Book Title: Haribhadra Yogbharti
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ જાણકારો માટે આ ગ્રન્થરચના છે.’ એમ કહ્યું છે. આ બધા પરથી સૂચિત થાય છે કે યોગ સંબંધી આ ગ્રન્થોના કુલયોગી ને પ્રવૃત્તચક્રયોગી જીવો અધિકારી છે, એ સિવાયના જીવો અનધિકારી છે. અર્થાત્ યોગીઓના કુલમાં જન્મેલા હોય, યોગીઓના ધર્મનું સંહજ પાલન કરનારા હોય, સર્વત્ર અદ્વેષી હોય, ઇન્દ્રિયનિગ્રહવાળા હોય વગેરે ગુણોવાળા કુલયોગી જીવો અને ઇચ્છા તથા પ્રવૃત્તિ કક્ષાની અહિંસા,સત્ય વગેરે જેમના જીવનમાં હોય એવા પ્રવૃત્તચક્રયોગી જીવો જ આ ગ્રન્થોના અધિકારી છે. આવા જીવોને જ દુર્ગતિવારણાત્મક ફળનો સાધક હોવા છતાં, પ્રણિધાનાદિ ન હોવાના કારણે મોક્ષાત્મક શ્રેષ્ઠફળનો અસાધક હોઈ પ્રણિધાનાદિ શૂન્ય ધર્મ દ્રવ્યક્રિયા રૂપ છે, તુચ્છ છે, એવું કહેવું, એ પ્રણિધાનાદિને કેળવવા માટે પ્રેરક બનતું હોવાથી હિતાવહ બને છે. જેઓ હજુ ધર્મમાં જોડાયા નથી, અથવા જોડાયા હોય તો પણ ડગુમગુ છે, તેઓને તો ‘તમા૨ી ધર્મક્રિયા તુચ્છ છે' એવી વાત પ્રણિધાનાદિ કેળવવાની પ્રેરણારૂપ તો નથી બનતી પણ ઉપરથી ધર્મ છોડી દેવાની દુર્બુદ્ધિ જગાડનારી બનવાની જ શક્યતા છે, માટે તેવા જીવો આ ગ્રન્થોના અધિકારી નથી,છતાં તેઓને જો આ વાતો કરવામાં આવે તો,તેમનું હિત નહીં, પણ અહિત થવાની જ નોબત આવી શકે છે. એટલે, પ્રણિધાનાદિ આશય વિનાની ધર્મક્રિયા એ તુચ્છ છે વગેરે સાંભળવા છતાં જે ધર્મક્રિયાને તો ન જ છોડે એ જ આવી વાતો સાંભળવાનો અધિકારી છે. એ જ રીતે વિષાનુષ્ઠાન વગેરેની પ્રરૂપણા પણ, ઇહલૌકિક અપેક્ષા વગેરેને છોડવા માટે જીવ ચાનકવાળો બને એ માટે છે, નહીં કે એ ધર્મને જ છોડી દે એ માટે... એટલે જ ઘણું સમજાવવા છતાં પણ સંભૂતિમુનિ સ્ત્રીરત્નની ઇચ્છા મૂકવા તૈયાર ન થયા તો પણ ચિત્રમુનિએ એમને અનશન છોડી દેવાનું તો કહ્યું જ નથી. તેથી, એ પણ જણાય છે કે વિષાનુષ્ઠાન વગેરેની વાતો સાંભળવા છતાં જે ધર્મને તો ન જ છોડી દે એવા જ શ્રોતા આ ગ્રન્થના અધિકારી છે, કુલયોગી ને પ્રવૃત્તચક્રયોગી જીવો આવા હોય છે, ને માટે ગ્રન્થકારે તેઓને અધિકારી કહ્યા છે. એટલે, ‘(આશયશુદ્ધિની ચાનક લાગે એ માટે) નિરર્થકતા કે વિપરીત ફલકતા કહેવા છતાં, આ શ્રોતાઓ ધર્મને તો નહીં જ છોડે' એવી સંભાવના પ્રતીત થઈ હોય તો જ સભામાં આ વાતો કરી શકાય, અન્યથા જે શ્રોતા માટે એવી આશા પ્રતીત હોય એને વ્યક્તિગત કરી શકાય. 5 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346