Book Title: Gujarati Sahitya ma Jain Bhakti kavyo Author(s): Pannalal R Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ ૧૪૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ પ્રકારમાં દેવચંદ્રજી, કુમારપાળવિરચિત આત્મનિંદા વગેરે આગળ છે. આપણે મોહર્રાવયથી શરૂઆત કરીએ : શિવ પદ દેવાં જો સમરથ છો, તો યશ લેતાં શું જાય ? હો પ્રભુજી ! ઓળભડે મત ખાજો. એટલું ખરું કે જૈન સ્તવનો, સજ્ઝાયાદિ પ્રાચીન છંદો કે અખાની માફક છપ્પામાં રચાયાં નથી એટલે હાલ લોકભોગ્ય નથી. પરંતુ એવી રીતના રાગ-રાગિણીમાં રચાયેલાં છે કે જે સામાન્ય માણસ પણ ગાઈ શકે—એની પ્રવાહિતાનો આનંદ માણી શકે. હાલ માત્ર જરૂર છે તેવા રાગોને પ્રચલિત કરવાની. આપણા સંગીતકારો પાસેથી આટલી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. જોકે ચિત્રપટ સંગીતમાં રચ્યાપચ્યા રહેતા જૈન યુવકો જ આ વસ્તુને પિછાનતા નથી. ક્ષણિક કર્ણપ્રિયતાને વર્જ્ય ગણી, આમ અંધારામાં રહેલી કૃતિઓને ઓપ આપવાની જરૂર છે. નીચેના સ્તવનનો ઢાળ જુઓઃ બાલપણે આપણુ સસનેહી રમતાં નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ અમે તો સંસારની વેશે, હો પ્રભુજી ! ઓળંભડે મત ખીજો. —મોહનવિજયજી સતયુગમાં, જૈન પરિભાષામાં કહું તો ચતુર્થ આરામાં, લોકો ધણા ભદ્રિક હતા અને અલૌકિક પુરુષો વિદ્યમાન હોવાથી લોકોદ્દાર તાત્કાલિક થતો. જ્યારે આજે કળિયુગ—પાંચમો આરો, અને લોકો મનના મેલાં, એટલે શ્ર્વિરની અમીદ્રષ્ટિ થાય નહિ. આ સામે કવિનું હૃદય બળવો પુકારે છે, અને મીહાશથી કહે છે : Jain Education International શ્રી શુભવીર પ્રભુજી મોંધે કાળે રે, દીયંતા દાન રે શાખાશી ઘણી. —ખાર વ્રતની પૂજા : ૫૦ વીરવિજયજીકૃત તો કોઈ જગ્યાએ હૃદય ભક્તિથી છલકતું હોય પણ આપણી લાગણી આપણા વાલમના ખ્યાલ બહાર રહેતી હોય એવી આપણને આશંકા થાય ત્યારે વિનતિરૂપે વીરવિજયજીની પંક્તિઓ જુઓ : ભક્તિ હૃદયમાં ધારો રે, અંતર-ઘેરીને વારો રે, તારો દીનદયાળ. -નવાણું પ્રકારની પૂજા : પં૦ વીરવિજયકૃત જેમ શ્રી વીરવિજયજી મોંધા કાળમાં વરસ્યાની ખરી કિંમત આંકે છે તેમ ચિદાનંદજી પણ આ જ વાતને જરા જુદા સ્વરૂપે રજૂ કરે છે : મોહ ગયે જો તારશો, ઋણુ વેળા હો કહાં તુમ ઉપગાર ? સુખ વેળા સજ્જન અતિ દુ:ખ વેળા હો વિરલા સંસાર, પરમાતમ પૂરણ કળા. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12