Book Title: Haribhadra Yogbharti
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ક્યારેક સભામાં પણ આ ગ્રન્થની સપ્રસંગ કેટલીક વાતો કરવાનો પ્રસંગ આવે ત્યારે ગીતાર્થ વ્યાખ્યાતાએ એવી રીતે રજૂ કરવી જોઈએ કે જેથી એ શ્રોતાઓ ધર્મને જ છોડી દેવા રૂપ ઊંધો અર્થ પકડીને ન જાય. સહુ કોઈ અધ્યેતા આ ભૂમિકા સમજીને આગળ વધે એવી ભલામણ. સાબરમતી ચાતુર્માસ (૨૦૫૨) દરમ્યાન અનેક અધ્યેતાઓને શ્રીયોગદૃષ્ટિસમુચ્ચયનું અધ્યયન કરાવવાના અવસરે અનેક જ્ઞાનભંડારોમાંથી પ્રતિઓ મગાવી. એમાંની શ્રીયોગદૃષ્ટિ. અને શ્રીયોગબિન્દુની એક પ્રત એવી મળી જે સ્વ.પૂ.કાન્તિવિજય મહારાજે અનેક હસ્તપ્રતોને નજર સામે રાખી સંશોધિત કરી હતી. એ પ્રત પરથી હારિભદ્રયોગભારતીની પ્રથમ આવૃત્તિની એક નકલનું સંશોધન કરવામાં આવ્યું. એ નકલ મેં પૂ. પંન્યાસ શ્રી એ જયસુંદર વિજય ગણિવરને મોકલી આપી જેથી બીજી આવૃત્તિના સંપાદન વેળા એનો ઉપયોગ થઈ શકે. પણ તેઓશ્રીએ પોતે વિવિધ રીતે સંશોધિત કરેલી પોતાની જુની નકલ મોક્લી આપવા સાથે આ કાર્ય મને જ ભળાવ્યું. એટલે મને આ બીજી આવૃત્તિનું સંપાદન કરવાનું સૌભાગ્ય તેઓશ્રીની કૃપાથી સાંપડ્યું. સ્વ.પૂ. કાન્તિવિજય મહારાજે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોને જે સંકેત આપેલા તે જ આ પ્રકાશનમાં યથાવત્ રાખ્યા છે. આ માટે તેઓશ્રીએ જ કરેલી નોંધ નીચે મુજબ છે. શ્રીયોગદૃષ્ટિસમુચ્ચય :તા. તાડપત્રીય भ. भक्तिविजयजी पा. पालीताणा मो. मोहनलालजी प. पद्मविजयजी एताः पञ्च प्रतीः सञ्चिन्त्य શોષિતોઽયં પ્રસ્થ (એમ પૂ. શ્રીકાન્તિવિજય મહારાજે નોંધ કરી છે. શ્રીયોગબિન્દુ - આ યોગબિન્દુનું સંશોધન નીચે જણાવેલી ત્રણ પ્રતિઓના આધારે કર્યું છે. (૧) A સંજ્ઞકપ્રતિ - પાટણ ખેતરવસીનો પાડો - તાડપત્રભંડાર ડા.નં.૧ લ પત્ર ૧થી ૩૩૧. છેલ્લુ પાનું નથી. પ્રતિ અશુદ્ધ ઘણી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 346