Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળો
લેખકઃ શ્રી કુમારપાળ દેસાઈ
માનવીએ પૃથ્વી પર પિતાનું જીવન આવ્યું. જીવનના ઉષ:કાળમાં જ એણે ભૌતિક જરૂરિયાત મેળવવાના પ્રયત્ન આદર્યા. આ જરૂરિયાતોને મેળવવાના પ્રયત્નની સાથે સાથે એ મન-ચિત્તને ઉપયોગ કરે છે, અમુક નીતિ-નિયમ ઘડે છે, પિતે એ નિયમ પાળવાને આગ્રહ રાખે છે ને બીજા પાસે પળાવવાનો આગ્રહ ધરાવે છે. આમાંથી મનમાં એક સંસ્કાર જન્મે છે. ચિત્તમાં આદ્રતા, મનમાં સહભાવ ને સમભાવ, એકબીજા તરફ ઉપયેગી થવાનું વલણ વગેરેથી એ સંસ્કૃત બનવાની પ્રવૃત્તિ તરફ વળે છે. સંસકૃતિ અને તેનું કામ
ધીરે ધીરે માનવીના જીવનસમગ્રને આ પ્રવૃત્તિ ઘાટ આપવા માંડે છે. આમાંથી એ એની જીવનરીતિમાં અમુક મૂલ્ય સ્થાપે છે. આપણા વિવિધ સંબંધો અને એમાંય સ્ત્રીપુરુષ વચ્ચેને લગ્નસંબંધ, એમાંથી એકપત્નીત્વ અને એથીય ઉચ્ચ ભૂમિકાએ પહોંચતા ભાઈબહેનને નાતે આના ફળરૂપ છે. માણસ એને મળેલાં મૂલ્યનું વધુ ને વધુ ખેડાણ કરતે જાય છે. જો કે પ્રજા પિતાનાં મૂલ્યોથી વેગળી બની જાય તો એ નિજી સત્ત્વથી પણ વેગળી બને છે. આ મૂલ્ય પ્રજાસમૂહનું માનસિક ખેડાણ કરતાં હોય છે–જીવનને વધુ ને વધુ શુદ્ધ, સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવવા કાજે.
આ પ્રક્રિયાને પરિણામે સંસ્કૃતિને એક આગવો આકાર ઘડાય છે. એ આકાર કે એક વિશિષ્ટ પ્રદેશ પર મુખ્યત્વે આધાર લે છે. અને એ ભૂમિ પર વસતી પ્રજાના જીવનમાં સૂક્ષ્મરૂપે આવિર્ભાવ પામે છે. એક સમાજ કે પ્રદેશમાં વિકસતાં આવાં આગવાં તોથી એ પ્રજાનું એક બંધારણ ઘડાય છે. એ પ્રજામાં એક વિશિષ્ટ એવી જાગૃત ચેતનાનું સાતત્ય વરતાય છે. આ બાબતે એ પ્રદેશના લોકોને એકતાંતણે બાંધે છે. આ મૂલ્ય એ સમાજની રીતરસમે, જીવનપદ્ધતિ અને વિચારશીલતાને ઘાટ આપતાં હોય છે. એક પ્રદેશ કે સમાજમાં ઊગેલાં આ મૂલ્યને વારસે ચેડેઘણે અંશે કુટુંબ, સમાજ,
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ રાજય અને ચોપાસના વાતાવરણ પાસેથી મળે છે. આમ એક સમાજે મેળવેલે, ખીલવેલે અને આત્મસાત્ કરેલ મૂલ્યસમુદાય તે એ પ્રદેશની સંસ્કૃતિ.
આ મૂલ્ય સમુદાયના ઘડતરમાં એ પ્રદેશની આજીવિકા અને રહેઠાણ માટેની ગોઠવણ, એ પ્રજાનાં માન્યતાઓ, નિર્ણ, વલણ, ચિંતને, ખ્યાલ, એ સમાજનાં નૈતિક અને વ્યાવહારિક ધોરણે, ત્યાં વિકસેલી આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાએને ફાળો હોય છે. એ ધરતીએ અનુભવેલા ઈતિહાસના વારાફેરા, એનાં યંત્ર, વિજ્ઞાને ને દશને તેમ જ એને સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આદિવિષયક કલાવારસે પણ મૂલ્યઘડતરની પ્રકિયામાં વત્તે ઓછે અંશે ભાગ ભજવે છે. એક સમાજ બીજા સમાજના સંપર્કમાં આવતાં જે ઘર્ષણ-સમન્વયનાં બળો જમે છે તે પણ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપે છે. આવાં મૂલ્યથી ઘાટ પામેલી સંસ્કૃતિનું તેજ આપણું જીવનશૈલીમાં ઊતરેલું હોય છે.
