________________
ઉપોદઘાત विश्वहितबोधिदायकश्रीअमीविजयगुरुभ्यो नमः । “ોપારાજ સત્તાં વિમૂતા' એ કહેવતને જૈનો ઠેઠ અસંખ્યકાળ પહેલાં થએલાં પ્રથમ તીર્થકર આદીશ્વર પ્રભુથી ચરિતાર્થ કરતા જ આવ્યા છે. જેમ તે પ્રભુએ જગતમાંથી અજ્ઞાન દૂર કરી આ લોક ને પરલોકમાં હિતકારી યાવત્ મોક્ષ પમાડનાર જ્ઞાન ભવ્યજીવોને આપ્યું તેમજ તેઓશ્રીના ગુણવંત ગણધરોએ તથા તે પ્રભુના પુત્રરત ભરત ચક્રવર્તીએ પણ પ્રજાનું ધાર્મિક તથા નૈતિક જીવન ઉચ્ચ ધોરણનું બને તે માટેના જ્ઞાનનો પ્રચાર દ્વાદશાંગી તથા આર્યવેરો રૂપે કર્યો. તે પછીના તીર્થકર ગણધરાદિ મહાપુરૂષો પણ એવી જ રીતે પાછલા થનારાઓ માટે ઉત્તમ સામગ્રી મૂકતા ગયા.
આ બધોએ ઉપકાર શ્રતજ્ઞાન દ્વારાજ થઈ શકે છે, કેમકે મનુષ્યો પાસે એક બીજાને પોતાના અભિપ્રાય જણાવવાનું મુખ્ય સાધન લખાવી અથવા બોલાતી ભાષાજ છે. તે ભાષા જેટલી શુદ્ધ તથા વ્યવસ્થિત હોય તેટલી જ અધિક લાભ આપનારી નીવડે છે. ભાષાને વ્યવસ્થિત રાખનાર સૌથી મુખ્ય સાધન વ્યાકરણજ છે કે જે અનેક મનુષ્યોને એકજ વ્યવસ્થિત ઢબે બોલવાની તથા લખવાની ફરજ પાડે છે અને તે ઢબને ઉલંઘનાર ભટ અને નિરક્ષર કહેવાય છેઃ એટલા ખાતર જ એક પ્રાચીન પુરુષે પોતાના પુત્રને ભલામણ કરી છે કે
'यद्यपि बहु नाधीषे तथापि पठ पुत्र व्याकरणम् । ___ स्वजनः श्वजनो माभूत् सकलं शकलं सकृत् शकृत् ॥१॥ ભાવાર્થ–હે પુત્ર જે તું બહુ ન ભણે તોપણ વ્યાકરણ ભણુ જેથી સ્વજન (સંબંધી) શ્વજન (કુતરાને વર્ગ), સકલ (સંપૂર્ણ) શકલ (ટુકડો), સકૃત્ (એકવાર) શકૃત (વિઝા) ન થઈ જાય. અર્થાત્ ઉપરના ત્રણે શબ્દોમાં જે દત્યે સકારને સ્થાને તાલવ્ય શિકાર બોલાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય છે અને તે જાતની ભૂલોથી બચાવનાર વ્યાકરણ જ છે. લીલાવતીકાર ભાસ્કરાચાર્યે સિદ્ધાન્ત શિરોમણિમાં કહ્યું છે કે–
यो वेदवेदवदनं सदनं हि सम्यक् ब्राहयाः स वेदमपि वेद किमन्यशास्त्रम् ।
यस्मादतः प्रथममेतदधीत्य धीमान शास्त्रान्तरस्य भवति श्रवणेऽधिकारी ॥१॥ ભાવાર્થ-જેણે વેદના મુખરૂપ સરસ્વતીના ઘર વ્યાકરણને સારી રીતે જાણ્યું, તે વેદ પણ જાણી ગયોઃ બીજા શાસ્ત્રોની વાત જ શી કરવી? આમ વસ્તુસ્થિતિ હોવાથી વ્યાકરણ જાણ્યા પછી જ બુદ્ધિમાન બીજા શાસ્ત્રો સાંભળવાનો અધિકારી થઈ શકે છે. આથી જણાઈ આવશે કે શ્રોતા તરીકેની યોગ્યતા મેળવવા માટે પણ વ્યાકરણ ભણવાની આવશ્યકતા છે, એમ મતાંતરોએ પણ સ્વીકારેલું છે.
તથા પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં સત્ય કેવી રીતે બોલવું તેના ઉત્તરમાં નામ આખ્યાત વગેરે વ્યાકરણના વિભાગના યથાર્થ ઉપયોગ-પૂર્વક સત્ય બોલવાનું શ્રી મહાવીર ભગવાને ફરમાવેલ છે. આમ લૌકિક અને લોકોત્તર બંન્ને માર્ગમાં વ્યાકરણના જ્ઞાનની આવશ્યકતા છે. એથી જ વ્યાકરણને મોક્ષના સાધન રૂપે લખાવ્યું છે.
व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिश्चयो भवति ।
‘અર્થાતત્ત્વજ્ઞાનં તવશાના ય શું ભાવાર્થ-વ્યાકરણથી "પદની સિદ્ધિ થાય છે, પદ સિદ્ધિથી અર્થનો (કર્તા આદિનો) નિશ્ચય થાય છે, અર્થ નિશ્ચયથી તત્ત્વનું જ્ઞાન થાય છે, તત્વજ્ઞાનથી પરમ શ્રેય–પરમ કલ્યાણ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૧ આચારાંગ આદિ અગ્યાર અંગો તથા બારમા અંગમાં ચૌદ પૂર્વ તથા દ્રષ્ટિવાદનો સમાવેશ થાય છે. - ૨ રીખવદેવજી ભગવાને પુરૂષોની બોત્તર કલા, સ્ત્રીઓની ચોસઠ કલા, તથા પ્રજાને આવશ્યક શિ૯પાદિ શીખવી પોતાનું રાજ્ય પોતાના સો પુત્રોને દેશવાર ભળાવી દીક્ષા લીધી, તે પછી તેમના મુખ્ય પુત્ર ભરતે છ ખંડમાં વહેંચાલ ભરત ક્ષેત્રના બત્રીસ હજારે દેશો ઉપર પોતાની રાજ્યસત્તા પ્રસરાવી. પ્રજાને એક છત્ર નીચે સુખ ભોગવતી કરી, અને તે પ્રજામાં સત્ય જ્ઞાનના પ્રચારાર્થે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોને યથાર્થ રીતે લખાવનાર ચાર આર્ય વેદો પ્રસરાવ્યા. હિંસક અનાર્ય વેદો તે વીશમા તીર્થંકરના થયા પછી જ પ્રચાર પામેલ છે.
૩ બોલાતી અથવા લખાતી ભાષા દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે. ૪ ગણધર શ્રી સુધર્માસ્વામીએ ગુંથેલી દ્વાદશાંગી પૈકીનું દશમું અંગ, ૫ વર્ણમાલાના અક્ષરો, તથા અક્ષર સમુદાયો વિભક્તિ આદિલાગી પદરૂપ બને છે ત્યારેજ અર્થ આપનાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org