Book Title: Gujarati Sahitya ma Jain Bhakti kavyo
Author(s): Pannalal R Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230080/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો પન્નાલાલ રસિકલાલ શાહુ ઊર્મિ અને વિચારની પ્રધાનતાને અનુલક્ષીને કાવ્યના બે પ્રકાર પાડવામાં આવ્યા ઊમિપ્રધાન અને બુદ્ધિપ્રધાન. તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષય માટે કાવ્યનો પ્રકાર ચિંતનપ્રધાન ગણાય. પરંતુ એથી વાચક કાવ્યનો રસાસ્વાદ ન કરી શકે એ હકીકતને લક્ષમાં લઈ, આપણા પ્રાચીન કવિઓએ તત્ત્વને લગતી બાબતો ઊર્મિકાવ્યો દ્વારા પીરસી છે કારણ, ઊર્મિપ્રધાન કાવ્યો હૃદયંગમ હોય છે. પોતાની અનુભૂતિ માત્ર પ્રગટ કરે એટલે કવિ સફળ થતો નથી; પરંતુ તેની સફળતાનો આધાર એની અનુભૂતિ વાચકમાં કેટલે અંશે પ્રગટે છે એના પર રહેલો છે. શ્રી રામપ્રસાદ બક્ષી કહે છે તેમ, “ કવિ પોતાની અનુભૂતિને માત્ર વ્યક્ત કરતો નથી, વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ જગાડવાનો એનો પ્રયત્ન હોય છે. વાચકમાં સમભાવ જગાડે એ જ એની કવિશક્તિની અને કલાની સફ્ળતા છે.”૧ મહાકવિઓથી માંડીને સામાન્ય કવિઓનાં કવન માટે એ વિષયો સનાતન છે : એક તો ઈશ્વર અને બીજું, સમસ્ત સૃષ્ટિ પ્રત્યેનો સ્નેહ. જગતમાં કોઇપણ કવિ એવો નહિ હોય જેણે આ બન્ને વિષયો પર પોતાની કલમ અજમાવી નહિ હોય. આ સનાતન વિષયો ઉપર આટલું રચાયા છતાં, દરેકની અનુભૂતિમાં કાંઈક નવીન તત્ત્વ, કાંઈક રસાસ્વાદ કરવા જેવું આપણને મળી રહે છે. શ્વરભક્તિનાં કાવ્યોમાં પણ સૂફીવાદીઓની પ્રિયા ' તરીકેની કલ્પના સ્વાભાવિક થઈ પડી. ભક્તિરસનો પ્રવાહ ભારતભરમાં અવિરત વહ્યો છે, જેમાં મીરાંબાઈ, નરસિંહ મહેતા, ખીર વગેરે મુખ્ય છે. જૈનોનાં ભક્તિકાવ્યો અને અન્ય દર્શનોનાં ભક્તિકાવ્યોમાં મૂળભૂત ફરક છે. એનું કારણ જૈન દર્શનની ઈશ્વર પ્રત્યેની દૃષ્ટિ છે. જૈન દર્શન ઇશ્વરને ઇહલૌકિક વસ્તુથી પર, રાગદ્વેષાદિ બંધનોથી રહિત, પુણ્ય કે પાપ—સોનાની કે લોખંડની એડીથી મુક્ત ક૨ે છે, છતાં એ સામાન્ય માનવમાંથી પ્રગટતું સંપૂર્ણ દેવત્વ છે. જ્યારે અન્ય દર્શનોમાં ઈશ્વરને જગતકર્તા માનવામાં આવ્યો છે, તેમ જ આ બધી પ્રકૃતિની લીલા એમની હોઇ, ઈશ્વરલીલાનાં કાવ્યો રચાયાં છે. વૈષ્ણવ સંપ્રદાય અને સુફીમતમાં આ ભક્તિરસ, ૧. જુઓ : વા “મય વિમર્શ, પૃષ્ઠ ૪૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી શૃંગારરસ મિશ્રિત પણ બન્યો છે. જેનો ઈશ્વરને સ્વામી તરીકે સ્વીકારે છે, પરંતુ સાંસારિક દૃષ્ટિથી નહિ, હૃદયની સાચી ઊર્મિથી, આદર્શની ઉચ્ચ ભૂમિકા સાથે. મીરાંબાઈ વગેરેનાં ભજનોમાં