સંસ્કૃતિની અંદર આ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા આગવું મહત્વ ધરાવે છે. આપણા જીવનની જેમ સંસ્કૃતિ પણ સતત જીવંત, પરિવર્તનશીલ અને વિકાસગામી હાવી જોઈએ. આવી એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવતાં ડરવું ન જોઈએ. સંસ્કૃતિમાં બીજા પ્રદેશનાં–બીજી પ્રજાનાં-મૂલ્યો સાથે સમન્વય સાધવાની અખૂટ જીવંતતા અને શક્યતા પડેલી છે. પણ જે કઈ એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના ભયે પિતાના અંગે સંકેચી પિતાના કોચલામાં પુરાઈ રહે તો એમાં બંધિયારપણુ આવે. આ બંધિયારપણું આખીય સંસ્કૃતિને ઘાટ વગરની બનાવી દેનારી વસ્તુ છે. આથી આપણે આપણું મૂલ્યને જગતની ખુલ્લી હવામાં ઝૂમવા દેવાં જોઈએ. મનનાં દ્વાર વાસી દઈ પિતાનાં જ મૂલ્યમાં રાચતા રહીએ તે પ્રગતિ અટકી જાય છે. એટલા માટે સંસ્કૃતિમાં નવી ભાવનાઓ ને નવી શેને ઝીલવાનું, અનુભવવાનું અને સમાવવાનું સામર્થ્ય હોવું ઘટે. પણ આ સાથે પરસંસ્કૃતિના પ્રકાશમાં અંજાઈ ન જવાય એવું હીર પણ એમાં હોવું જોઈએ. જે સ્વસંસ્કૃતિનાં મૂલ્યનો અનાદર કરી પરસંસ્કૃતિની પૂજા કરવા બેસી જઈએ તે આપણે આપણા વારસાને તેમ જ સ્વત્વને ગુમાવી બેસીએ છીએ. પરિણામે આપણાં જીવનને ધારી રાખતાં બળનાં મૂળિયાં ઊખડવા માંડે છે. આમ સંસ્કૃતિનું કામ પિતાનું સત્ત્વ જાળવીને બીજાના સંપર્કમાં આવવાનું અને એના સારભૂત તત્વને આત્મસાત કરી લેવાનું છે. આપણા કેટકેટલા સમર્થ ચિંતકેએ આ હેય-ઉત્પાદેયનું કામ બજાવ્યું છે ! ગુજરાતના અહિંસા-કરુણાપ્રધાન સરકારે | ગુજરાતની ભૂમિ પર અનેક પ્રજાઓ આવીને વસી છે અને આ ભૂમિ પર વસતી પ્રજાએ ઘર્ષણ-સમન્વયની પ્રક્રિયા પણ અનુભવી છે. ગુજરાતની પ્રજાના બંધારણમાં અમુક મૂલ્યો વિશેષ જણાઈ આવે છે અને એને લીધે ગુજરાતની સંસ્કૃતિના પટ પર અહિંસા, જીવદયા અને સર્વધર્મ સમભાવની ભાવનાની ભાત વિશેષ ઊપસી આવી છે. ગુજરાતને આ સંસ્કારોની ગળથુથી ઈ. સ. પૂર્વે ત્રીજા સિકાથી મળેલી છે; એનીય પહેલાંથી આ સંસ્કારો મળ્યા હોવાનું સંભવ છે. અત્યારના પ્રજાજીવનમાં એકરસ બની ગયેલી દેખાતી આ કરૂણાગામી સુકુમાર ભાવનાઓ સૈકાઓ પહેલાં આ પ્રદેશની વસતીના જીવનમાં ઓતપ્રોત બનીને સ્થિર થઈ ગઈ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળ દેસાઈઃ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે
૧૨૫ અહિંસાની ભાવનાને એક વિશિષ્ટ અને વ્યવહારુ આવિષ્કાર જ જીવદયા કે કરુણા છે. પિતાના નિમિત્તે ન કેઈને હણવું કે દુઃખ પહોંચાડવું એ અહિંસા અને બીજાના ભલા ખાતર પિતાની જાત કે સર્વસ્વને ઘસી નાખવામાં આનંદ માનવે તે કરુણાઃ આમ અહિંસા અને કરુણા એક જ સિકકાની બે બાજુ બની જાય છે. આથી આ બંને ભાવનાને સાથે જોવી એ જ ચગ્ય લેખાશે. ઈ. સ. પૂર્વે ર૭૪–૨૩૭ના કાળમાં થયેલા દેવાનાંપ્રિય પ્રિયદર્શી મહારાજ અશોકની ચૌદ આજ્ઞાઓ ગિરનારના શૈલકણ” પર આલેખાયેલી છે. આ શિલાલેખ એ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તે ગુજરાતનાં સંસ્કારબળોને પ્રથમ આલેખ છે. આમાં પ્રાણવધની મનાઈ ઉપરાંત પ્રાણધન જાળવવાની દરકાર પણ ઘણું બતાવાઈ છે. એક આજ્ઞામાં લખ્યું છે : “જ્યાં જ્યાં મનુષ્યપાગી અને પશુઉપચગી ઔષધ ન હતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળ અને ફળ નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. પશ અને માણસના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાએ દાવવામાં આવ્યા.” આમાં માનવની સાથે મૂંગા પ્રાણીઓની પણ કેટલી બધી ખેવના રખાઈ છે! ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે. પશુઓની માવજત કરવાની અને ખાસ કરીને ખેડાં ઢેરને સાચવવાની પ્રથાનાં મૂળ અહીં જણાય છે. અત્યારની પાંજરાપોળની સંસ્થાનાં મૂળ પણ ગુજરાતમાં જ છે ને!
