વનાશ હોવાથી પરસ્પરને પૃથ્વી ઉપર સાથે જીવવાં દેવાં અને વિચારસરણીઓને પોતાનું-બલાલ પ્રકટ કરવા દેવું, વિચારની ભૂમિકા ઉપર જ, ભૌતિક બળની નહિ.'
Page #4
--------------------------------------------------------------------------
________________
૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
ભારતીય વિચારસરણીમાં જ્ઞાનતત્ત્વ પર અનેક પ્રવાહો છે. એક વહેણમાં કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષનો સ્વીકાર, બીજામાં અતીન્દ્રિયપ્રત્યક્ષનો પણ સ્વીકાર અને એક કે બન્ને પ્રત્યક્ષો ઉપર આધાર રાખી ચાલતા અનુમાનનો સ્વીકાર; ત્રીજા વહેણમાં અનિર્વચનીયતા કે અવક્તવ્યતા, અને વળી ચોથામાં ઉપલવવાદ.
દાર્શનિક હરિભદ્રસૂરિ આ બધા વાદોમાં ઊંડા ઊતરેલા છે. એમણે એમની અનેકાન્તજયપતાકા આ વાદોનું અવગાહન કરી ફરકાવી છે.
પરંતુ જ્ઞાનતત્ત્વના નિરૂપણમાં સ્વસંસ્કૃતિમાં અમુક પરંપરા હોવી એ એક બાબત છે, તેનું કુશળ પંડિતો અવગાહન કરે એ અપેક્ષિત છે. તો એમાંથી કુશળ ચિંતકો એની પ્રમાણબદ્ધ વ્યવસ્થા કરે અંશોના સ્વીકાર–પરિહાર કરે, અથવા અને એમાંથી પોતાના અનુભવને સત્ય લાગે એવું તારતમ્ય યોજે
જી બાબત છે. એમાંથી જીવનદષ્ટિ કે ચિંતનદૃષ્ટિ પ્રકટ કરે એ વળી ત્રીજી બાબત છે. હરિભદ્રસૂરિએ આ ત્રિવિધ પ્રકારે ભારતીય તત્ત્વચિંતનનું પરિશીલન કર્યું છે.
આચાર્ય હરિભદ્રનાં ચિત્તવિકાસનાં સ્થાનકો જાણવાની આપણી પાસે કોઈ સ્વતંત્ર પુરાવા નથી. પરંતુ એમના ગ્રન્થો ઉપરથી અટકળ કરવાની છૂટ લઉં તો મને એમ લાગે છે કે એમના ચિંતનાત્મક જીવનનું એક મોટું સ્થાનક ચુત્તિમદ્ભવન ચરી તસ્ય ફાર્યઃ પરિપ્ર—એ ભાવનામાં વ્યક્ત થાય છે; એમાંથી અતિસંગત વિધાનોના સ્વીકારમાં રાગદ્વેષપ્રેરિત પક્ષપાતને બાજુ ઉપર રાખવાં જોઈએ એ એમણે પોતાને માટે ફલિત કર્યું હશે. એમને જિનપ્રતિપાદિત તત્ત્વજ્ઞાન સ્વીકાર્ય બન્યું કારણ કે એ એમની બુદ્ધિને સંગત લાગ્યું. પોતે બ્રાહ્મણ હતા, વૈદિક દર્શનોના જ્ઞાતા હતા, કપિલાદિ મુનિઓને શ્રમણ થયાં પહેલાં આદરપૂર્વક જોયા હશે, એ આદર શ્રમણ થયા પછી પણ ગયો નહિ હોય! છતાં વીરનું વચન એમને “યુક્તિમત” લાગ્યું એટલે એનો એમણે સ્વીકાર કર્યો. એમના ઉપાસ્ય દેવની કલ્પના પણ આ જ ધોરણે થઈ છે :
त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुर्भवति वरदः शङ्करो वा हरो (? जिनो) वा। यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ ३१ ॥४
(ઢોત૦ તિ) એમની મતિએ આ અને એની આગળપાછળના શ્લોકોમાં ક્યા ગુણવાળા દેવ “પૂજ્ય' છે એ શોધી કાઢયું છે. એમને નામની સાથે તકરાર નથી. એમની મતિ પૂજ્ય દેવમાં અમુક ગુણ માગે છે અને અમુક દોષ તિરસ્કારે છે. પણ એમની મતિ આટલું કહ્યા પછી એટલું સ્વીકારવા જેટલી પ્રામાણિક રહી છે કે એ ઉપાસ્ય દેવનું ચરિત “અચિન્ય અને “અસમ', “કોઈની સમાન નહિ, કોઈની સાથે સરખાવી શકાય નહિ” એવું છે.
