SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન : ૯ એવું નિર્વાણુ નામનું તત્ત્વ શબ્દભેદ હોવા છતાં (શબ્દભેદથી કહેવાતું છતાં) તત્ત્વમાં નિયમથી એક જ છે (૧૨૭), સદાશિવ, પર, બ્રહ્મ, સિદ્ધાત્મા, તથતા—એવા અન્વર્થક (ભિન્નભિન્ન) શબ્દોથી તે એક જ હોવા છતાં યે કહેવાય છે. સદા કલ્યાણકારી એ સદાશિવ શૈવોનું, પર એટલે પ્રધાન સાંખ્યોનું, બૃહત્ત્વમોટાપણાથી અને ‘બૃહત્વ-ફૂલતું વર્ધમાન થતું' હોવાથી બ્રહ્મ વેદાન્તીનું, સિદ્ધાત્મા-આત્મા જેમને સિદ્ધ થયો છે એવો સિદ્ધાત્મા આર્હતોનું, કાલના અંત સુધી તે પ્રમાણે રહેતી એવી તથતા બૌદ્ધોનું—(આ બધાં) એક જ તત્ત્વ છે. ભિન્ન શબ્દોથી કહેવાય છે એટલું જ (૧૨૮). અસંમોહથી (અર્થાત્ સદનુષ્ઠાનથી— સક્રિયાથી યોગની) તત્ત્વરૂપે આ નિર્વાણુ તત્ત્વને જાણુતાં વિચારશીલ પુરુષોમાં એમની ભક્તિ વિષે વિવાદ થતા નથી (૧૩૦). વિપ્ર હરિભદ્ર-પુરોહિતને ઋગ્વેદની પંક્તિ સત્ વિા વૈદુષા યવન્તિ (મં॰ ૧, સૂ॰ ૧૬૪, ૬. ૪૬) અપરિચિત તો ન જ હોય ! આ બધું એક છે છતાં તેમની દેશનામાં—કથનમાં ભેદ કેમ આવે છે તેનો ખુલાસો કર્યાં પછી હરિભદ્રસૂરિ કહે છે કે જે અર્વાંગ્દશો હોય છે (અર્થાત્ યોગદૃષ્ટિ જેમની ઊધડી નથી એવા—આ તરફ જોનારા—પેલી તરફ જોનારા નહિં) તેઓ સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તેમનો પ્રતિક્ષેપ કરે છે, તે યોગ્ય નથી. તે મોટો અનર્થ કરે એમ છે (૧૩૬); અને દાખલો આપે છે કે જેમ આંધળાઓએ કરેલો ચંદ્રનો પ્રતિક્ષેપ અસંગત છે તેમ અર્વાંગ્દશોએ કરેલો સર્વજ્ઞનો ભેદ પણ અસંગત છે (૧૩૮). तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्शां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३७ ॥ निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्टशामयम् ॥ १३८ ॥ સર્વજ્ઞ આદિ અતીન્દ્રિયાર્થ પદાર્થોનો નિશ્ચય યોગિજ્ઞાન વિના સંભવતો નથી. તેથી એ વિષેના વિવાદો અન્ધોના જેવા હોવાથી એમાંથી કાંઈ ફલિત થતું નથી. निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । अतोऽन्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ॥ १४१ ॥ આ અતીન્દ્રિયાર્થ સર્વજ્ઞો વિષે સાંપ્રદાયિકોમાં જે વિવાદ ચાલે છે તેનાથી હરિભદ્રસૂરિ પર થઈ શક્યા છે તેનું કારણુ અર્થાંશ્વક્ તાર્કિકમાંથી યોગદૃષ્ટિવાળા આધ્યાત્મિક થયા હશે તેને લીધે હશે; અને એ દૃષ્ટિથી જ શુષ્ક તર્કનો પોતે ત્યાગ કરે છે એટલું જ નહિ પણ સર્વત્ર ‘ ગ્રહ ’ને અસંગત ગણે છે કારણ કે મુક્તિમાં લગભગ બધા ધર્મો તજવાના હોય છે, તો પછી : ગ્રહ ’નું શું કામ છે ? ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्त धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४६ ॥ જ્ઞ ભારતવર્ષની પરંપરામાં વૈદિક, જૈન અને બૌદ્ધ તાર્કિકો—સમર્થ તાર્કિકો—અનેક થયા છે; એમ જ યોગિઓ, જ્ઞાનીઓ પણ અનેક થયા છે. પરંતુ જ્ઞાનતત્ત્વનું આવું વિશદ વિવરણ કરનાર બહુ નહિ હોય એવું મારા અલ્પ જ્ઞાનને લાગે છે. હરિભદ્રસૂરિએ પરમાત્મર્શનનો મહતાં વર્ત્ય –મોટાઓનો માર્ગ– સૂચવ્યો છે—જેનો આશ્રય લઈ તે વિચક્ષણોએ ન્યાયપુરઃસર અતિક્રમોથી બચી વર્તવું : तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्त्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230280
Book TitleHaribhadranu Gyantattvachintan
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size808 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy