Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2 Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Samiti View full book textPage 8
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૦૭ વિજય કર્યો કહેવાય અને આત્માની ચૈતન્ય શક્તિને તથા વીર્યશક્તિને માત્ર આત્મસ્વરૂપના જ ચિંતન-મનન પરિશીલનમાં લયલીન કરવી, પરભાવથી અત્યન્ત દૂર રાખવી તે ભાવથી ઈન્દ્રિયનો વિજય કહેવાય. હવે આ જ ઈન્દ્રિયજયે સમજાવવા માટે ઈન્દ્રિય ઉપર સાત નયો સમજાવે છે. (૧) નૈગમનય :- નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય સ્વરૂપે પરિણામ પમાડવાને માટે યોગ્ય એવા ઔદારિક-વૈક્રિય અને આહારક વર્ગણાના પુલસ્કંધો. જે ભાવિમાં ઈન્દ્રિય સ્વરૂપે બનશે. તેમાં યોગ્યતા માત્ર હોવાથી ઉપચારથી દ્રવ્યેન્દ્રિય કહેવાય. ઉપચારથી ઈન્દ્રિયપણું સ્થાપ્યું માટે નૈગમનય. સંગ્રહનય :- સમસ્ત સંસારી જીવદ્રવ્ય અને પુલદ્રવ્ય તે સંગ્રહનયથી ઈન્દ્રિય. કારણ કે સમસ્ત સંસારી જીવદ્રવ્યમાં ક્ષાયોપથમિકભાવે ઈન્દ્રિયશક્તિની સત્તા રહેલી છે તથા સમસ્ત પુદ્ગલદ્રવ્યમાં પણ પરિણામ સ્વભાવ હોવાથી ઈન્દ્રિય રૂપે બનવાની સત્તા છે. માટે સત્તાગ્રાહી સંગ્રહનયથી જીવ અને પુદ્ગલદ્રવ્ય ઈન્દ્રિય કહેવાય છે. (૩) વ્યવહારનય - નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયરૂપે અને ઉપકરણદ્રવ્યેન્દ્રિય રૂપે પરિણામ પામેલા અને નિર્માણનામકર્મ તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા (બનેલા) ઈન્દ્રિયો રૂપે જે આકારો-આંખ-કાન-નાક વગેરે પુદ્ગલના બનેલા આકારો તે ઈન્દ્રિય કહેવાય. કારણ કે વ્યવહારથી લોકો તેને જ ઈન્દ્રિય કહે છે. (૪) ઋજુસુત્રનય :- આ પાંચ પ્રકારની નિવૃત્તિ દ્રવ્ય ઈન્દ્રિય અને ઉપકરણ દ્રવ્ય ઈન્દ્રિય જ્યારે પોતપોતાના રૂપાદિ વિષયને જાણવા-ગ્રહણ કરવામાં પ્રવર્તતી હોય ત્યારે તેને ઈન્દ્રિય કહેવાય છે. કારણ કે ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે માટે ઈન્દ્રિયો વિષયમાં પ્રવર્તે તો જ ઈન્દ્રિય. શબ્દનય - પ્રથમના નૈગમાદિ ચારે નયો દ્રવ્યાર્થિકનયના પેટાભેદ હોવાથી પુદ્ગલની બનેલી નિવૃત્તિ અને ઉપકરણ એમ દ્રવ્યઈન્દ્રિયને ઈન્દ્રિય તરીકે સ્વીકારે છે. પણ પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના પેટાભેદ હોવાથી આત્માની ચેતન્યશક્તિ અને વીર્યશક્તિ રૂપ લબ્ધિ ઈન્દ્રિય અને ઉપયોગ ઈન્દ્રિયને ઈન્દ્રિયપણે સ્વીકારે છે. તેથી સંજ્ઞા = જ્ઞાન વડે પ્ર€ = વિષયને ગ્રહણ કરવા રૂપ રમતા = પરિમિતપણે પ્રગટ થયેલી આત્મામાં જે ક્ષયોપશમ ભાવની લબ્ધિ અને તેનો ઉપયોગ કરવારૂપે વૃત્તિ તે ઈન્દ્રિય કહેવાય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 262