પણ આ તો બેએક હજાર વર્ષ પહેલાંના, પ્રમાણમાં નજીકના ઇતિહાસયુગની વાત થઈ. ગુર્જરભૂમિને મળેલ અહિંસા, જીવદયા અને પ્રાણુરક્ષાની ઉત્કટ તેમ જ સુભગ ભાવનાના ચીલા તે, ઇતિહાસયુગને વટાવીને, ઇતિહાસયુગના છેક આરંભકાળ સુધી અથવા તે પ્રાગૈતિહાસિક સમયના છેલ્લા તબકકારૂપ મહાભારતના યુદ્ધના કાળ સુધી પહોંચે છે. જૈનધર્મના બાવીસમાં તીર્થકર ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પિતાના લગ્ન નિમિત્તે વધ માટે ભેગાં કરેલાં મૂંગા પ્રાણુઓને આર્તનાદ સાંભળીને નેમિકુમારે લગ્નના લીલા તારણેથી પિતાનો રથ પાછો વાળી લઈને ગિરનારની ગહન ગુફાઓ અને ભયંકર અટવીઓમાં તપ, ત્યાગ, સંયમ અને તિતિક્ષાને માર્ગે વૈરાગ્યની સાધના કરવાનું મંજૂર રાખ્યું હતું. ભગવાન નેમિનાથે વિસ્તારેલ અને આપેલ કરુણા અને વૈરાગ્યને આ અમર વાર ગુજરાતની ભક્તિશીલ, ધર્મપ્રેમી અને પાપભીરુ પ્રજાએ છેક અત્યાર સુધી સાચવી અને શોભાવી જાય છે. એટલે, ખરી રીતે, સમ્રાટ અશોકે તે ગુજરાતમાં અહિંસા અને કરુણાની ભાવનાનું પૂર્વભારતમાંથી પશ્ચિમ ભારતના આ પ્રદેશમાં મોટે ભાગે પુનરુચ્ચારણ અને અમુક અંશે પુનરુજજીવન કર્યું; બાકી અહિંસા અને દયાની આ ભાવના તે ઘણા જૂના સમયથી ગુજરાતની પ્રજાના જીવનમાં તાણુંવાણાની જેમ વણાઈ ગઈ હતી. શ્રીકૃષ્ણને પશુપ્રેમ પણ એટલે જ જાણીતો છે.
