________________
એનાં ઊંડાં ગયેલાં મૂળ હલવા માંડે છે.
એકીસાથે પડતું હજારો ગૅલન પાણી પત્થરને ઘસીને જે અમીટ રેખા નથી પાડી શકતું... તે ભગીરથ કામ નિરંતર ધીરે ધીરે પડતી પાણીની એક પાતળી ધાર કરી બતાવે છે.
હંસા !... તું ઝીલ મૈત્રી સરોવરમાં
પ્રસ્તુત પુસ્તકને પણ એ જ રીતે જો થોડું થોડું ધ્યાનપૂર્વક-ચિંતનપૂર્વક વાંચીને પોતાના વિપરીત સંસ્કારો પર હેમટિંગ કર્યા કરાય... તો સ્વપ્નમાં પણ કલ્પના ન હોય એવો લાભ અવશ્ય થશે. એવી મને પૂર્ણ શ્રદ્ધા છે...
આ પુસ્તક માત્ર વાંચવાનું નથી, પણ વાંચીને ચાવવાનું છે... ફક્ત ચાવવાનું નથી પણ ચાવીને પચાવવાનું છે... જીવનમાં ઉતારવાનું છે. એક એક પ્રકરણોને. એનાં એક એક વાક્યોને... એના એક એક શબ્દોને જેટલા ચાવવામાં આવશે, મનમાં મમળાવવામાં આવશે.. એટલી વધુ ને વધુ એની મધુરતાના આસ્વાદ સાથે એનો રસ જીવનમાં ઊતરવા માંડશે. જે જીવનને કલ્પનાતીત સ્વાસ્થ્ય બક્ષશે. અચાનક કાંઈ ઈજા વગેરે થઈ જાય તો તુરંત પ્રાથમિક સારવાર મળી જાય ને કાંઈક રાહત અનુભવાય. તકલીફ વધી ન જાય... એ માટે લોકો ફર્સ્ટ એઈડ બૉક્સ રાખતા હોય છે; પણ એ શરીર માટે હોય છે. આ પુસ્તક પણ એક ફર્સ્ટ એઈડ બૉક્સ છે; પણ મન માટે... શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક કોઈપણ એવો અકલ્પ્ય પ્રસંગ બની જાય અને મનને ઘેરો આઘાત લાગે... અત્યંત ક્લેશ સંક્લેશ મનનો કબજો લઈ લે... મનમાં ખૂબ તોફાનો ચાલે... મૂંઝવણો ને મથામણો... ન કહેવાય... ન સહેવાય. આત્મહત્યા કે અન્યની હત્યા કરવા સુધીના વિચારો આવી જાય... એવી સખત તંગ મન:સ્થિતિ સર્જાય... આ પુસ્તક તૂર્ત હાથમાં લ્યો... એનાં ૫-૭-૧૦ પૃષ્ઠો ધ્યાનથી વાંચી જાવ... મનમાં ચાલી રહેલા ભારે તોફાનના કારણે ચિત્ત એમાં ચોંટતું ન લાગે. તો ૫-૧૦ પૃષ્ઠોની કોરા કાગળ પર કૉપી કરી જાવ. લખી નાખો. મને દૃઢ વિશ્વાસ છે કે માનસિક આઘાતમાં છેવટે ૫૦% રિલીફ તો થઈ જ જશે. તમે તંગ-સખત લાગણીઓના સ્થાને રિલેક્સ અનુભવશો...
તમારે આટલું જ કરવાની જરૂર છે... પુસ્તક વાંચ્યા બાદ જ્યાં ત્યાં ન મૂકી દો. જોઈએ ત્યારે તરત હાથમાં આવી શકે એવી રીતે રાખો. ને કાંઈ પણ આઘાત-પ્રત્યાઘાત આવે ત્યારે અચૂક હાથમાં લેવાનું-વાંચવાનું યાદ રાખો.... બાકીનું કામ આ પુસ્તક કરી આપશે... આ ઘણા જ ઘણા વાચકોની અનુભવસિદ્ધ વાત છે.
આ પુસ્તકની આજ સુધીમાં ગુજરાતીમાં પાંચ આવૃત્તિમાં ૧૩૦૦૦ નકલ અને હિન્દીમાં બે આવૃત્તિમાં ૪૦૦૦ નકલો બહાર પડી ચૂકી છે. કેટલાય વાંચકોએ ૨૫-૫૦-૧૦૦-૨૦૦ નકલો લઈ પોતાના સ્નેહી-સ્વજન-મિત્રવર્તુળમાં આ પુસ્તકને વંચાતું કર્યું છે. સેંકડો અજૈનોએ પણ આ પુસ્તક વાંચ્યું છે ને વખાણ્યું છે... કારણ કે શરૂઆતનાં એકાદ-બે પ્રકરણમાં જૈનધર્મ સંબંધી થોડી વાતો આવે છે... પછી તો કોઈપણ માનવ સમજી શકે એવી પોતાના રોજિંદા
Jain Education International
૪
For Personal & Private Use Only
www.jainelibrary.org