પરંતુ જે “અચિન્ય છે તે જ્ઞાનનો વિષય નથી અને જે મતિજ્ઞાન અને એની “યુક્તિ નો વિષય નથી તેની ઉપાસના કરવી એટલે આકાશકુસુમની માળા પહેરવી.
શ્રી હરિભદ્રસૂરિને આ અજ્ઞાત ન હોય. એ અચિંત્યસ્વરૂપ ઇન્દ્રિયવિષયજ્ઞાન-નિર્ભર મહિને
૪ જેણે સ્વાર્થનો ત્યાગ કર્યો છે, જે પરહિતમાં રમમાણ છે, સર્વદા સર્વરૂપ, સકાર, વિવિધ અને એકસરખું નહિ
એવા વિશ્વને વિશેષે કરીને જાણે છે, જે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, વરદાન કરનાર શંકર હોય અથવા જિન હોયજેનું અસાધારણ અને અચિંત્ય ચરિત છે તેને હું ભાવથી ભજું છું.
Page #5
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન : ૨ અચિન્ય' ખરું, પણ એમની વિચારયોજનામાં જ્ઞાનસાધનોની મર્યાદા અહીં પૂરી થતી નથી. એમના જ્ઞાનતત્વના નિરૂપણમાં બીજી એક ભૂમિકા છે—જ્યાં આ “અચિન્ત” અનુભવગોચર થાય છે, જ્ઞાત થાય છે.
શ્રી હરિભદ્રસૂરિને જ્ઞાનની આ બીજી ભૂમિકા યોગિસ્તાનમાં દેખાઈ છે. એમનાં યોગવિષયક ગ્રંથોમાં આ તત્વ તરી આવે છે. આવા જ્ઞાનતત્વનું વિવેચન સંક્ષેપમાં, પણ વિશદતાથી, યોગદષ્ટિસમુચ્ચયમાં છે; ખાસ કરીને “દીપ્રા નામની ચોથી યોગદષ્ટિના નિરૂપણપ્રસંગે.
એમણે બોધના ત્રણ પ્રકારો પાડ્યા છે: બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ, બુદ્ધિ એ ઇકિયાર્થાશ્રયા–એન્દ્રિય અને આશ્રયે પ્રવર્તતો બોધ છે. આગમ અર્થાત તે તે વિષયના શાસ્ત્રગ્રંથો(આજની ભાષામાં તે તે વિષયના સાયન્સ ગ્રંથો)માંથી મળતો બોધ તે જ્ઞાન; અને અસંમોહ એટલે સદનુકાનથી, સાચા અનછાનથી, ક્રિયા કરવાથી, પ્રયોગથી, થતો બોધ તે અસંમોહ. ઉ૦ ત., રત્નનો આંખથી થતો બોધ બુદ્ધિ, એ રન છે એમ શાસ્ત્રપૂર્વક થતો બોધ એ જ્ઞાન, અને તેને પ્રાપ્ત કરી પરીક્ષાથી નિર્ણત થતો સ્પષ્ટ બોધ એ અસંમોહ.
बुद्धिर्ज्ञानमसमोहस्त्रिविधो बोध इष्यते ॥११८॥ इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ ११९ ॥ रत्नोपलम्भतज्ज्ञानतत्प्राप्त्यादि यथाक्रमम्।
इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥१२०॥ સદનોઠાન.જેનાથી અસંમોહ બોધ થાય તેનાં ચિહ્ન એ કે ઇષ્ટ પદાર્થો વિષે આદર-એટલે કે ખાસ પ્રયત્ન—ચનાતિશય–તે કરવામાં પ્રીતિ, વિવિધ રીતે સંપત્તિની પ્રાપ્તિ (અર્થાત ઈષ્ટરૂપી સંપત્તિની પ્રાપ્તિ), ઈષ્ટ વિષે જિજ્ઞાસા અને ઇષ્ટની સેવા આદિ. અસંમોહ એટલે કે કોઈપણ જાતના આવરણથી રહિત, સ્પષ્ટ, સ્વચ્છ, પ્રત્યક્ષબોધ જે અનુષ્ઠાનથી-કર્મક્રિયાથી–પ્રાપ્ત થાય તેનાં આ લક્ષણ છે?
आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः।
जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥ બોધના આ ભેદો પ્રમાણે માનવોના કર્મભેદો થાય છે, અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાનથી જ ફક્ત વર્તનારનું વર્તન અને સદનુષ્ઠાનરૂપી પ્રયોગસિદ્ધિથી મળતા સ્પષ્ટ જ્ઞાનથી વર્તનારનું વર્તન–એકબીજાથી જુદું પડી જાય છે.
तद्भेदात् सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ ११८॥ સાંસારિક કમ બુદ્ધિપૂર્વક હોય છે—અર્થાત કર્મશાસ્ત્રના જ્ઞાનપૂર્વક થયાં હોય તો કુલયોગિઓને મુક્તિનું અંગ બને છે (એટલે કે જે કુલયોગિઓ નથી એમને નહિ); આ જ્ઞાનપૂર્વક કર્મો અસંમોહથી થયાં હોય તો તે એકાન્ત પરિશદ્ધ હોવાથી નિર્વાણનું ફલ આપનારાં છે. (૧૨૪)
આચાર્ય હરિભદ્ર એમની આ બોધમીમાંસા સંસાર અને સંસારાતીત નિર્વાણ તત્ત્વ પરત્વે ઘટાડે છે. પરંતુ આ સંસારાતીત અતીન્દ્રિય નિર્વાણતજ્ય કયા જ્ઞાનનો વિષય બની શકે એ ખુલાસો કરવો હજી બાકી રહે છે. તે વિષે તેમનું પ્રતિપાદન છે કે
निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च ॥ १४१ ॥
नचानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः।
- ન વા નિશ્ચયઃ સયચત્રાવાઝુદ્દીન | ૨૪૨ ,, આચાર્ય હરિભદ્ર ધીધન-બુદ્ધિધન-કહેતાં ભર્તુહરિનો હવાલો આપી કહે છે કે આ અર્થવિષય તવદષ્ટયા
Page #6
--------------------------------------------------------------------------
________________
હું : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
અનુમાનનો વિષય જ નથી. અનુમાનથી ખીજી બાબતોમાં પણ સમ્યગ્ નિશ્ચય થઈ શકતો નથી. અતીન્દ્રિયાર્થનો તો યોગિનાન વિના નિશ્ચય છે જ નહિ.
અતીન્દ્રિય વિષયોમાં અનુમાનને અવકાશ નથી કારણ કે એનાથી કોઈ સર્વસંમત થાય એવા નિર્ણય ઉપર અવાતું નથી. આજની પરિભાષામાં કહીએ તો જેવું ઇન્દ્રિયજ્ઞાનાવલંબી ભૌતિક વિજ્ઞાનમાં સર્વ-વૈજ્ઞાનિક-સંમતિ તરફ જવાય છે, પ્રત્યક્ષતાની કસોટીને કારણ; તેવું એ ભૌતિક વિજ્ઞાનની પાછળ કપાતા તત્ત્વો કે નિયમો એક પ્રકારે, અથવા ખીજે પ્રકારે આત્મા, ઈશ્વર, ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થો અને એમની પાછળ રહેલા નિયમો કે તત્ત્વો, સમસ્ત વિશ્વનું તત્ત્વ કે તત્ત્વો, નિયમ કે નિયમો પરત્વે સંમતિની દિશા તરફ જવાતું નથી, કેવળ અનુમાનથી એ દિશા જડતી નથી. કાન્ટને ફિલસૂફીની સમાલોચનામાં ભિન્નભિન્ન મેટાફિઝિશિયનો પરસ્પરખંડન કરતા દેખાયા, તેમ ધીધન ભર્તૃહરિને પણ દેખાયા લાગે છે. એનો હવાલો આપી આચાર્ય હરિભદ્ર કહે છે. કુશળ અનુમાતાઓ યત્નથી અમુક અર્થને અનુમિત કરે છે, તો ખીજા વધારે કુશળ તાર્કિકો એને ખીજી જ રીતે ઉપપાદિત કરે છે. અતીન્દ્રિય પદાર્થો જો હેતુવાદથી જણાતા હોત તો આટલા કાળમાં પ્રાજ્ઞોએ તેમનો નિશ્ચય કરી લીધો હોત.”
