Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 2
________________ જ્ઞાનમંજરી ૨૦૧ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ _ ૩૫થ સપ્તમેં દ્રિયજ્ઞયાષ્ટમ્ | शमान्तरायकृद् इन्द्रियाभिलाषः, तेन इन्द्रियजयादेव शमावस्थानम्, अतः इन्द्रियजयाष्टकं विस्तार्यते । तत्र इन्द्रो-जीवः सर्वपरमैश्वर्ययोगात्, तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपलम्भाद् व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम् । इन्द्रियविषयोपलम्भाद् ज्ञायकत्वसिद्धिः । तत्सिद्धौ "उवओगलक्खणो जीवो" इति जीवसिद्धिः । द्विविधानि इन्द्रियाणि, द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च । तत्र द्रव्येन्द्रियं द्विविधम्, निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियञ्च । तत्र निर्वृत्तिः अङ्गोपाङ्गानां निर्वृत्तानि इन्द्रियद्वाराणि कर्मविशेषसंस्कृताः शरीरप्रदेशाः निर्माणनामाङ्गोपाङ्गनामप्रत्यया उपकरणं बाह्यमभ्यन्तरञ्च निर्वृत्तिः तस्यानुपघातानुग्रहाभ्यामुपकारीति लब्धिः । उपयोगस्तु भावेन्द्रियं भवति, लब्धिः तदावरणीयमतिज्ञानावरणीयश्रुतज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायकर्मक्षयोपशमजनिता स्पर्शादिग्राहकशक्तिः लब्धिः, स्पर्शादिज्ञानमुपयोगः स्पर्शादिविज्ञानं फलरूपमुपयोगः । વિવેચન :- “શમભાવની પ્રાપ્તિમાં અંતરાય કરનાર” જો કોઈ હોય તો ઈન્દ્રિયોનો વિષયાભિલાષ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા જેટલી તીવ્ર, તેટલા જ ઈષ્ટઅનિષ્ટ વિષયોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ આદિ કષાયોની તીવ્રતા અને કષાયો થવાથી “શમતાભાવ”ની હાનિ થાય. માટે ઈન્દ્રિયોનો વિષયાભિલાષ શમભાવમાં વિદન કરનારો છે શમભાવનો પ્રતિબંધક છે. તેથી શમભાવમાં સ્થિર થવું હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવો જ જોઈએ. ઈન્દ્રિયોના વિષયાભિલાષને જિતવાથી જ શમાવસ્થાન પ્રાપ્ત થાય છે. તે માટે હવે ઈન્દ્રિયજયાષ્ટક કહેવાય છે. - ત્યાં ઈન્દ્ર એટલે જીવ, કારણ કે જેમ ઈન્દ્રમહારાજા ઐશ્વર્યવાળા (રાજ્યલક્ષ્મીવાળા) છે એટલે “ઈન્દ્ર” કહેવાય છે. તેમ આ જીવ પણ જ્ઞાનાદિ અનંતગુણોની અમાપ ભાવસંપત્તિ સ્વરૂપ સર્વ પ્રકારના પરમ ઐશ્વર્યવાળો હોવાથી ઈન્દ્ર કહેવાય છે. તે ઈન્દ્રનું (અર્થાત્ જીવનું) જે લિંગ (ચિહ્ન-નિશાની) તેને ઈન્દ્રિય કહેવાય છે. નેત્ર, કર્ણ, નાસિકા વગેરે પાંચ અંગો બરાબર કામ કરતાં હોય તો અંદર જીવ જીવે છે એમ જાણી શકાય છે. તેથી ઈન્દ્રિયો તે જીવનું લિંગ હોવાથી “જીવ છે એવી સૂચના કરતી હોવાથી” આ ઈન્દ્રિયોને લિંગ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 262