આવી ભૂમિકા છે ખરી. એટલે એવા કવિઓની કૃતિઓ જૈન કવિઓની કૃતિ સાથે સરખાવીશું તો વધુ રસદાયક નીવડશે. સૌપ્રથમ આપણે આનંદઘનજીના પ્રીતમ જોઈએ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો, ઔર ન ચાહુ રે કંત, રિયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. –આનંદઘનજી ચોવીશી સરખાવો– મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ રે પ્રભુ – મીરાંબાઈ જૈન કવિઓની ખૂબી એ છે કે ભક્તિકાવ્યોમાં પ્રિય તરીકેના સંબોધનમાં ઈશ્વર વાગ્યાર્થ નથી હોતો. ખાસ કરીને ચિદાનંદજીનાં પદોમાં આવતાં સંબોધનો વિચારવા જેવાં છે. સાંસારિક સંબંધોનો એમાં ઉપયોગ થયો છે તે આ રીતે ? આપણે આત્મા રાગ-દ્વેષાદિથી ઘેરાયેલો છે, એટલે કુમતિના બાહુપાશમાં જકડાયેલો છે. કુમતિને સુમતિની શોક્ય ગણી ચિદાનંદજીએ પોતાની કાવ્યસરિતા વહાવી છે. જુઓ, સુમતિ પોતાના સ્વામીને કેવી વિનતિ કરે છે : પિયા ! પરધર મત જાવો રે, કરુણા કરી મહારાજ, કુળ મરજાદા લોપકે રે, જે જન પરઘર જાય. -ચિદાનંદજીના પદો : પદ પહેલું. પણ પ્રભોલન વસ્તુ એવી છે કે એમાં પડ્યા પછી હાથ ઘસવાના હોય એ જાણવા છતાં પણ સુમતિના પિયા-આપણે–પરઘર જઈએ છીએ, કુમતિનો સંગ કરીએ છીએ. પણ ધીરજ અને ક્ષમાશીલતાની મૂર્તિ, આર્યસન્નારી કંઈ પોતાની સજનતા છોડે ખરી કે ? પરગૃહે જવા છતાં પણ હજુ કાંઈ થયું ન હોય એમ સુમતિ યાચના કરે છે? પિયા ! નિજ મહેલ પધારો રે, કરી કરુણા મહારાજ, તુમ બિન સુંદર સાહિબા રે, મો મન અતિ દુઃખ થાય. - ચિદાનંદજીના પદો : પદ બીજું. આપણે તો વિહંગાવલોકન કરવા બેઠાં છીએ, માત્ર દષ્ટિપાત કરીએ છીએ, એટલે વચ્ચેની અનુભૂતિનો આપણને આછો ખ્યાલ આવી ગયો હશે એમ માની, જ્યારે આત્મા સ્વગૃહે પધારે છે, ત્યારે સુમતિ કેવો આલાદ અનુભવે છે તે જોઈએ : આજ સખી મેરે વાલમાં નિજ મંદિર આયે, અતિ આનંદ હૈયે ધરી, હસી કંઠ લગાયે. -ચિદાનંદજીના પદો : પદ બારમું. તો આથી તદ્દન વિરુદ્ધ વિરહિણીની દશા, વિરહ વેદના જેવી હોય તો આપણે શ્રી દેવચંદ્રજી વિરચિત ચોવીશીના એકાદ સ્તવનનું અવલોકન કરીએ. ઈશ્વરથી અળગાપણું બતાવતાં તેઓ કહે છે : ઋષભ દિશું પ્રીતડી કિમ કિજે હો કહો ચતુર વિચાર, Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો ઃ ૧૩૭ પ્રભુજી જઈ અળગા વસ્યા - તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર, ઋષભ જિjદશું પ્રીતડી. ઈશ્વર સાથે પ્રીતડી બાંધવી છે, પણ કેમ બંધાય? પ્રભુજી તો શિવનગરમાં જઈ વસ્યા. કોઈ કહેશે : પત્ર દ્વારા અગર મુક્તિ પામતા જીવો સાથે સંદેશો મોકલાવીને પ્રીતિ થઈ શકે, તો તેનો પ્રત્યુત્તર પણ શ્રી દેવચંદ્રજી પાસે હાજર જ છે : કાગળ પણ પહોંચે