Book Title: Gujaratma Sanskrutik Ghadtarna Paribalo
Author(s): Kumarpal Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૧૨૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ રાજય અને ચોપાસના વાતાવરણ પાસેથી મળે છે. આમ એક સમાજે મેળવેલે, ખીલવેલે અને આત્મસાત્ કરેલ મૂલ્યસમુદાય તે એ પ્રદેશની સંસ્કૃતિ. આ મૂલ્ય સમુદાયના ઘડતરમાં એ પ્રદેશની આજીવિકા અને રહેઠાણ માટેની ગોઠવણ, એ પ્રજાનાં માન્યતાઓ, નિર્ણ, વલણ, ચિંતને, ખ્યાલ, એ સમાજનાં નૈતિક અને વ્યાવહારિક ધોરણે, ત્યાં વિકસેલી આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાએને ફાળો હોય છે. એ ધરતીએ અનુભવેલા ઈતિહાસના વારાફેરા, એનાં યંત્ર, વિજ્ઞાને ને દશને તેમ જ એને સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આદિવિષયક કલાવારસે પણ મૂલ્યઘડતરની પ્રકિયામાં વત્તે ઓછે અંશે ભાગ ભજવે છે. એક સમાજ બીજા સમાજના સંપર્કમાં આવતાં જે ઘર્ષણ-સમન્વયનાં બળો જમે છે તે પણ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપે છે. આવાં મૂલ્યથી ઘાટ પામેલી સંસ્કૃતિનું તેજ આપણું જીવનશૈલીમાં ઊતરેલું હોય છે. સંસ્કૃતિની અંદર આ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા આગવું મહત્વ ધરાવે છે. આપણા જીવનની જેમ સંસ્કૃતિ પણ સતત જીવંત, પરિવર્તનશીલ અને વિકાસગામી હાવી જોઈએ. આવી એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવતાં ડરવું ન જોઈએ. સંસ્કૃતિમાં બીજા પ્રદેશનાં–બીજી પ્રજાનાં-મૂલ્યો સાથે સમન્વય સાધવાની અખૂટ જીવંતતા અને શક્યતા પડેલી છે. પણ જે કઈ એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના ભયે પિતાના અંગે સંકેચી પિતાના કોચલામાં પુરાઈ રહે તો એમાં બંધિયારપણુ આવે. આ બંધિયારપણું આખીય સંસ્કૃતિને ઘાટ વગરની બનાવી દેનારી વસ્તુ છે. આથી આપણે આપણું મૂલ્યને જગતની ખુલ્લી હવામાં ઝૂમવા દેવાં જોઈએ. મનનાં દ્વાર વાસી દઈ પિતાનાં જ મૂલ્યમાં રાચતા રહીએ તે પ્રગતિ અટકી જાય છે. એટલા માટે સંસ્કૃતિમાં નવી ભાવનાઓ ને નવી શેને ઝીલવાનું, અનુભવવાનું અને સમાવવાનું સામર્થ્ય હોવું ઘટે. પણ આ સાથે પરસંસ્કૃતિના પ્રકાશમાં અંજાઈ ન જવાય એવું હીર પણ એમાં હોવું જોઈએ. જે સ્વસંસ્કૃતિનાં મૂલ્યનો અનાદર કરી પરસંસ્કૃતિની પૂજા કરવા બેસી જઈએ તે આપણે આપણા વારસાને તેમ જ સ્વત્વને ગુમાવી બેસીએ છીએ. પરિણામે આપણાં જીવનને ધારી રાખતાં બળનાં મૂળિયાં ઊખડવા માંડે છે. આમ સંસ્કૃતિનું કામ પિતાનું સત્ત્વ જાળવીને બીજાના સંપર્કમાં આવવાનું અને એના સારભૂત તત્વને આત્મસાત કરી લેવાનું છે. આપણા કેટકેટલા સમર્થ ચિંતકેએ આ હેય-ઉત્પાદેયનું કામ બજાવ્યું છે ! ગુજરાતના અહિંસા-કરુણાપ્રધાન સરકારે | ગુજરાતની ભૂમિ પર અનેક પ્રજાઓ આવીને વસી છે અને આ ભૂમિ પર વસતી પ્રજાએ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા પણ અનુભવી છે. ગુજરાતની પ્રજાના બંધારણમાં અમુક મૂલ્યો વિશેષ જણાઈ આવે છે અને એને લીધે ગુજરાતની સંસ્કૃતિના પટ પર અહિંસા, જીવદયા અને સર્વધર્મ સમભાવની ભાવનાની ભાત વિશેષ ઊપસી આવી છે. ગુજરાતને આ સંસ્કારોની ગળથુથી ઈ. સ. પૂર્વે ત્રીજા સિકાથી મળેલી છે; એનીય પહેલાંથી આ સંસ્કારો મળ્યા હોવાનું સંભવ છે. અત્યારના પ્રજાજીવનમાં એકરસ બની ગયેલી દેખાતી આ કરૂણાગામી સુકુમાર ભાવનાઓ સૈકાઓ પહેલાં આ પ્રદેશની વસતીના જીવનમાં ઓતપ્રોત બનીને સ્થિર થઈ ગઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8