Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2 Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 3
________________ ૨૦૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર કહેવાય છે. તથા નેત્ર આદિ આ અંગો શરીરની અંદર જીવ છે એમ અનુભવથી પ્રદર્શિત કરતાં હોવાથી તથા પાંચ અંગો બોધ કરાવતાં હોવાથી અને તે પાંચ અંગો જીવના અસ્તિત્વને વ્યંજિત (પ્રગટ) કરતાં હોવાથી આ પાંચ અંગો જીવના લક્ષણરૂપ છે. લિંગો છે, ચિહ્નો છે. તેથી તે અંગોને ઈન્દ્રિય કહેવાય છે. પાંચે ઈન્દ્રિયો દ્વારા આ જીવ રૂપ, શબ્દ, ગંધ ઈત્યાદિ વિષયોનો બોધ કરતો હોવાથી જીવમાં જ્ઞાયકત્વની” સિદ્ધિ થાય છે. અર્થાત્ “જીવ જ્ઞાતા છે પણ જડ નથી.” આમ સિદ્ધ થાય છે. જીવમાં જ્ઞાતાપણાની સિદ્ધિ થયે છતે “ઉપયોગ લક્ષણવાળો” જીવ છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ રીતે શરીરની અંદર જ રહેલો, પણ શરીરથી ભિન્ન અને જીવનપ્રક્રિયાવાળો જ્ઞાતા એવો જીવ નામનો એક સચેતન પદાર્થ છે આમ જીવ સિદ્ધ થાય છે. આ ઈન્દ્રિયો બે પ્રકારની હોય છે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. ત્યાં પુદ્ગલની બનેલી રચનાવિશેષ તથા તેમાં સહાયક થવાની જે શક્તિ છે તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે અને આત્મામાં વિષય જાણવાની જે જ્ઞાનશક્તિ છે તે ભાવેન્દ્રિય કહેવાય છે. દ્રવ્યેન્દ્રિય પણ બે પ્રકારની છે અને ભાવેન્દ્રિય પણ બે પ્રકારની છે. ઈન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના બે ભેદ આ પ્રમાણે એક નિવૃત્તીન્દ્રિય અને બીજી દ્રવ્ય ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિના બાહા અને અત્યંતર નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ ઉપયોગ "| એમ બે ભેદ છે. ભાવેન્દ્રિયના પણ બે ૧ બાહ્ય ૨ અત્યંતર ભેદ છે લબ્ધિ અને ઉપયોગ. અંગ અને ઉપાંગની ઈન્દ્રિયસ્વરૂપે જે રચનાવિશેષ તે “નિવૃત્તિ-રચના-આકાર” કહેવાય છે. અંગોપાંગનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયના નિમિત્તે આ ઈન્દ્રિયોની રચના થાય છે. આવા પ્રકારના નામકર્મના ઉદયવિશેષથી રૂપ-શબ્દ અને ગન્ધાદિને જાણવામાં સહાયક બને તે સ્વરૂપે સંસ્કાર પામેલા એવા શરીરના પ્રદેશો (શરીરના ભાગો-અવયવો) તેને નિવૃત્તીન્દ્રિય કહેવાય છે. તે નિવૃત્તીન્દ્રિય પણ બે પ્રકારની છે. બહાર જે દેખાય છે તે બાહ્ય અને અંદર જે અંગુલના અસંખ્યાતમાભાગની પુદ્ગલની બનેલી છે તે અત્યંતરનિવૃત્તીન્દ્રિય કહેવાય છે. બાહ્યનિવૃત્તિ મ્યાન જેવી છે. જેમ મ્યાન છેદનક્રિયા કરતું ભાવPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 262