નહિ નવિ પહોંચે હો તિહાં કો પરધાન, જે પહોંચે તે તુમ સમો નવિ ભાંખે હો કોઈનું વ્યવધાન, ઋષભ જિણું શું પ્રીતડી. ઉપરની વેદનામાં આપણે પ્રેમની અધુરપ જોઈ. એકમાં આત્મા પર-રમણીમાં રમમાણ છે, તો બીજમાં વિરહ-વેદનાને ઉત્કટ દર્શાવી છે. પરંતુ જે પ્રેમાનુભવ કરે છે એનું શું? એ માટે તો શ્રી મોહનવિજયજીની પંક્તિઓ જુઓ : પ્રીતલડી બંધાણી રે, અજિત જિણું શું... શ્રમજીવી મનુષ્યનો વિચાર કરો. ગ્રામીણ ચિત્ર મન સમક્ષ ખડું કરો. આખા દિવસના પરિશ્રમ પછી ઘેર આવતાં ખેડૂત કેટલો પ્રફુલિત થાય છે! આનંદઘનજી, વીરવિજ્યજી, તેમ જ મહોપાધ્યાય યશોવિજ્યજી સામાજિક વાતાવરણ, ધર્મની બાબતો, તત્ત્વની નિરર્થક ચર્ચા અને સાંસારિક પાપમય જીવન–એ બધું છોડી ઈશ્વરને નિહાળે છે, સ્વગૃહે આવે છે, ત્યારે કેવા હૃદયંગમ ઉદ્ગારો નીકળે છે !: દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદ શું રે ભેટ, ધિંગ ધણી માથે કિયો રે, કુણ નર ગજે ખેટ, વિમલજિન! દીઠાં લોયણ આજ. –આનંદધનજી એ જ રીતે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પોતાની આગવી કાવ્યશક્તિ દ્વારા ભૂખ્યાને ભોજન નહિ. પરંતુ ઘેવર જેવાં પકવાન મળે અને જે આનંદ થાય એવો જ આનંદ ભગવાનનાં દર્શનથી ભક્તને થાય છે એ વાતનું યથાર્થ નિરૂપણ કરે છે : ભૂખ્યા હો પ્રભુ, ભૂખ્યા મળ્યા ધૃતપૂર તરસ્યા હો પ્રભુ, તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાં છે...દીઠી હો પ્રભુ આ સાથે મીરાંબાઈના ઉદ્ગારો પણ સરખાવીએ : પાયોજી મૈને રામ રતન ધન પાયો. આજના યુગમાં લખાતી પ્રણયત્રિકોણની વાર્તાઓના વાચકને કદાચ થશે કે આ પણ પ્રણય-ત્રિકોણને અંતે સર્જતો સુખાંત છે; પણ એવું નથી. વાર્તામાં બનતી વાતો કાલ્પનિક પાત્રો માટે બને છે, જ્યારે ઉપરનાં રસદર્શનમાં જણાવેલી હકીક્ત આપણા સર્વેના જીવનમાં અનુભવાતી ખરી સંવેદના છે. જ્યારે સાધક નિજ પિયાની (સુમતિની) વિનતિ અવગણે છે, અને આખરે પસ્તાય છે ત્યારે શું થાય છે ? Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ વિરથા જન્મ ગુમાયો, રે મૂરખ ! વિથા જન્મ ગુમાયો —ચિદાનંદજીના પદો : પદ સોળમું આપણી રોજની રામકહાની કોઈ તે આજે તાત્કાલિક સમજાય છે તો સુમતિને મિલાપનો આનંદ અર્પી શકે છે અને પોતે પણ નિજાનંદ માણી શકે છે. જેને પાછળથી સમજાય છે એને પશ્ચાત્તાપરૂપી ઝરણુમાં સ્નાન કરવાનું સદ્ભાગ્ય સાંપડે છે અને તે પવિત્ર થવાનો યોગ પ્રાપ્ત કરે છે, ત્યારે ગત જીવનના સંસ્મરણો દિવાસ્વપ્નો જેવા લાગતાં આત્મા પુકારે છે : રે નર ! જગ સપનેકી માયા —ચિદાનંદજીનાં પદો : પદ સત્તરમું. સૌથી વિશેષ કારુણ્ય તો ત્યારે પ્રગટે છે જ્યારે સુમતિની