Book Title: Gujarati Sahitya ma Jain Bhakti kavyo Author(s): Pannalal R Shah Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 5
________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૩૯ જૈનેતર ભક્ત કવિઓએ ભક્તિરસ વહાવવા ઉપરાંત સામાજિક ટીકાઓ કરી છે અને એમાં અખો મોખરે છે. જૈન કવિઓમાં કોઈ એ સામાજિક પ્રહારો કર્યાં છે કે કેમ, એવો પ્રશ્ન સ્વાભાવિક થાય. આનંદધનજીએ સમાજ પર પ્રહારો કર્યાં છે, જે તુલનાષ્ટિએ અખાની જેમ આકરા નથી, પરંતુ હળવા છે. અખો અને આનંદધનજી એવા સમયમાં થયા કે જ્યારે સમાજ અંધાધૂંધીમાં, ધર્માંધતાના ગોઁધકારમાં સખડતો હતો. લોકોને ભક્તિ તો સદા રુચિ છે, પરંતુ તેની ભાવનાને વિસારે પાડી એટલે માત્ર બાહ્યાચરણ રહ્યું. સમસ્ત ભારતના કવિઓની કૃતિઓમાં ભક્તિરસ ઝર્યો છે તેનું કારણ કદાચ ઉપર બયાન કર્યાં મુજબની સામાજિક સ્થિતિ હોય. મીરાંબાઈ, ધીરો, ભોજો ભગત, પીપા ભગત, દયારામ, નરસિંહ મહેતા, કબીર વગેરેનું ઉદ્બોધન આપણે જોઈ એ તો ભક્તિભાવનો વિચાર કેન્દ્રસ્થાને છે. અખાએ તો પોતાની તીક્ષ્ણ કલમ વડે સમાજને ચાબખા ફટકાર્યાં છે. શ્રી આનંદધનજીને સમાજ પિછાની શકયો નહિ. એથી તેઓ આત્મલક્ષી બન્યા, અને વનવાસ સેવ્યો. સ્તવનો જંગલમાં રચ્યાં, પરંતુ સમાજની—સાધુસમાજની અસરથી મુક્ત રહ્યા નહિ. એમનાથી કહેવાઈ ગયું : ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરાદિ નિજ કાજ કરતાં થયાં મોહ નડિયા કલિકાલ રાજે, ભક્તિકાવ્યોની ચર્ચા કરતી વખતે આવા ઉદ્ગારોને એટલા માટે સ્થાન આપ્યું છે કે આપણા પ્રાચીન કવિઓની એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની સામાજિક સ્થિતિને કાવ્યમાં વણી લેતા. આ દૃષ્ટિએ તે સમયના સમાજ દર્શન માટે આવાં કાવ્યો નજર બહાર ન રહેવાં જોઈ એ. જૈન સમાજ અનેક ફિરકાઓમાં વહેંચાયેલો છે એનું સમર્થન યથાર્થ રીતે થયું છે. જોકે આવું કથન ક્વચિત જ થયું છે. બાકી એમનાં કાવ્યો ભક્તિરસથી ભરપૂર છે. ઈશ્વરધેલાને લોકો શું કહે ? પાગલ જ ને ? ભક્તિ-ધૂનીને લોકો પાગલ કહે એવો વિચાર તેઓ વ્યક્ત કરે છે પણ ખરા ઃ દરશણુ દરેિશણુ રટતો જો કુિંરું, તો રણ રોઝ સમાન. પણ સમાજના ડરથી ધા નહિ. તેમને તરત જ ખ્યાલ આવે છે કે ઈશ્વર-રાગીને દુનિયા સાથે શો સંબંધ ? સાચા ભક્તને આવો વિચાર ન હોય. તરત જ ઉમેરી દે છે : જેહને પિપાસા હો અમૃતપાનની, કિંમ ભાંજે વિષપાન ? Jain Education International અભિનંદન જિન દરિશણુ તરસીએ. જૈન દર્શનમાં દરેક વિષયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકન થયું છે. એમાં જેટલું બુદ્દિગ્રાહ્ય છે એટલું જ એ ઊર્મિ-પ્રધાન છે. સ્યાદ્વાદ મતથી સામા પક્ષની લાગણીનો વિચાર કરવાનો અવકાશ મળે છે. એટલે એમના પ્રતિ ઉદ્વેગ થવાને બદલે પ્રેમ, મૈત્રી કે કારુણ્ય પ્રગટશે. જેમ જૈન તત્ત્વજ્ઞાન દરેક વિષયને ઊંડાણથી સ્પર્શે છે, તેમ જૈન કવિઓએ કાવ્યમાં ઊર્મિને સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકી છે. આ સૂક્ષ્મદ્રષ્ટિમાં જૈનેતર કવિઓ અને જૈન કવિઓમાં થોડોક ક્ક છે. અન્ય કવિઓએ શ્રીકૃષ્ણની લીલાનાં બયાન ઊર્મિ-સભર કર્યો છે, એમના ગુણગાન ગાયાં છે; જ્યારે જૈન કવિઓએ ગુણગાન કીર્તન કરવા ઉપરાંત, અપ્રતિમ ભક્તિ છતાં, જ્યારે ઈશ્વર ઉપકારક ન થતો હોય ત્યારે મીઠો ઉપાલંભ આપતાં કાવ્યો આપ્યાં છે, અગર તો આપણી ભક્તિમાં કયાંક ન્યૂનતા છે, એટલે આત્મનિરીક્ષણ કરે છે. મીઠો ઉપાલંભ આપવામાં મોહનવિજયજી, યશોવિજયજી, ચિદાનંદજી વગેરે મોખરે છે; જ્યારે આત્મનિંદાના ખીજા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12