________________
શ્રી કુમાસ્પાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળ
૧૨૯ એક નેધપાત્ર સંસ્કૃતિબળ છે, એનું ગૌરવ છે. સંઘબળને ભારે મહિમા આ સંસ્થામાં જોવાય છે. કેટલીક વાર રાજસત્તા જે કામ લાંબા ગાળે, મોટા ખર્ચે ને મનસંતેષે કરી શકતી નથી, તે કામ આ સંસ્થા અલ્પ સમય અને દ્રવ્યથી, બંને પક્ષના સંતોષ સાથે, પૂરું કરે છે. મહાજનેએ ઘણુ વખત સુધી પરદેશીઓને વેપારમાં પેસવા દીધા નહોતા, કમી વેરઝેર પર કાબૂ રાખ્યો હતો ને સ્વચ્છંદ રાજસત્તાઓને નાથવાના પ્રયત્નો પણ કર્યા હતા. સામાજિક અને વ્યાવહારિક નિયમ પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજને વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા. સુતાર–લુહારનાં મહાજનથી લઈને મિલમાલિકોનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તે
મજૂર મહાજનને જન્મ આપી ઔદ્યોગિક દુનિયામાં એક નો દાખલો બેસાડ્યો છે. સમાધાનપ્રિયતા અને વીરત્વ | સમાધાનપ્રિયતા સદા સમન્વય ને સૌમ્યતાને શોધે છે. જૈન મંદિરોમાં થયેલી અંબામાતાની સ્થાપના એ આ સમન્વયવૃત્તિને પુરાવો છે, તે ગુજરાતમાં ભયાનક રસવાળા સંપ્રદાય પણ સામ્ય બન્યા, એ આનો બીજો પુરાવે છે. ગુજરાતે શિવધર્મમાંથી એના ઉગ્ર તત્વને ઓછું કરી નાખ્યું. કાલીમાતા આ પ્રદેશ પર ભદ્રકાલીમાતા બન્યાં. પરંતુ ગુજરાતની સમાધાનપ્રિયતા અને સામ્યતાને જોઈ “અહીં વીરતા વિકસી જ નથી” એમ કહેનાર થાપ ખાય છે. સિસોદિયા વંશના મૂળપુરુષ બાપા રાવળ ઈડરના હતા. ચાવડા વંશ, સેલંકી વંશ અને વાઘેલા વંશની ઇતિહાસગાથામાં સ્થળે સ્થળે પરાક્રમ તેજ છલકાતું જોવા મળે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ક્ષત્રિયાનાં અને વિમળશા અને વસ્તુપાલ જેવા વણિકોનાં હદયમાં ધર્મબળ અને હાથમાં યુદ્ધકૌશલ્ય પડેલું દેખાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માં ઠેરઠેર જોવા મળતા પાળિયાઓ આની જ સાક્ષી પૂરે છે. ભીલ, કળી, આહીર, ચારણ, મીર, મિયાણા, વાઘેર અને કાઠી જેવી જાતિઓ આજેય બહાદુર જાતિ ગણાય છે. અસહકારની ચળવળ વખતે આ પ્રદેશના બધા વર્ણનાં પુરૂષો, સ્ત્રીઓ તેમ જ બાળકોએ પિતાની ઠંડી તાકાત બતાવી હતી.
આ બધું હોવા છતાં એટલું તો સ્વીકારવું પડશે કે ગુજરાતની સંસ્કૃતિના આગવા તવ લેખે વીરત્વને બતાવી શકીશું નહીં. આનું કારણ એ પણ હોઈ શકે કે જે પ્રજા બહારથી અહીં આવી હોય, તે ઠરીઠામ બનવાની મને વૃત્તિવાળી બની ગઈ હોય. અહી આવેલા ક્ષત્રિય ઠરીઠામ બનવાની વૃત્તિવાળા હતા એમ કહી શકાય. રજપૂતો અહી આવ્યા ત્યાં લગીમાં એમની રજપૂતવૃત્તિ ઓછી થઈ ગઈ.
ગુજરાત પાસે વહાણવટાની ગૌરવશાળી પરંપરા હતી. ભારતને લગભગ ત્રીજા ભાગને સાગરકાંઠે ધરાવતા ગુજરાતમાં ભરૂચ, સોપારી, ખંભાત, દ્વારકા, રાયપુર (માંડવી બંદર), સોમનાથ, સુરત વગેરે સાગરસાહસ અને પરદેશી સમૃદ્ધિથી છલકાતાં બંદરે હતાં. સેળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યો તેમાં અકબરને ખંભાતને શહેનશાહ કહ્યો હતો. સમગ્ર હિંદને સમ્રાટ ગુજરાતના એક બંદરને લીધે વિદેશમાં ઓળખાય તે એ બંદરની જાહોજલાલી સૂચવે છે. કચ્છનાં નાખવાઓ પોતાની કાબેલિયતથી દૂર-દેશાવરમાં ડંકો વગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org