જૈનધર્મની પ્રરૂપણ ભલે પૂર્વ ભારતમાં થઈ હોય, પણ, સમય જતાં, એ સ્થિર થયે પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતની ભૂમિમાં, તેમજ દક્ષિણ ભારતમાં ગુજરાતની ધરતીમાં પરપ્રાંતનું આ બી રેખાયું ને ફૂલ્યુ-ફાલ્યું એ જ એની અહિંસાપ્રિયતાને માટે પુરાવે છે. ક્ષત્રપ સમય દરમ્યાન આવેલા યુએન શુઆંગની પ્રવાસનધમાં રાજા શીલાદિત્ય (પહેલા)ની વાત મળે છે. આ શીલાદિત્ય જીવનભર કેઈ પ્રાણીને હાનિ પહોંચાડી ન
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવપ્રથ
હતી અને પેાતાના હાથીઓ તેમ જ ઘેાડાએ પણ જીવજંતુની હિંસા ન કરે એ માટે એ તેમને ગાળેલુ પાણી પાવાના આગ્રહ રાખતા. વધુમાં એ લખે છે કે એના રાજ્યનાં પચાસેક વર્ષ દરમિયાન રાની પશુઓ મનુષ્યા સાથે હળીમળી જતાં ને લોકો એમને મારતા ગૂડતા નહી. ઇત્સિંગ પણ આ પ્રદેશના એક રિવાજ વર્ણવતાં કહે છે કે અહીં ગાળેલા પાણીમાંથી નીકળતાં જ તુએને પાછાં પાણીમાં નાખી જીવતાં રાખવાના રિવાજ છે. આમાં બૌદ્ધ ધર્મની અસર હેાઈ શકે. પરતુ જૈનાએ આ ભાવનાને વ્યાપક અને પ્રબળ બનાવવામાં મેાટા ફાળે આપ્યા છે. આમાં સેાલકી યુગના મહારાજા કુમારપાલને પણ આગવે ફાળા છે.
'
મહારાજા કુમારપાલની · અમારિ–ઘાષણા' એ એક મેાટી સાંસ્કૃતિક ઘાષા છે. આમાં એ અશેક કરતાં એક ડગલું આગળ વધે છે. આ વિશે શ્રી હેમચંદ્રાચાય એમના દ્વાશ્રય ’ કાવ્યમાં નોંધે છે ‘ એણે કસાઈ એથી થતી તથા શિકારીઓ દ્વારા થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા બકરાઓના બલિ પણ ખધ કર્યો અને માંસાદિના વેચાણથી જેમની આજીવિકા ચાલતી હતી તેમની આજીવિકા બંધ થતાં તેઓને રાજાએ ત્રણ વર્ષોંનું ધાન્ય આપ્યું.’ ‘ અમારિ ઘાષણા ’ના પ્રચાર કુમારપાલે માત્ર ગુજરાતમાં જ નહીં પણ પેાતાના સામંતે મારફતે પેાતાના આખાય સામ્રાજ્યમાં ગુજતા કર્યા હતા. મારવાડના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુરના શિવમ'દિરમાંથી અને જોધપુર રાજયના કિરાડુમાંથી મળતા હિસાબ`ધી ફરમાવતા લેખે। આની ગવાહી પૂરે છે. આ સિવાય કુમારપાલે રાજાએ અને રજપૂતામાં પ્રચલિત એવા મદ્યપાન અને માંસભક્ષણની અધી ફરમાવી હતી અને પરદ્વારાગમન અને વ્રતના ત્યાગ કરાવ્યેા હતેા. આથી ગુજરાતની પ્રજામાં દરેક અનાચાર પ્રત્યે સામાન્ય રીતે જોવા મળતી તિરસ્કારવૃત્તિ માટે આપણે આ રાજવીને શ્રી સહજાનંદ સ્વામી સાથે સભારવા પડે.
આ અહિંસા અને જીવદયાની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં સૈકા સુધી ઘૂંટાતી રહેલી છે એટલું જ નહી, વ્યવહારમાં પણ ઊતરી છે. આ પ્રદેશની એક વિભૂતિ ગાંધીજીએ તે અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્ર્યનું આંદોલન જગાવ્યું. અહિંસા અને વીરતા એ એ બાબતાને કેટલાક વિરોધી માનતા હતા; પણ ગાંધીજીએ આ તથાકથિત વિરોધી બાબતાને ભેગી કરી એક નવું બળ જન્માવ્યું. અહિંસાથી ભરેલી વીરતાથી યુદ્ધ ખેલવાના નવા જ પાઠ ગાંધીજીએ શીખવ્યા. અળવ તરાય ઠાકારે આ ભાવનાને ચાગ્ય રીતે બિરદાવી છે—
સામા પર ઘા કર્યા વિના જીતવાના ભગવાન બુદ્ધ અને મહાવીરના પ્રયાગ ગાંધીજીએ કરી બતાવ્યા. ખરેખર તેા આખીય ગુજરાતની અહિંંસા અને કરુણામય સસ્કૃતિનું સત્ત્વ ગાંધીજી સાંગેાપાંગ વ્યવહારમાં ઉતારે છે અને આથી એમની સિદ્ધિ ગુજરાતના સત્ત્વનું સામર્થ્ય અને ખમીર પુરવાર કરે છે. આમ અશાકના શિલાલેખમાંની ધર્માજ્ઞાએ કાતરાઈ તા દેશના ઘણા ખૂણામાં, પણ તે ઊગી તે ગુજરાતના જીવનમાં જ,
