Book Title: Gujaratma Sanskrutik Ghadtarna Paribalo
Author(s): Kumarpal Desai
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે ૧૭ ગુજરાતની સહિષ્ણુતા " સંસ્કૃત માનવને એક બીજે માટે પુરુષાર્થ છે પરસ્પરનાં વિચારે, વલણે અને માન્યતાઓ પ્રત્યે સહિમણુતા કેળવવાને. ગુજરાતમાં આવી પરધર્મ કે પરપ્રજા પ્રત્યેની સહિષ્ણુતા વ્યાપક રૂપે જોવા મળે છે. પિતાને પરમમાહેશ્વર કહેવડાવતા કેટલાક મિત્રક રાજવીઓએ બૌદ્ધ વિહારને છૂટે હાથે દાન આપ્યું છે. સેલંકી રાજવીઓ પિતાના નામ આગળ ઉમાતિ-જાપારનું બિરુદ લગાડવા છતાં સોલંકી યુગના સ્થાપક મૂળરાજે જેને સ્થાન અને એના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુને આચાર્ય પદ મહોત્સવ કર્યાને ઉલ્લેખ મળે છે. સિદ્ધરાજે વિષગુમંદિર બંધાવ્યા અને નેમિનાથની પૂજા કર્યાને ઉલ્લેખ મળે છે, તે શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવ-શંકરની સ્તુતિ કરે છે. મહારાજા કુમારપાળ પરમ માહેશ્વરની સાથે સાથે પરમાતનું બિરૂદ પણ ધરાવે છે. ચિત્તોડગઢમાંથી મળેલા લેખમાં દિગંબર આચાર્ય રામકીતિએ શરૂઆતમાં શિવની સ્તુતિ કરી છે. વસ્તુપાલ–તેજપાલે મસ્જિદ બંધાવ્યા અને સોમનાથની પૂજા કરી હેવાને ઉલ્લેખ મળે છે, તે પુત્રપ્રાપ્તિ કાજે હિંદુ દેવની પૂજા કરતા જગડુશાની વાત એમના ચરિત્રકારો કશીય ટીકા વિના ધે છે. કારમાં દુકાળમાંથી પ્રજાને બચાવનાર જગડુશાએ જીમલી મસ્જિદ બંધાવી. વાઘેલા વંશના અર્જુનદેવના સમયને વેરાવળ માંથી મળેલ એક લેખ સોમનાથ જેવા ધર્મસ્થાનમાં પણ પરધમીઓ પ્રત્યે કેટલી ઉદારતા બતાવવામાં આવતી હતી, તે બતાવે છે. નાખુદા પીરેઝે સોમનાથદેવના નગરની બહારના ભાગમાં મજિદ બંધાવી હતી. વળી,આવી ધાર્મિક બાબતોને વહીવટ મુસલમાની જમાત કરે એવી છૂટ પણ હતી. થોડા સમય પહેલાં જે પ્રજાહદયે મહમૂદ ગઝનીના આક્રમણને કોરી ઘા અનુભવ્યો હતો, એ જ પ્રજાહદય આટલી ઉદારતા બતાવે એ બાબત આપણા સમાજનું હૃદય ઔદાર્ય છતું કરે છે. જૈન સંસ્કૃતિના હાર્દરૂપ અનેકાંતવાદે આપેલ પરમસહિષ્ણુતા, સત્યને ગમે ત્યાંથી સ્વીકાર કરવાની વૃત્તિ અને ઉદારતાના પાઠે પણ આમાં સેંધપાત્ર ફાળો આપ્યો છે, એમ સ્વીકારવું ઘટે. અમદાવાદની એક મસ્જિદમાંથી મળી આવેલ અરબી ભાષામાં લખાયેલ એક લેખ પણ આની ગવાહી પૂરે છે. આ મસ્જિદને કેટલેક ભાગ સોલંકી સમયમાં બંધાયેલો હવાને ઉલ્લેખ મળે છે. આથી સાબિત થાય છે કે મુસલમાનોએ ગુજરાત જીત્યું એની બે દાયકા પૂર્વે તેઓ અહીં શાંતિથી વસવાટ કરતા હતા. આપણે ત્યાં સોલંકી શાસન હતું એ વખતે દક્ષિણમાં શિવ રાજાઓએ વૈષ્ણવોની કનડગત કરી હોવાના દાખલા મળે છે. ગુજરાતમાં કઈ શિવ રાજાએ આવું કર્યું નથી. સંજાણના હિંદુ રાજાએ પારસીઓને આપેલા આશ્રય અને તેમને વસવાટ કાજે આપેલી જમીનનો બનાવ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને એક મહાન બનાવ ગણાય. આવી રીતે પરધમીને પિતાની સાથમાં વસવાટ આપ્યાના દાખલા ઇતિહાસમાં વિરલ છે. ગુજરાતની અહિંસામાંથી ગાંધીજીએ એક સાત્વિક બળ ઊભું કર્યું, તે ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ જગતને “વ્યાપક ધર્મભાવના ને વિચાર આપ્યો. * જગડુચરિત્ર સર્ગ ૬, શ્લોક ૨૪. + ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ ૧ લે. રત્નમણિરાવ જોટે પૃ. ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8