Book Title: Gyanoddharaka Muni Punyavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૧૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો યાદીઓ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચિઓ મુદ્રિત કરાવી આપી. વળી ક્યાંક ક્યાંક તો “પરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરવી. કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા. આ માટે એમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટ-સાધ્ય વિહારો કર્યા ને બિના મૃત-રક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે તેવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક પણ છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ તેમાં સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. આ સાથે ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના થઈ. પૂ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિન હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિ:સ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. આગમસંશોધનના વિરાટ કાર્યની આગેકૂચ: આગમ-સૂત્રો તો જૈન ધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે. વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આગમસૂત્રનો જ રહેલાં છે. જેન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાઓ તૈયાર કરવાનો જબરદસ્ત પુરુષાર્થ તેમણે કર્યો. પિસ્તાળીસ જેટલા જૈન આગમોનો, એમની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સંનિષ્ઠ લહિયાઓની મદદથી એમણે સંપાદનો તૈયાર કરવા માંડયાં. એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહોતી છતાં પોતાનું અયાચક-વન એમણે છોડ્યું નહીં. ૧૯૪૭–૪૮માં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમણે મુનિશ્રીનું આ કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરવાનું વચન આપ્યું. એટલું જ નહીં પણ મુનિશ્રીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું પણ માથે લીધું. આ આગમોની છેલ્લી વાચનાઓ આજથી લગભગ પંદર સો વર્ષ પૂર્વ વલભીપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમાણના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી. ત્યાર પછી છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી તે જૈન ધર્મમાં અને આ સદીના સંપાદનક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથો, ચૂર્ણિ સાથેનું નંદી-સૂત્રમ્ અને વિવિધ ટીકાઓ સાથેનું નંદી-સૂત્રમ્ ૧૯૬૬-૬૮માં છપાઈ પ્રગટ થયાં. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને “આગમ–પ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે. વળી કપડવંજનો ઉત્સવ', “વડોદરાનો સમારોહ” અને “મુંબઈ ચાતુર્માસ પરિવર્તનમાં જે પૈસા શુભ ઉપયોગ માટે આવ્યા તે પણ આગમ-પ્રકાશન માટે આપી દીધા. મુનિશ્રીએ અનેક જ્ઞાન-ભંડારોનો ઉદ્ધાર નીચે પ્રમાણે કર્યો છે : (૧) હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7