Book Title: Gyanoddharaka Muni Punyavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૦. જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ભૂમિકા : પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે: નિષ્ઠાભરી, નિસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના, એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને શાન સાધના એકરૂપ બની જઈને સાધકને અવૈર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમ-પ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી, તેમજ વળી ઊર્ધ્વગામી જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી. તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર હતો અને ચિત્ત-પ્રસન્ન રે પૂજનફળ કહ્યું” યોગીરાજ આનન્દઘનની આ ઉતિની યથાર્થતા સમજાવે એવો હતો. તેઓ નિર્ભેળ અને સત્વગામી શાન સાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું આભ્યન્તર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનન્દમય બનાવી શક્યા હતા. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મપુરુષ હતા અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવા માટે સદા સ્મરણીય બની રહે એવું હતું. ૨૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7