Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 4
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પ્રાકકથન | માનસરોવર તો એનું એ જ. પણ હંસ માટે એ મોતીનો ખજાનો છે, જ્યારે બગલા માટે માછલીનો... એ જ રીતે આ જૈવિક વિશ્વ હિંસદૃષ્ટિવાળા જીવો માટે એ મૈત્રીનું સરોવર છે. જ્યારે બગલાની દષ્ટિવાળા જીવો માટે શત્રુતાનું સરોવર છે...ચન્દ્રમામાં સૌમ્યતાનું સાગરમાં ગંભીરતાનું અને ગુલાબમાં સૌન્દર્યનું દર્શન કરવું એ હંસદષ્ટિ છે. જ્યારે આ જ ત્રણમાં ક્રમશઃ કલંકનું, ખારાશનું ને કાંટાનું દર્શન કરવું એ બગદષ્ટિ છે. ગુલાબમાં જે કાંટાનું જ દર્શન કરે છે એ ખરેખર સ્વયં કમભાગી છે, કારણ કે એ ગુલાબની સુંદરતા ને સુગંધ પામી શકતો નથી. ગુલાબને તો એનાથી એક રતિભાર પણ નુકશાન નથી.. એ જ રીતે જીવોને જે શત્રુ માને છે, નુક્શાન એને જ છે... એટલે જ જ્ઞાનીઓ કહે છે- જડનો રાગ તોડો અને તમામ જીવો સાથે મૈત્રી જોડો.. પછી જુઓ... દુ:ખનાશ કેટલો સરળ બની જાય છે... સુખપ્રાપ્તિ કેટલી સહજ બની જાય છે. જીવો સાથેની શત્રુતાને કાપી મૈત્રી જમાવી આપે એવી અનેક વિચારધારાઓ અને આચારપદ્ધતિઓનો આ નિબંધમાં કંઈક મહત્ત્વપૂર્ણ વિસ્તાર કરવામાં આવ્યો વાંચકને ક્ષણિક ને તુચ્છ આનંદ મળતો રહે એવા શુદ્ર આશયથી લખાયેલી આ કોઈ રોચક નવલકથા નથી કે એ.કે.૪૭ રાઈફલોથી અને .૦૦૭ની સ્ટેનગનોથી ગાજતી ડિટેક્ટીવ થ્રીલર નથી.. આ તો છે ચિરકાલીન (યાવત્ શાશ્વત) અને સાત્ત્વિક આનંદ મળી રહે એ માટે લખાયેલી ચિંતનધારા.. એટલે નૉવેલની જેમ one sittingમાં પૂરું કરીને કબાટને હવાલે કરી દેવું એ આ મનોવિજ્ઞાનપ્રધાન પુસ્તકને ન્યાય આપેલો નહીં કહેવાય. બીજીવાર.. ત્રીજીવાર અને વારંવાર આ પુસ્તકને વાંચીને, એમાં કહેલી વાતોને જો દિલમાં... દિમાગમાં અને જીવનમાં ઉતારવામાં આવે તો લેખકને આશા જ નહીં. પણ સબળ વિશ્વાસ છે કે વાચકના જીવનની કાયાપલટ થઈ જશે. એનું માનસપરિવર્તન થઈ જશે. એ અવશ્ય પોતાને સાત્ત્વિક આનંદના લહેરાતા સમુદ્રમાં મગ્ન અનુભવશે.. પરિસ્થિતિને મજબૂર થઈને જે વાંચક આખું પુસ્તક વાંચી ન શકે એને પણ ભલામણ છે કે એ રોજ પોતાની અનુકૂળતા મુજબ એક-એક પ્રકરણ ધ્યાનથી વાંચે. જીવોની સાથે દુશ્મનાવટ... આ વિશ્વયુદ્ધોમાં જ ફેલાતી વાત નથી. પણ અનાદિકાળથી વળગેલો રોગ છે. એ રોગની પરાકાષ્ઠા જ યુદ્ધમાં ભીષણ માનવસંહારનું રૂપ લે છે. આયુર્વેદનો નિયમ છે કે જૂનો હઠીલો રોગ એક જ વાર ભારે ડોઝ લેવાથી દૂર થઈ જતો નથી. પણ રોજ થોડી થોડી માત્રામાં દીર્ધકાળ સુધી દવા લેવામાં આવે ત્યારે માંડ એના પગે ઢીલા થવા માંડે છે, Aી ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 178