વિનતિ આપણે અંતરાત્માથી અવગણી શકીએ તેમ ન હોઈ એ અને કુમતિના સકંજામાં સપડાયેલા હોઈએ, એટલું જ નહિ પરંતુ તેમાંથી છૂટવાનો અવકાશ જણાતો ન હોય, અને એવી ત્રિશંકુ જેવી દશા હોય ત્યારે ? —ચિદાનંદજીનાં પદો : પદ એકવનમું. આવી દશા કાંઈ ચિદાનંદજી એકલા જ અનુભવે છે એવું થોડું છે? આનંધનજી પણ વર્તમાન ચોવીશીના સત્તરમા તીર્થંકર શ્રીકુંથુનાથ ભગવાનના સ્તવનમાં કવે છે : પ્રભુ મેરો મનડો હટક્યો ન માને. બહુત ભાંતર સમજાયો, યાંકુ ચોડે હું અરુઅે છાને, પણ યિ શિખામણુ કહ્યુ રેચક, ધારત નવિ નિજ કાને, પ્રભુ ! મેરો મનડો હટકયો ન માને. સુર નર જન પંડિત સમજાવે, સમજે ના માહરો સાળો,પ હો કુંથુનિ ! મન કિમ હી ન ખાજે, મન કેવું છે તેની વ્યાખ્યા આપી શકાય ખરી? આ પ્રશ્ન આનંદધનજી જેવા સિદ્ધહસ્ત કવિ માટે પણ વિકટ છે. છતાં તેઓ લખે છે : મન કામૂમાં નથી. એ દર્શાવે છે ત્યારે ‘ મનઃ બે ઠગ કહું તો દગ તો ના દેખું શા કાર પણ નાહીં, સર્વ માંહે ને સહુથી અળગું એ અચરજ મન માંહી, હો કુંથુર્જિન ! મનડું કિમ હી ન ખાજે. મન વિષે બયાન પણ કર્યું. એનો ઉપાય બતાવતાં ખરેખરો સાધક કોણ છે ધ્વ મનુષ્યાળામ્ ાળું બન્ધ મોક્ષયોઃ ।' સૂત્ર યાદ આવ્યા વિના રહેતું નથી : C મન સાધ્યું તિણે સધળું સાધ્યું, એહ વાત નહીં ખોટી.’ ર રીત. ૩ પ્રગટ. ૪ અને. ૫ આત્માની પારણતિ—ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તે આત્માની પત્ની. તેનો ભાઈ તે આપણું મન. એટલે અહીં “ સાળો' કહ્યો છે. આનંદધનજી Page #5 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૩૯ જૈનેતર ભક્ત કવિઓએ ભક્તિરસ વહાવવા ઉપરાંત સામાજિક ટીકાઓ કરી છે અને એમાં અખો મોખરે છે. જૈન કવિઓમાં કોઈ એ સામાજિક પ્રહારો કર્યાં છે કે કેમ, એવો પ્રશ્ન સ્વાભાવિક થાય. આનંદધનજીએ સમાજ પર પ્રહારો કર્યાં છે, જે તુલનાષ્ટિએ અખાની જેમ આકરા નથી, પરંતુ હળવા છે. અખો અને આનંદધનજી એવા સમયમાં થયા કે જ્યારે સમાજ અંધાધૂંધીમાં, ધર્માંધતાના ગોઁધકારમાં સખડતો હતો. લોકોને ભક્તિ તો સદા રુચિ છે, પરંતુ તેની ભાવનાને વિસારે પાડી એટલે માત્ર બાહ્યાચરણ રહ્યું. સમસ્ત ભારતના કવિઓની કૃતિઓમાં ભક્તિરસ ઝર્યો છે તેનું કારણ કદાચ ઉપર બયાન કર્યાં મુજબની સામાજિક સ્થિતિ હોય. મીરાંબાઈ, ધીરો, ભોજો ભગત, પીપા ભગત, દયારામ, નરસિંહ મહેતા, કબીર વગેરેનું ઉદ્બોધન આપણે જોઈ એ તો ભક્તિભાવનો વિચાર કેન્દ્રસ્થાને છે. અખાએ તો પોતાની તીક્ષ્ણ કલમ વડે સમાજને ચાબખા ફટકાર્યાં છે. શ્રી આનંદધનજીને સમાજ પિછાની શકયો નહિ. એથી તેઓ આત્મલક્ષી બન્યા, અને વનવાસ સેવ્યો. સ્તવનો જંગલમાં રચ્યાં, પરંતુ સમાજની—સાધુસમાજની અસરથી