મૈત્રકકાલીન ગુજરાત ' ભાગ ૧; લે. ડા. હરિપ્રસાદ શાસ્ત્રી, પૃ. ૨૭-૮૯
"
છે. જંગ સાત્ત્વિક ખળા પ્રકટાવવાના, ચારિત્ર્ય. સૌમ્ય વ્રત સાધુ ખિલવવાનો. '
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળે
૧૭ ગુજરાતની સહિષ્ણુતા
" સંસ્કૃત માનવને એક બીજે માટે પુરુષાર્થ છે પરસ્પરનાં વિચારે, વલણે અને માન્યતાઓ પ્રત્યે સહિમણુતા કેળવવાને. ગુજરાતમાં આવી પરધર્મ કે પરપ્રજા પ્રત્યેની સહિષ્ણુતા વ્યાપક રૂપે જોવા મળે છે. પિતાને પરમમાહેશ્વર કહેવડાવતા કેટલાક મિત્રક રાજવીઓએ બૌદ્ધ વિહારને છૂટે હાથે દાન આપ્યું છે. સેલંકી રાજવીઓ પિતાના નામ આગળ ઉમાતિ-જાપારનું બિરુદ લગાડવા છતાં સોલંકી યુગના સ્થાપક મૂળરાજે જેને સ્થાન અને એના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુને આચાર્ય પદ મહોત્સવ કર્યાને ઉલ્લેખ મળે છે. સિદ્ધરાજે વિષગુમંદિર બંધાવ્યા અને નેમિનાથની પૂજા કર્યાને ઉલ્લેખ મળે છે, તે શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવ-શંકરની સ્તુતિ કરે છે. મહારાજા કુમારપાળ પરમ માહેશ્વરની સાથે સાથે પરમાતનું બિરૂદ પણ ધરાવે છે. ચિત્તોડગઢમાંથી મળેલા લેખમાં દિગંબર આચાર્ય રામકીતિએ શરૂઆતમાં શિવની સ્તુતિ કરી છે. વસ્તુપાલ–તેજપાલે મસ્જિદ બંધાવ્યા અને સોમનાથની પૂજા કરી હેવાને ઉલ્લેખ મળે છે, તે પુત્રપ્રાપ્તિ કાજે હિંદુ દેવની પૂજા કરતા જગડુશાની વાત એમના ચરિત્રકારો કશીય ટીકા વિના ધે છે. કારમાં દુકાળમાંથી પ્રજાને બચાવનાર જગડુશાએ જીમલી મસ્જિદ બંધાવી. વાઘેલા વંશના અર્જુનદેવના સમયને વેરાવળ માંથી મળેલ એક લેખ સોમનાથ જેવા ધર્મસ્થાનમાં પણ પરધમીઓ પ્રત્યે કેટલી ઉદારતા બતાવવામાં આવતી હતી, તે બતાવે છે. નાખુદા પીરેઝે સોમનાથદેવના નગરની બહારના ભાગમાં મજિદ બંધાવી હતી. વળી,આવી ધાર્મિક બાબતોને વહીવટ મુસલમાની જમાત કરે એવી છૂટ પણ હતી. થોડા સમય પહેલાં જે પ્રજાહદયે મહમૂદ ગઝનીના આક્રમણને કોરી ઘા અનુભવ્યો હતો, એ જ પ્રજાહદય આટલી ઉદારતા બતાવે એ બાબત આપણા સમાજનું હૃદય ઔદાર્ય છતું કરે છે. જૈન સંસ્કૃતિના હાર્દરૂપ અનેકાંતવાદે આપેલ પરમસહિષ્ણુતા, સત્યને ગમે ત્યાંથી સ્વીકાર કરવાની વૃત્તિ અને ઉદારતાના પાઠે પણ આમાં સેંધપાત્ર ફાળો આપ્યો છે, એમ સ્વીકારવું ઘટે.
અમદાવાદની એક મસ્જિદમાંથી મળી આવેલ અરબી ભાષામાં લખાયેલ એક લેખ પણ આની ગવાહી પૂરે છે. આ મસ્જિદને કેટલેક ભાગ સોલંકી સમયમાં બંધાયેલો હવાને ઉલ્લેખ મળે છે. આથી સાબિત થાય છે કે મુસલમાનોએ ગુજરાત જીત્યું એની બે દાયકા પૂર્વે તેઓ અહીં શાંતિથી વસવાટ કરતા હતા. આપણે ત્યાં સોલંકી શાસન હતું એ વખતે દક્ષિણમાં શિવ રાજાઓએ વૈષ્ણવોની કનડગત કરી હોવાના દાખલા મળે છે. ગુજરાતમાં કઈ શિવ રાજાએ આવું કર્યું નથી. સંજાણના હિંદુ રાજાએ પારસીઓને આપેલા આશ્રય અને તેમને વસવાટ કાજે આપેલી જમીનનો બનાવ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને એક મહાન બનાવ ગણાય. આવી રીતે પરધમીને પિતાની સાથમાં વસવાટ આપ્યાના દાખલા ઇતિહાસમાં વિરલ છે. ગુજરાતની અહિંસામાંથી ગાંધીજીએ એક સાત્વિક બળ ઊભું કર્યું, તે ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ જગતને “વ્યાપક ધર્મભાવના ને વિચાર આપ્યો.
