Book Title: Gyanoddharaka Muni Punyavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ૨૧૭ (૨) પ્રનોનું માહિતીપૂર્ણ સૂચિપત્ર તૈયાર કરાવ્યું. (૩) ભારતમાં અને વિદેશમાં વસતા અભ્યાસી વિદ્વાનોને તે પ્રતો સહેલાઈથી મળી શકે અને તેનો તેઓ સદુઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરાવી. (૪) હસ્તલિખિત પ્રતોનું સંકલન કર્યું. પ્રતનાં પાનાંઓની ભેળસેળ થઈ ગઈ હોય તો તેને વાંચીને ક્રમબદ્ધ વ્યવસ્થિત કરી, ફાટેલાં પાનાંને સરખાં કર્યા અને તે લાંબો સમય જળવાઈ રહે તે માટે યોગ્ય ઔષધો અને ઉધઈ ન લાગે તેવા ઉપાયોનું અવલંબન લીધું. (૫) પ્રાચીન શાસ્ત્રો, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ; લાકડાની, ધાતુની કે બીજી કલાસામગ્રી, નાનીમોટી મૂર્તિઓ અને સચિત્ર હતપ્રતો વગેરે પ્રાપ્ત ક્ય, સુરક્ષિત બનાવ્યાં અને અભ્યાસીને ઉપયોગી થાય તે રીતે તેમને વર્ગીકૃત કર્યા. આ બધું જ્ઞાનોદ્ધારનું કાર્ય તેઓએ પોતાની આગવી કોઠાસૂઝ, દીર્ધદષ્ટિ, સતત ઉદ્યમ, નિ:સ્પૃહતા અને જૈન ધર્મ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઈને જ કર્યું હતું. આ કાર્યની પ્રેરણા તેમને શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજ, શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, ઇત્યાદિ મહાપુરુષો' દ્વારા પ્રાપ્ત થઈ હતી. તેમના તરફથી સતત માર્ગદર્શન પણ મળ્યા કરતું હતું. શાનોપાસનાનું બહુમાન : મુનિશ્રીએ કરેલા જ્ઞાનોદ્ધારના મહાન અને યુગપ્રધાન કાર્યની કદર ઠીક ઠીક અંશે તેમના જીવન દરમ્યાન જ થઈ હતી. જેમ કે, (૧) પ્રાચ્યવિદ્યામાં Ph. D.ના મહાનિબંધના તેઓ પરીક્ષક નિમાયા હતા. (૨) સને ૧૯૫૯ ના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના તેઓ પ્રમુખ બન્યા હતા. (૩) ભાવનગર-સમાજે તેમને સુવર્ણચંદ્રક, વડોદરા-સંધે તેમને “આગમ- . પ્રભાકર” અને મુંબઈ-સમાજે વરેલી ખાતે શ્રી વિજયસમુદ્રસૂરિના સાન્નિધ્યમાં તેમને “શ્રત-શીલ-વારિધિ”ની પદવીઓથી વિભૂષિત કર્યા હતા. (૪) સને ૧૯૭૦ માં “અમેરિકન ઑરિએન્ટલ સોસાયટી”ના તેઓ માનદ્ સભ્ય બન્યા હતી. ઉત્તરાવસ્થા : વિદ્યાવ્યાસંગમાં તેઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. સ. ૧૯૫પની વર્ષાઋતુના દિવસો હતા. સંગ્રહણીના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. લગભગ દોઢ વર્ષ સુધી તેઓ પીડાયા. પરંતુ એ દરમિયાન એમને સધિયારો અપાયો. શારદા વ્યાસંગ, કથારન–કોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન એમણે આ નાદુરસ્ત તબિયતમાં જ કર્યું. અહીં એમનાં જ્ઞાન, ભક્તિ અને ચિત્તની સ્વસ્થતા પ્રગટ થયાં. આખરે વિ.સં. ૨૦૧૭ના જેઠ વદી ૬, તા. ૧૪-૬–૭૧ સોમવારે રાત્રિના ૮-૫૦ના સમયે મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારા પોરસ ભણાવી દીધી અને જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હંમેશને માટે સંથારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7