મુક્ત રહ્યા નહિ. એમનાથી કહેવાઈ ગયું : ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરાદિ નિજ કાજ કરતાં થયાં મોહ નડિયા કલિકાલ રાજે, ભક્તિકાવ્યોની ચર્ચા કરતી વખતે આવા ઉદ્ગારોને એટલા માટે સ્થાન આપ્યું છે કે આપણા પ્રાચીન કવિઓની એક વિશિષ્ટતા છે કે તેઓ પોતાની સામાજિક સ્થિતિને કાવ્યમાં વણી લેતા. આ દૃષ્ટિએ તે સમયના સમાજ દર્શન માટે આવાં કાવ્યો નજર બહાર ન રહેવાં જોઈ એ. જૈન સમાજ અનેક ફિરકાઓમાં વહેંચાયેલો છે એનું સમર્થન યથાર્થ રીતે થયું છે. જોકે આવું કથન ક્વચિત જ થયું છે. બાકી એમનાં કાવ્યો ભક્તિરસથી ભરપૂર છે. ઈશ્વરધેલાને લોકો શું કહે ? પાગલ જ ને ? ભક્તિ-ધૂનીને લોકો પાગલ કહે એવો વિચાર તેઓ વ્યક્ત કરે છે પણ ખરા ઃ દરશણુ દરેિશણુ રટતો જો કુિંરું, તો રણ રોઝ સમાન. પણ સમાજના ડરથી ધા નહિ. તેમને તરત જ ખ્યાલ આવે છે કે ઈશ્વર-રાગીને દુનિયા સાથે શો સંબંધ ? સાચા ભક્તને આવો વિચાર ન હોય. તરત જ ઉમેરી દે છે : જેહને પિપાસા હો અમૃતપાનની, કિંમ ભાંજે વિષપાન ? અભિનંદન જિન દરિશણુ તરસીએ. જૈન દર્શનમાં દરેક વિષયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકન થયું છે. એમાં જેટલું બુદ્દિગ્રાહ્ય છે એટલું જ એ ઊર્મિ-પ્રધાન છે. સ્યાદ્વાદ મતથી સામા પક્ષની લાગણીનો વિચાર કરવાનો અવકાશ મળે છે. એટલે એમના પ્રતિ ઉદ્વેગ થવાને બદલે પ્રેમ, મૈત્રી કે કારુણ્ય પ્રગટશે. જેમ જૈન તત્ત્વજ્ઞાન દરેક વિષયને ઊંડાણથી સ્પર્શે છે, તેમ જૈન કવિઓએ કાવ્યમાં ઊર્મિને સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકી છે. આ સૂક્ષ્મદ્રષ્ટિમાં જૈનેતર કવિઓ અને જૈન કવિઓમાં થોડોક ક્ક છે. અન્ય કવિઓએ શ્રીકૃષ્ણની લીલાનાં બયાન ઊર્મિ-સભર કર્યો છે, એમના ગુણગાન ગાયાં છે; જ્યારે જૈન કવિઓએ ગુણગાન કીર્તન કરવા ઉપરાંત, અપ્રતિમ ભક્તિ છતાં, જ્યારે ઈશ્વર ઉપકારક ન થતો હોય ત્યારે મીઠો ઉપાલંભ આપતાં કાવ્યો આપ્યાં છે, અગર તો આપણી ભક્તિમાં કયાંક ન્યૂનતા છે, એટલે આત્મનિરીક્ષણ કરે છે. મીઠો ઉપાલંભ આપવામાં મોહનવિજયજી, યશોવિજયજી, ચિદાનંદજી વગેરે મોખરે છે; જ્યારે આત્મનિંદાના ખીજા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ પ્રકારમાં દેવચંદ્રજી, કુમારપાળવિરચિત આત્મનિંદા વગેરે આગળ છે. આપણે મોહર્રાવયથી શરૂઆત કરીએ : શિવ પદ દેવાં જો સમરથ છો, તો યશ લેતાં શું જાય ? હો પ્રભુજી ! ઓળભડે મત ખાજો. એટલું ખરું કે જૈન સ્તવનો, સજ્ઝાયાદિ પ્રાચીન છંદો કે અખાની માફક છપ્પામાં રચાયાં નથી એટલે હાલ લોકભોગ્ય નથી. પરંતુ એવી રીતના રાગ-રાગિણીમાં રચાયેલાં છે કે જે સામાન્ય માણસ પણ ગાઈ શકે—એની પ્રવાહિતાનો