*
:
यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । અમિયુત્તરરચૈન્યથૈવો વાતે || ૨૪૨ || ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ।
कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १४४ ॥
આમાં શાસ્ત્રપંડિત હરિભદ્રનો અંગત અનુભવ દેખાતો નથી ?
પણ આવો નિશ્ચય થયો નથી, તેથી શુષ્કતšગ્રહ, મિથ્યાભિમાનનો હેતુ થતો હોવાથી ' મહાન ’ મોટો છે, ભારે છે, (ટી૰ અતિરૌદ્ર) છે. મુમુક્ષુઓએ એને છોડી દેવો જોઈ એ ઃ
न चैतदेवं यत् तस्माच्छुष्कग्रहो महान् ।
मिथ्याभिमानहेतुत्वात् त्याज्य एव मुमुक्षुभि: ॥ १४५ ॥
હરિભદ્રસૂરિની જ્ઞાનતત્ત્વની આ મીમાંસા છે. ઉપર આપણે જોયું કે કાન્ટની વિચારસરણી પ્રમાણે રીઝન(Reason)ની આ મર્યાદા છે. એ રીઝન એટલે કે ઇન્દ્રિયાર્થજ્ઞાન-નિર્ભર-અનુમાનપરંપરા, તર્કપરંપરા. અતીન્દ્રિયવિષયો—આત્મા, ઈશ્વર, ધર્મ આદિ માટે તો ફેઈથ (માસ્થા——ગૉસ્પેલના શાસ્ત્ર ઉપર આસ્થા) જ આલંબન છે. પણ શાસ્ત્રો પરોક્ષ છે, આસ્થા પરીક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાનમૂલક બુદ્ધિ કે બોધના જેવું અતીન્દ્રિયનું નિશ્ચયજ્ઞાન તો યોગિનાનમાં જ છે.
આમ આચાર્ય હરિભદ્રે ઇન્દ્રિય, આગમ અને સદનુòાનથી થતા અનુક્રમે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એવા ખોધનાં ત્રણ પ્રકારો કપી ઇન્દ્રિયવિષયક જ્ઞાન તથા તન્નિર્ભર અને તત્પર્યવસાયી અનુમાનનું એક ક્ષેત્ર કપ્યું, અતીન્દ્રિય માટે તો ઇન્દ્રિયો નથી જ એટલે અનુમાનથી એનો તર્ક કરી શકાય એવો સંભવ રહે—જેમ જગતના લિસૂફો કરતા આવ્યા છે. પણ હરિભદ્રસૂરિ ધાધન ભર્તૃહરિનો હવાલો આપી કહે છે કે અતીન્દ્રિયાર્થ અનુમાનનો વિષય જ ન બની શકે. અતીન્દ્રિય વિષે જો કાંઈ જાણી શકાય તો તે યોગિનાનમાં જ. પશ્ચિમની પરિભાષામાં કહીએ તો મિસ્ટિકના જ્ઞાનમાં.
આ રીતે હરિભદ્રસૂરિની જ્ઞાનતત્ત્વની મીમાંસા ઇન્દ્રિયજ્ઞાન, અનુમાન, આગમ અને યોગિનાનની ભૂમિકાઓમાં વ્યાપ્ત થાય છે, તેમને સાંકળી લે છે.
एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्थास्तथा चाह महामतिः ॥ १०० ॥
જેમાં આસ્થા છે એવા આગમનો મુખ્ય આધાર રાખનાર સમ્રુદ્ધાયુક્ત શીલવાન પુરુષ યોગતત્પર
Page #7
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન
થાય એટલે અતીન્દ્રિય પદાર્થોને જાણે છે : તેમ મહામતિએ કહ્યું છે. મહામતિ એટલે પતંજલિનો હવાલો આપી હરિભદ્રસૂરિ નીચેનો શ્લોક આપે છે, જે એમની જ્ઞાનમીમાંસાના નીચોડરૂપ છે; અને તેથી જ વારંવાર એમનાં અન્ય ગ્રંથોમાં આવે છેઃ
आगमेनानुमानेन योगाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ १०१ ॥ ५
ટીકા પ્રમાણે આ ક્રમે—આગમ, અનુમાન, યોગાભ્યાસ-રસવડે પ્રજ્ઞાને જે કેળવે છે તે ઉત્તમ તત્ત્વને પામે છે. આમાં યોગાભ્યાસ છેવટે આવે છે. આગમ અને અનુમાનથી અતીન્દ્રિય પદાર્થોની કલ્પના કરી હોય પણ તેના યથાર્થસ્વરૂપનું જ્ઞાન તો યોગમાં જ થાય.
જિનોત્તમ વીર પણુ યોગિગમ્ય છે એ એમના મંગલશ્લોકમાં જ હરિભદ્રસૂરિ જણાવે છે :
नत्वेच्छायो गतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् ।
वीरं वक्ष्ये समासेन योगं तद्दृष्टिभेदतः ॥ १ ॥
*
*
*
આચાર્ય હરિભદ્રની યોજનામાં આગમ અથવા શાસ્ત્ર અને ખુદ યોગ વચ્ચેનું જે તારતમ્ય છે તે પણ નોંધવા જેવું છે. પોતે વિવિધ સંપ્રદાયોના સાંખ્યયોગ-શૈવ-પાશુપત– વેદાન્તિક 'ઔધ—જૈનના યોગાનુભવ અને પદ્ધતિના ગ્રંથોનું ઊંડું અવગાહન કર્યું દેખાય છે. યોગમાર્ગના એમના પોતાના અનુભવે અને ખીજાઓને દોરવાની દૃષ્ટિએ તેમણે સ્વતંત્ર મનન કરી પોતાની એક નવી શૈલી અને નવી પરિભાષા પણ રચી છે. યોગની આઠ દૃષ્ટિઓ એ એમની પોતાની સૂઝ છે એમ પંડિત ડૉ॰ સુખલાલજી કહે છે તે સાચું છે. એ જ પ્રમાણે તેમણે યોગદૃષ્ટિસમુચ્ચયના પ્રારંભમાં યોગના ત્રણ પ્રકારો પાડ્યા છે: ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ.
યોગ વિષે કાંઈ જાણ્યું હોય તે કરવાની Üચ્છા થવી એવી ઇચ્છાવાળાનો—વિકલ અર્થાત્ અધૂરો ધર્મયોગ તે ઇચ્છાયોગ. (શ્લો॰ ૩). શાસ્ત્રમાંથી જે જાણ્યું હોય તેના તીવ્રબોધથી અપ્રમાદી શ્રદ્ધાળુનો યથાશક્તિ ધર્મયોગ તે શાસ્ત્રયોગ. શાસ્ત્રમાં સામાન્ય રીતે ઉપાય કહ્યા હોય છે તે પ્રયોગમાં મૂકતા પોતાની શક્તિના ઉદ્રેકથી—પ્રખલતાથી—શાસ્ત્રની ઉપર જઈ વિશેષતાથી જે ધર્મયોગ થાય તે સામર્થ્યયોગ. ત્રણમાં આ ઉત્તમ.
शास्त्र संदर्शितोपायस्तदतिक्रान्तगोचरः ।
शक्त्युद्रेकाद विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५॥
આચાર્યે હરિભદ્ર કહે છે કે સિદ્ધિપદની પ્રાપ્તિનાં કારણો તત્ત્વમાં શાસ્ત્રથી જણાતા નથી; યોગિઓથી જ સર્વે પ્રકારે જણાય છે.
७
सिद्धाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः ।
शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥ ६ ॥
આગળ જઈ કહે છે કે શાસ્ત્રથી સર્વ પ્રકારે સિદ્ધિ થતી હોત તો શ ! સાંભળતાં જ એવી સિદ્ધિ થઈ જાય. (૭). પણ શાસ્ત્ર ભણનારને એવી સિદ્ધિ થતી નથી તેથી પ્રાતિભજ્ઞાનયુક્ત સામર્થ્યયોગ અવાચ્ય છે; અને સર્વજ્ઞત્વ આદિ તત્ત્વોની સિદ્ધિ એનાથી થાય છે. પ્રાતિભજ્ઞાન એટલે માર્ગોનુસારનું
૫ આગમે અનુમાને ને યોગાભ્યાસરસે વળી
સંસ્કારે જે ત્રિધા પ્રજ્ઞા પામે તે તત્ત્વ ઉત્તમ,
૬ ભરતના નાટયશાસ્ત્રમાં જે આઠ કે નવ રસદ્દષ્ટિઓ આવે છે—જેનો મૂર્તિઓ અને ચિત્રોમાં પણ વિનિયોગ થત હતો તે ઉપરથી તેમની અઠે દ્રષ્ટિની પરિભાષા સૂઝી હોય.
