Book Title: Gyanoddharaka Muni Punyavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ૨૧૫ પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો-જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવકશ્રી ભાઈલાલભાઈ પાસે માગોંપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિતશ્રી નિત્યાનન્દ શાસ્ત્રી પાસે સિદ્ધહેમ-લઘુવૃત્તિ, હેમ-લઘુ-પ્રક્રિયા, ચન્દ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમાર-ચરિત વગેરેનું પરિશીલન કર્યું. પંડિત શ્રી સુખલાલજી પાસે કાવ્યાનુશાસન, નિલકમંજરી, તર્ક-સંગ્રહ ને છંદાનુશાસનનો અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્ત અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે બીજી અનેક બાબતો પણ આપમેળે સમજમાં આવતી ગઈ. સાથે સાથે પ્રતોનાં પાઠારો કરવાનું અને સંશોધન કરવાનું કામ ચાલતું રહ્યું. દીક્ષા બાદ આ રીતે શાસ્ત્રાભ્યાસ તેમજ સંશોધન કાર્ય સાથે ચાલતાં, તેમાં પંડિત સુખલાલજીનો ઘણો ફાળો હતો. પંડિત સુખલાલજી વિષે મહારાજશ્રી પોતે કહે છે, “શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેક સાધુ, વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું . તેમાં પ્રથમ સ્થાન પૂજ્ય-પ્રવર, સતત જ્ઞાનોપાસના પરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષા-ગુરુ અને શિક્ષા-ગુરુ છે... બીજું સ્થાન પંડિતશ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે તેમજ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહીં પણ મોઢેથી જ આપીને મારી દૃષ્ટિને વિશદ બનાવી છે.” જ્ઞાનોદ્વારનું ઉત્તમ કાર્ય : જ્ઞાનોદ્વારમાં તેઓએ અસાધારણ અને ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરી સમાજને ઘણો લાભ આપ્યો છે. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ તો તેઓ આહાર, આરામ ને ઊંઘને વીસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મ-ચિતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લો ! એમને આ રીતે જ્ઞાનોદ્વારના કાર્યમાં નિરન જોવા એ પણ એક લહાવો હતો. આગમ–પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે એકલે હાથે જે કામ કરી ગયા તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. એનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈનસંધને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે. તેમણે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે તે નીચે પ્રમાણે છે: ગ્રંથભંડારોનો ઉદ્ધાર: મુનિશ્રીએ ગુરુજી–દાદાગુરુજીને મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7