Book Title: Gujaratma Sanskrutik Ghadtarna Paribalo Author(s): Kumarpal Desai Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળો લેખકઃ શ્રી કુમારપાળ દેસાઈ માનવીએ પૃથ્વી પર પિતાનું જીવન આવ્યું. જીવનના ઉષ:કાળમાં જ એણે ભૌતિક જરૂરિયાત મેળવવાના પ્રયત્ન આદર્યા. આ જરૂરિયાતોને મેળવવાના પ્રયત્નની સાથે સાથે એ મન-ચિત્તને ઉપયોગ કરે છે, અમુક નીતિ-નિયમ ઘડે છે, પિતે એ નિયમ પાળવાને આગ્રહ રાખે છે ને બીજા પાસે પળાવવાનો આગ્રહ ધરાવે છે. આમાંથી મનમાં એક સંસ્કાર જન્મે છે. ચિત્તમાં આદ્રતા, મનમાં સહભાવ ને સમભાવ, એકબીજા તરફ ઉપયેગી થવાનું વલણ વગેરેથી એ સંસ્કૃત બનવાની પ્રવૃત્તિ તરફ વળે છે. સંસકૃતિ અને તેનું કામ ધીરે ધીરે માનવીના જીવનસમગ્રને આ પ્રવૃત્તિ ઘાટ આપવા માંડે છે. આમાંથી એ એની જીવનરીતિમાં અમુક મૂલ્ય સ્થાપે છે. આપણા વિવિધ સંબંધો અને એમાંય સ્ત્રીપુરુષ વચ્ચેને લગ્નસંબંધ, એમાંથી એકપત્નીત્વ અને એથીય ઉચ્ચ ભૂમિકાએ પહોંચતા ભાઈબહેનને નાતે આના ફળરૂપ છે. માણસ એને મળેલાં મૂલ્યનું વધુ ને વધુ ખેડાણ કરતે જાય છે. જો કે પ્રજા પિતાનાં મૂલ્યોથી વેગળી બની જાય તો એ નિજી સત્ત્વથી પણ વેગળી બને છે. આ મૂલ્ય પ્રજાસમૂહનું માનસિક ખેડાણ કરતાં હોય છે–જીવનને વધુ ને વધુ શુદ્ધ, સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવવા કાજે. આ પ્રક્રિયાને પરિણામે સંસ્કૃતિને એક આગવો આકાર ઘડાય છે. એ આકાર કે એક વિશિષ્ટ પ્રદેશ પર મુખ્યત્વે આધાર લે છે. અને એ ભૂમિ પર વસતી પ્રજાના જીવનમાં સૂક્ષ્મરૂપે આવિર્ભાવ પામે છે. એક સમાજ કે પ્રદેશમાં વિકસતાં આવાં આગવાં તોથી એ પ્રજાનું એક બંધારણ ઘડાય છે. એ પ્રજામાં એક વિશિષ્ટ એવી જાગૃત ચેતનાનું સાતત્ય વરતાય છે. આ બાબતે એ પ્રદેશના લોકોને એકતાંતણે બાંધે છે. આ મૂલ્ય એ સમાજની રીતરસમે, જીવનપદ્ધતિ અને વિચારશીલતાને ઘાટ આપતાં હોય છે. એક પ્રદેશ કે સમાજમાં ઊગેલાં આ મૂલ્યને વારસે ચેડેઘણે અંશે કુટુંબ, સમાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8