Page #8
--------------------------------------------------------------------------
________________
૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રકૃષ્ટ ઊહ નામનું જ્ઞાન; અથવા યોગબિન્દુની ટીકા(શ્લોટ પર પૃ૦ ૧૧મ)માં કહ્યું છે તેમ સહજ પ્રતિભામાંથી જાગતું જ્ઞાન. આ પ્રતિભજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો જ પ્રકાર છે, પણ વિશિષ્ટ પ્રકારનું છે.
न चैतदेवं यत् तस्मात् प्रातिभज्ञानसंगतः।।
सामर्थ्ययोगोऽवाच्योऽस्ति सर्वज्ञत्वादिसाधनम् ॥ ८॥ આ ઉપરથી હરિભદ્રસૂરિનો મત સ્પષ્ટ દેખાય છે. શાસ્ત્રયોગ કરતાં સામર્થ્યયોગ જ ઉત્તમ છે. સર્વજ્ઞત્વ આદિ તત્વો એ સામર્થ્યયોગમાં જ સમજાય છે. પ્રાપ્ત થાય છે.
હરિભદ્રસૂરિના આંતરિક વિકાસનો ઉપર ઉલ્લેખ કર્યો. એમાં એક સ્થાન યુતિમ વન ચર્ચા તા ઃ પરિઝઃ—નું છે. યુક્તિ એટલે હેતુપૂર્વક વચન. આ હેતુવાદનું વ્યવહારમાં સ્થાન ખરું. પણ હરિભદ્રસૂરિ જે મધ્યસ્થતા–નિષ્પક્ષતા–પં. સુખલાલજીનાં શબ્દોમાં–‘સમદર્શન’ વ્યક્ત કરે છે તે તો મુખ્યત્વે અતીન્દ્રિય પદાર્થોના દ્રષ્ટાઓ પરત્વે જ સંભવે, અને અતીન્દ્રિય પદાર્થોમાં હેતુવાદ ચાલતો નથી; એમાં તો યોગાભ્યાસરસ અને યોગદષ્ટિને જ અવકાશ છે. અર્થાત હરિભદ્રસુરિને જે સમત્વ પ્રાપ્ત થયું તે તેમના યોગ પ્રાપ્ત દર્શનને લઈને હોય, અને એ એમના વિકાસનું બીજું સ્થાનક યોગદષ્ટ અધ્યાત્મ સ્થાનક ગણાય. હેતુબદ્ધ તર્ક, શીલ, વૈરાગ્ય, યોગદર્શનની પૂર્વઅવસ્થાઓ ખરી, પણ અધ્યાત્મજ્ઞાન તો યોગદષ્ટ જ છે; અને આવું જ્ઞાન જ હરિભદ્રસૂરિને સર્વજ્ઞાનીઓમાં સમત્વનું–એકત્વનું ભાન કરાવે છે. પોતે આ મુદ્દાનું પ્રતિપાદન સ્પષ્ટતાથી ભાર દઈને ફરીફરી યોગદષ્ટિસમુચ્ચયમાં કરે છે?
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः। मोहस्तदधिमुक्तीनां तद्भेदाश्रयणं ततः ।। १०२॥ सर्वज्ञो नाम यःकश्चित् पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥ न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥१०७॥ संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् ।। तद्धेयकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२७ ।। सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथतेति च । રાત્રેતકુળડખ્યમેવૈમાલિમિઃ || ૧૨૮ ! '
ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः ।
પ્રેક્ષાવતાં ન તૌ વિવાઃ ૩૬૫તે || ૨૦ || સર્વજ્ઞો બહુ છે એથી તેઓ તત્વમાં ભિન્નમત છે એમ નથી. અધિમુક્તિ કહેતાં ભક્તોનો એ તો મોહ છે, તેથી સર્વજ્ઞોમાં ભેદ કરાય છે. સર્વજ્ઞ જે કોઈ હોય તે પારમાર્થિક જ છે. (કહેવાની ખાતર કહેલો નથી.) તે સર્વત્ર, વ્યકિતભેદ હોવા છતાં, એક જ છે (૧૦૨-૧૦૩)....સર્વજ્ઞ મહાત્માઓમાં નામ આદિથી ભેદ હોવા છતાં તત્ત્વથી ભેદ જ નથી. મહામતિઓએ આ સમઝવું જોઈએ (૧૦૭). સંસારથી અતીત
૭ યોગદષ્ટિ સમુચ્ચયમાં આવતો શકયુકમાં “ શકિત' શબ્દ અને આ પ્રતિભા' પ્રત્યભિજ્ઞા દર્શનની પરિભાષા છે. ૮ મુકિત પાઠ વિમુનો છે. પંડિત ડૉ. સુખલાલજી સૂચવે છે કે “ અધિમુક્તિ' (કે અધિમુક્ત) પાઠ હોય. એ
બૌદ્ધ પરિભાષાનો શબ્દ છે, એનો અર્થ શ્રદ્ધાળુ કે “ભક્ત” એવો થાય છે,
Page #9
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન : ૯ એવું નિર્વાણુ નામનું તત્ત્વ શબ્દભેદ હોવા છતાં (શબ્દભેદથી કહેવાતું છતાં) તત્ત્વમાં નિયમથી એક જ છે (૧૨૭), સદાશિવ, પર, બ્રહ્મ, સિદ્ધાત્મા, તથતા—એવા અન્વર્થક (ભિન્નભિન્ન) શબ્દોથી તે એક જ હોવા છતાં યે કહેવાય છે. સદા કલ્યાણકારી એ સદાશિવ શૈવોનું, પર એટલે પ્રધાન સાંખ્યોનું, બૃહત્ત્વમોટાપણાથી અને ‘બૃહત્વ-ફૂલતું વર્ધમાન થતું' હોવાથી બ્રહ્મ વેદાન્તીનું, સિદ્ધાત્મા-આત્મા જેમને સિદ્ધ થયો છે એવો સિદ્ધાત્મા આર્હતોનું, કાલના અંત સુધી તે પ્રમાણે રહેતી એવી તથતા બૌદ્ધોનું—(આ બધાં) એક જ તત્ત્વ છે. ભિન્ન શબ્દોથી કહેવાય છે એટલું જ (૧૨૮). અસંમોહથી (અર્થાત્ સદનુષ્ઠાનથી— સક્રિયાથી યોગની) તત્ત્વરૂપે આ નિર્વાણુ તત્ત્વને જાણુતાં વિચારશીલ પુરુષોમાં એમની ભક્તિ વિષે વિવાદ થતા નથી (૧૩૦).
વિપ્ર હરિભદ્ર-પુરોહિતને ઋગ્વેદની પંક્તિ સત્ વિા વૈદુષા યવન્તિ (મં॰ ૧, સૂ॰ ૧૬૪, ૬. ૪૬) અપરિચિત તો ન જ હોય !
આ બધું એક છે છતાં તેમની દેશનામાં—કથનમાં ભેદ કેમ આવે છે તેનો ખુલાસો કર્યાં પછી હરિભદ્રસૂરિ કહે છે કે જે અર્વાંગ્દશો હોય છે (અર્થાત્ યોગદૃષ્ટિ જેમની ઊધડી નથી એવા—આ તરફ જોનારા—પેલી તરફ જોનારા નહિં) તેઓ સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તેમનો પ્રતિક્ષેપ કરે છે, તે યોગ્ય નથી. તે મોટો અનર્થ કરે એમ છે (૧૩૬); અને દાખલો આપે છે કે જેમ આંધળાઓએ કરેલો ચંદ્રનો પ્રતિક્ષેપ અસંગત છે તેમ અર્વાંગ્દશોએ કરેલો સર્વજ્ઞનો ભેદ પણ અસંગત છે (૧૩૮).
तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्शां सताम् ।
युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३७ ॥ निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः ।
तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्टशामयम् ॥ १३८ ॥
સર્વજ્ઞ આદિ અતીન્દ્રિયાર્થ પદાર્થોનો નિશ્ચય યોગિજ્ઞાન વિના સંભવતો નથી. તેથી એ વિષેના વિવાદો અન્ધોના જેવા હોવાથી એમાંથી કાંઈ ફલિત થતું નથી.
निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च ।
अतोऽन्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ॥ १४१ ॥
આ અતીન્દ્રિયાર્થ સર્વજ્ઞો વિષે સાંપ્રદાયિકોમાં જે વિવાદ ચાલે છે તેનાથી હરિભદ્રસૂરિ પર થઈ શક્યા છે તેનું કારણુ અર્થાંશ્વક્ તાર્કિકમાંથી યોગદૃષ્ટિવાળા આધ્યાત્મિક થયા હશે તેને લીધે હશે; અને એ દૃષ્ટિથી જ શુષ્ક તર્કનો પોતે ત્યાગ કરે છે એટલું જ નહિ પણ સર્વત્ર ‘ ગ્રહ ’ને અસંગત ગણે છે કારણ કે મુક્તિમાં લગભગ બધા ધર્મો તજવાના હોય છે, તો પછી : ગ્રહ ’નું શું કામ છે ?
ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः ।
मुक्त धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४६ ॥
જ્ઞ
ભારતવર્ષની પરંપરામાં વૈદિક, જૈન અને બૌદ્ધ તાર્કિકો—સમર્થ તાર્કિકો—અનેક થયા છે; એમ જ યોગિઓ, જ્ઞાનીઓ પણ અનેક થયા છે. પરંતુ જ્ઞાનતત્ત્વનું આવું વિશદ વિવરણ કરનાર બહુ નહિ હોય એવું મારા અલ્પ જ્ઞાનને લાગે છે. હરિભદ્રસૂરિએ પરમાત્મર્શનનો મહતાં વર્ત્ય –મોટાઓનો માર્ગ– સૂચવ્યો છે—જેનો આશ્રય લઈ તે વિચક્ષણોએ ન્યાયપુરઃસર અતિક્રમોથી બચી વર્તવું :
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्त्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४७ ॥
Page #10
--------------------------------------------------------------------------
________________ 10 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ મોટાઓનો આ માર્ગ ભારતવર્ષમાં જ છે એમ નથી; પાશ્ચાત્ય વિચારકોને પણ આ માર્ગ વ્યક્ત થયો છે. “જે પર તાર્કિક ફિલસૂફો પરસ્પર જુદા પડે છે, તત્પરત્વે મિસ્ટિક સુફીઓ સંમત થાય છે.” એફ. સી. હેપોડ (F. C. Happold) એના “મિસ્ટિસિઝમ-અધ્યયન અને ભતસમુચ્ચય” (Mysticism-A study and an Anthology) નામના ગ્રંથના પ્રારંભમાં આ પર પોતાનો અભિપ્રાય આપતાં કહે છે કે "What, when one studies the mystical expressions of different religions, stands out most vividly, however, is not so much the differences as the basic similarities of vision. This is a phenomenon calling for explanation if any truly objective assessment of the significance of mystical experience is to be made." (p. 17). જુદા જુદા ધર્મોના મિટિકલ વચનોનો જયારે કોઈ અભ્યાસ કરે છે ત્યારે જે બાબત બહુ સ્પષ્ટ રીતે આગળ નીકળી આવે છે તે તેમના ભેદ એટલા બધા નહિ, જેટલી દર્શનની મૂલગત સમાનતાઓ. જો મિસ્ટિકલ અનુભવના તાત્પર્યનું સાચું વાસ્તવિક મૂલ્યાંકન કરવું હોય તો આ હકીકતનો ખુલાસો શોધવો જોઈએ.” આનો ખુલાસો હરિભદ્રસૂરિની જ્ઞાનતત્વની મીમાંસામાં છે. અતીન્દ્રિયાર્થને વિષય કરતા યોગિજ્ઞાનને જ્ઞાનમીમાંસામાં (Epistemology)માં સ્થાન આપવાથી જ તે થશે,-સિવાય કે એ અનુભવોને ઈન્દ્રજાલકે મૃગજલ સમું માની અવગણીએ !