* જગડુચરિત્ર સર્ગ ૬, શ્લોક ૨૪. + ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ ૧ લે. રત્નમણિરાવ જોટે પૃ. ૧૧૪
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવન્ય
ગુજરાતની આ પરધ સહિષ્ણુતાની વૃત્તિ કાયરતાના અંચળા લેખાય તે એ ખાટુ કહેવાય. કદાચ કોઈ આ તડજોડ કરવાની વૃત્તિને પેાતાની કાયર વૃત્તિને ઢાંકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે. પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તેા, ગુજરાતની અસ્મિતા આનાથી કયારેય ઘવાઈ નથી. આમાં તે સવ ધમ સમભાવથી આગળ વધી સવ ધમ મમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ આ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મોને અને એ ધર્માં આચરતી વ્યક્તિને જેખ મળી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં વધુ સુખ-શાંતિ અને એખલાસના અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ.
૧૨૮
સંસ્કારઘડતરમાં ઇનિહાસ અને ભૂગાળના ફાળા
સંસ્કૃતિનું પ્રતિષિ ́ ઇતિહાસમાં જોઈ શકાય છે. આપણી સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણુ, આવિર્ભાવ પામે છે. ઘણીવાર તા વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યમાં સંસ્કૃતિનાં આગવાં તત્ત્વાનું વિકસન કે પ્રફુલ્લન જોવા મળે છે. આમ ઇતિહાસ એ સંસ્કૃતિની આરસી છે, તેા ભૂંગાળ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારુ ખળ છે. જેમ માનવીને એની આસપાસની પ્રકૃતિના પાસ લાગે છે તેમ પ્રકૃતિ પશુ માનવીઘડવા ઘાટ ધારણ કરે છે. આથી ગુજરાતના વ્યક્તિત્વને જોવા માટે જે જે ભૂમિવિભાગેાએ એના વ્યક્તિત્વને ઘડવામાં ફાળા આપ્યા છે તે જોવા ઘટે--પછી ભલે ને આજે એ ગુજરાતની રાજકીય સીમાની બહાર હાય. આ માટે અત્યારે રાજસ્થાનમાં આવેલ ભિન્નમાલ કે શ્રીમાલને પણ જોવું ઘટે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨૦.૫થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૨થી ૭૪.૯ પૂર્વ રેખાંશ સુધીના પ્રદેશ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના પશ્ચિમ-હિંદુસ્તાનના ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે.
ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, લાંબો, થોડાંક બદરાવાળા કિનારો, નિયમિત આવતું ચામાસ અને સમશીતેષ્ણ આબોહવા જેવા ભૌગાલિક સચાગેાએ પણ કેટલાક ભાગ ભજવ્યેા છે. ગુજરાતના સાગરકાંઠા એ એની એક ભૌગેાલિક વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વનું ખળ ખની છે. પ્રાગૈતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુદ્રયાનની વૃત્તિ અને વાણિજ્યવૃત્તિમાં આનું પગેરું શોધવાના પ્રયત્નો થયા છે. વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સંબધા કરતાં વ્યાપારી સંબધા વિશેષ હતા. આજે પણુ ગુજરાતીએ એમના વેપારકૌશલ અને વ્યવહારઝીણવટ માટે જાણીતા છે. અત્યારે તેા હિંદનું ભાગ્યે જ એવું કાઈ ગામ હશે જ્યાં ગુજરાતી વાણિજ્ય અર્થે વસવાટ કરતા ન હાય! ગુજરાતના વેપારીએ કુનેહબાજ પણ ખરા. ગંભૂય (ગભૂ) ગામના ઠક્કુર નિન્નય, જગડુશા, સમરસિ'હ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનાએ તેાડેલાં જૈન મદિરાના જીઈદ્ધારનુ` ખર્ચ' મેળવવાની વગ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્રે આપણી વાણિજ્યવૃત્તિ ખીલવી; આ વાણિજ્યે આપણામાં સમાધાનવૃત્તિ આણી. મહાજનસ સ્થાને વિકાસ
