________________
હ, સાધક અન્તર્યામીની શોધ કરવાની
નીકળ્યો છે, અન્તર્યામીની પ્રાપ્તિ સ્થિgs, સવિચારોથી અને સવિચારોની પ્રાપ્તિ સવાંચનાદિથી થાય છે. સવાંચન માટે ભાષાજ્ઞાન એ સરળ માધ્યમ છે. ભાષાન્તર વાંચન દ્વારા મૂળ ગ્રન્થકાર ભગવંતોના મૂળ આશયની કદાચ પ્રાપ્તિ ન પણ થાય. ભાષાન્તરકાર સ્વક્ષયોપશમાનુસાર અનુવાદ કરતાં હોય છે, આથી કદાચ ક્યારેક મૂળ ગ્રન્થકારશ્રીના હૃદયભાવ સાથે ભાષાન્તરનો મેળ ન પણ બેસે, આથી ભાષાન્તર ઉપર જ આધાર ન રાખતાં મૂળ ભાષાના જ્ઞાનને મેળવવાની અને એ દ્વારા સદ્વિચારોને અને તેના દ્વારા અન્તર્યામીને મેળવવાની સાધકની ભાવના સાર્થક થાય છે.
આજે જ્યારે અભ્યાસુવૃન્દમાં સંસ્કૃત ભાષાના અભ્યાસનો વ્યાપ વધ્યો છે ત્યારે તેઓના રસને પોષવા માટેના પૂરક ગ્રન્થોનીય આવશ્યક્તા તો રહેવાની જ.
અનેક પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. તથા મુમુક્ષુઓને અભ્યાસ કરાવવાની જવાબદારી વહન કરવા સાથે સાથે સાહિત્યસર્જનના ક્ષેત્રે પ્રવેશ પામેલ પં. શ્રી દિનેશભાઈ કે. મહેતા આ પૂર્વે કૃદન્ત વિષણિી તથા મધ્યમાની ધાતુરૂપાવલી પ્રકાશિત કરી ચૂક્યા છે, જે આજે પણ ઘણાં આદર-માન સાથે અભ્યાસુઓના કરકમળમાં સંચરી રહી છે.
મધ્યમા-રૂપાવલી પ્રકાશિત થયાં બાદ પ્રથમા-રૂપાવલીની માંગ આવતાં અનેકવિધ કાર્યવ્યસ્તતા વચ્ચે પણ અનેક મહાત્માઓના સહકારપૂર્વક આ પ્રથમા રૂપાવલીને પ્રકાશિત કરી શ્રુતદીપમાં તૈલપૂર્તિ કરવાની ભૂમિકા ભજવી છે. . પ્રથમા દ્વિતીયા બુકમાં આવતાં ૩-કારાન્ત ધાતુના સાદા, સન્નન્ત, પ્રેરક, યડન્ત, યલુબત્ત, કર્તરિ-કર્મણિ ૧૦ વિભક્તિના રૂપો તથા ધાતુકોશ આ પુસ્તિકામાં આવરી લીધા છે.
ઈશ્વરીય અનુગ્રહથી પ્રાપ્ત થયેલ મૃતપ્રસારની મહિતી શક્તિને છે. આબાલવૃદ્ધ સુધી પહોંચતી કરવાના એકમાત્ર સલ્લક્ષ્યથી હું છે પ્રકાશિત થતી સુંદર મજાની આ પુસ્તિકા ન કેવળ