ગુજરાતની સમાધાનપ્રિય અને કલેશથી ક`ટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજના ખીલ્યાં છે તેટલાં ખીજે કાંય ખીલ્યાં નથી. આ મહાજનસ'સ્થા ગુજરાતનું
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમાસ્પાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળ
૧૨૯ એક નેધપાત્ર સંસ્કૃતિબળ છે, એનું ગૌરવ છે. સંઘબળને ભારે મહિમા આ સંસ્થામાં જોવાય છે. કેટલીક વાર રાજસત્તા જે કામ લાંબા ગાળે, મોટા ખર્ચે ને મનસંતેષે કરી શકતી નથી, તે કામ આ સંસ્થા અલ્પ સમય અને દ્રવ્યથી, બંને પક્ષના સંતોષ સાથે, પૂરું કરે છે. મહાજનેએ ઘણુ વખત સુધી પરદેશીઓને વેપારમાં પેસવા દીધા નહોતા, કમી વેરઝેર પર કાબૂ રાખ્યો હતો ને સ્વચ્છંદ રાજસત્તાઓને નાથવાના પ્રયત્નો પણ કર્યા હતા. સામાજિક અને વ્યાવહારિક નિયમ પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજને વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા. સુતાર–લુહારનાં મહાજનથી લઈને મિલમાલિકોનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તે
મજૂર મહાજનને જન્મ આપી ઔદ્યોગિક દુનિયામાં એક નો દાખલો બેસાડ્યો છે. સમાધાનપ્રિયતા અને વીરત્વ | સમાધાનપ્રિયતા સદા સમન્વય ને સૌમ્યતાને શોધે છે. જૈન મંદિરોમાં થયેલી અંબામાતાની સ્થાપના એ આ સમન્વયવૃત્તિને પુરાવો છે, તે ગુજરાતમાં ભયાનક રસવાળા સંપ્રદાય પણ સામ્ય બન્યા, એ આનો બીજો પુરાવે છે. ગુજરાતે શિવધર્મમાંથી એના ઉગ્ર તત્વને ઓછું કરી નાખ્યું. કાલીમાતા આ પ્રદેશ પર ભદ્રકાલીમાતા બન્યાં. પરંતુ ગુજરાતની સમાધાનપ્રિયતા અને સામ્યતાને જોઈ “અહીં વીરતા વિકસી જ નથી” એમ કહેનાર થાપ ખાય છે. સિસોદિયા વંશના મૂળપુરુષ બાપા રાવળ ઈડરના હતા. ચાવડા વંશ, સેલંકી વંશ અને વાઘેલા વંશની ઇતિહાસગાથામાં સ્થળે સ્થળે પરાક્રમ તેજ છલકાતું જોવા મળે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ક્ષત્રિયાનાં અને વિમળશા અને વસ્તુપાલ જેવા વણિકોનાં હદયમાં ધર્મબળ અને હાથમાં યુદ્ધકૌશલ્ય પડેલું દેખાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માં ઠેરઠેર જોવા મળતા પાળિયાઓ આની જ સાક્ષી પૂરે છે. ભીલ, કળી, આહીર, ચારણ, મીર, મિયાણા, વાઘેર અને કાઠી જેવી જાતિઓ આજેય બહાદુર જાતિ ગણાય છે. અસહકારની ચળવળ વખતે આ પ્રદેશના બધા વર્ણનાં પુરૂષો, સ્ત્રીઓ તેમ જ બાળકોએ પિતાની ઠંડી તાકાત બતાવી હતી.
આ બધું હોવા છતાં એટલું તો સ્વીકારવું પડશે કે ગુજરાતની સંસ્કૃતિના આગવા તવ લેખે વીરત્વને બતાવી શકીશું નહીં. આનું કારણ એ પણ હોઈ શકે કે જે પ્રજા બહારથી અહીં આવી હોય, તે ઠરીઠામ બનવાની મને વૃત્તિવાળી બની ગઈ હોય. અહી આવેલા ક્ષત્રિય ઠરીઠામ બનવાની વૃત્તિવાળા હતા એમ કહી શકાય. રજપૂતો અહી આવ્યા ત્યાં લગીમાં એમની રજપૂતવૃત્તિ ઓછી થઈ ગઈ.
ગુજરાત પાસે વહાણવટાની ગૌરવશાળી પરંપરા હતી. ભારતને લગભગ ત્રીજા ભાગને સાગરકાંઠે ધરાવતા ગુજરાતમાં ભરૂચ, સોપારી, ખંભાત, દ્વારકા, રાયપુર (માંડવી બંદર), સોમનાથ, સુરત વગેરે સાગરસાહસ અને પરદેશી સમૃદ્ધિથી છલકાતાં બંદરે હતાં. સેળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યો તેમાં અકબરને ખંભાતને શહેનશાહ કહ્યો હતો. સમગ્ર હિંદને સમ્રાટ ગુજરાતના એક બંદરને લીધે વિદેશમાં ઓળખાય તે એ બંદરની જાહોજલાલી સૂચવે છે. કચ્છનાં નાખવાઓ પોતાની કાબેલિયતથી દૂર-દેશાવરમાં ડંકો વગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી
Page #8
--------------------------------------------------------------------------
________________ 130 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવગયા છીએ. ઇંગ્લેન્ડની કલ્પનાને જેમ દરિયે ઘડે છે તેવું ગુજરાતને માટે હવે નથી રહ્યું! “લંકાની લાડી ને ઘેઘાને વર” એ વાત એક ઉક્તિરૂપે જ સચવાઈ રહી છે. આમ વાણિજ્ય તરફનો ઝેક ને ઠરીઠામ થવાની વૃત્તિને કારણે વીરત્વને ઉદ્રક છે થયા હોવાનો સંભવ ખરે. આથી જ કવિ નર્મદે “ગુજરાતીઓની સ્થિતિ માં જેસો અને શરીરબળ વધારી “ઠંડા લોહીનું સુખ છોડી “ગરમ લોહીના સુખને ભોગવવાની વાત કરી છે ! ગુજરાતની સંસ્કૃતિ અહિંસા, જીવદયા, સર્વધર્મસમન્વય, સમાધાનવૃત્તિ જેવાં વિશિષ્ટ તોથી ઘડાયેલી છે. આ બધાં તો સૌમ્યતા અને ઉદાત્તતાથી પરિપૂર્ણ છે. આની અંદર એક નવું બળ પ્રગટાવ્યું મહાત્મા ગાંધીજીએ. એમણે નિર્બળ ગણતી ભાવનાની સબળતાનું જગતને ભાન કરાવ્યું. ગાંધીજીની વિશેષતા ગુજરાતમાં પડેલાં આ બીજને મનભર અને મનહર વિકાસ સાધવામાં છે. આપણું સંસ્કૃતિતો એ મહાન વ્યક્તિના પારસસ્પશે ચેતનવંતાં થયાં અને એને પ્રસાર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં થયે. ભારતીય સંસ્કૃતિનું જ અંગ ગુજરાતમાં ખીલેલી આ ભાવનાઓ સુવાંગ ગુજરાતની જ છે એવું નથી. ખરેખર તે ગુજરાતની સંસ્કૃતિ તત્ત્વતઃ ભારતીય સંસ્કૃતિથી અળગી નથી, પણ પ્રાંતીય વૈશિલ્યના રંગ ધારણ કરતાં કરતાં એની કેટલીક ભાવનાઓ વિશેષપણે વિકસી છે. પરંતુ આ પ્રાંતીય વિશેષતાઓની રંગબેરંગી પુષ્પમાળાનું સળંગસૂત્ર તો ભારતીય સંસ્કૃતિ જ છે. ગુજરાતમાં કેટલીક ભૌગોલિક યા સામાજિક વિશેષતા જોવા મળે, પણ આપણે અહિંસા અને સર્વધર્મ સમભાવ જેવા સંસ્કારો માત્ર ગુજરાતમાં જ દેખાય છે એમ નથી; અમુક અંશે એ આખા ભારતમાં પણ દેખાય છે. આને વિશે એટલું કહી શકીએ કે આ સંસ્કારોની વિશેષ ખિલાવટ ગુજરાતમાં થઈ છે. આમ ભારતના જુદાજુદા પ્રદેશની પ્રજાના રીતરિવાજ, ટેવો, વલણે અને માન્યતા ભલે જુદાં હોય, પણ એમનાં મૂલ્ય તો એક જ છે. જેવી રીતે આપણે સ્વાધીનતાની ભાવનાને ભગતસિંહ, તિલક, રાનડે, ગાંધીજી અને શ્રી અરવિંદમાં જુદે જુદે રૂપે આવિષ્કાર થયે, એવું જ આપણી ભારતીય સંસ્કૃતિ વિશે છે. 'ઉપમાથી કહીએ તે આનું પિત એક જ છે, એમાં ભાત જુદી જુદી, અવનવા રંગેની ઝલકવાળી દેખાય છે એટલું જ,