આનંદ માણી શકે. હાલ માત્ર જરૂર છે તેવા રાગોને પ્રચલિત કરવાની. આપણા સંગીતકારો પાસેથી આટલી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. જોકે ચિત્રપટ સંગીતમાં રચ્યાપચ્યા રહેતા જૈન યુવકો જ આ વસ્તુને પિછાનતા નથી. ક્ષણિક કર્ણપ્રિયતાને વર્જ્ય ગણી, આમ અંધારામાં રહેલી કૃતિઓને ઓપ આપવાની જરૂર છે. નીચેના સ્તવનનો ઢાળ જુઓઃ બાલપણે આપણુ સસનેહી રમતાં નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ અમે તો સંસારની વેશે, હો પ્રભુજી ! ઓળંભડે મત ખીજો. —મોહનવિજયજી સતયુગમાં, જૈન પરિભાષામાં કહું તો ચતુર્થ આરામાં, લોકો ધણા ભદ્રિક હતા અને અલૌકિક પુરુષો વિદ્યમાન હોવાથી લોકોદ્દાર તાત્કાલિક થતો. જ્યારે આજે કળિયુગ—પાંચમો આરો, અને લોકો મનના મેલાં, એટલે શ્ર્વિરની અમીદ્રષ્ટિ થાય નહિ. આ સામે કવિનું હૃદય બળવો પુકારે છે, અને મીહાશથી કહે છે : શ્રી શુભવીર પ્રભુજી મોંધે કાળે રે, દીયંતા દાન રે શાખાશી ઘણી. —ખાર વ્રતની પૂજા : ૫૦ વીરવિજયજીકૃત તો કોઈ જગ્યાએ હૃદય ભક્તિથી છલકતું હોય પણ આપણી લાગણી આપણા વાલમના ખ્યાલ બહાર રહેતી હોય એવી આપણને આશંકા થાય ત્યારે વિનતિરૂપે વીરવિજયજીની પંક્તિઓ જુઓ : ભક્તિ હૃદયમાં ધારો રે, અંતર-ઘેરીને વારો રે, તારો દીનદયાળ. -નવાણું પ્રકારની પૂજા : પં૦ વીરવિજયકૃત જેમ શ્રી વીરવિજયજી મોંધા કાળમાં વરસ્યાની ખરી કિંમત આંકે છે તેમ ચિદાનંદજી પણ આ જ વાતને જરા જુદા સ્વરૂપે રજૂ કરે છે : મોહ ગયે જો તારશો, ઋણુ વેળા હો કહાં તુમ ઉપગાર ? સુખ વેળા સજ્જન અતિ દુ:ખ વેળા હો વિરલા સંસાર, પરમાતમ પૂરણ કળા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભકિતકાવ્યો ઃ ૧૪૧ ઉપાલંભ આપતાં જ આપણને સનાતન સત્ય આપ્યું : “દુ:ખ વેળા હો વિરલા સંસાર !' તો યશોવિજયજી (સામાન્ય રીતે “વાચકજશ”ના નામે ઓળખાતા) ત્યારે ભક્તિમાં લીન બને છે ત્યારે પરિણામ સારુ કેવી અધિરાઈ દાખવે છે તે જુઓ : કરજેડી ઊભો રહું રાત-દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણ નહિ તો શું કહીએ છાની રે ? સંભવ જિનવર વિનતિ. ચિદાનંદજીનો નીચેનો ઉપાલંભ જુઓ. તેમાં તેઓ પોતાની આજસુધીની પરિસ્થિતિ માટે ઈશ્વરને જ જવાબદાર ઠરાવે છે–પોતાની ન્યૂનતાના સ્વીકાર સાથે ! મોહ મહામદ છાકથી હું છકિયો હો નાહીં સૂધ લગાર, ઉચિત સહી ઇણ અવસરે સેવકની હો કરવી સંભાળ, પરમાતમ પૂરણ કળા. આ પણ જ્યારે ભક્તને એમ લાગે છે કે અન્યની ભકિતથી ઈશ્વર રીઝે છે અને કદાચ પોતાની ભક્તિમાં ખામી જેવું જણાતું હોય ત્યારે ઈશ્વરને કેવી ચેતવણી અપાય છે તે જુઓ : સેવા ગુણો ભવિજનને જો તમે કરો બડભાગી, તો તમે સ્વામી કેમ કહેવાશો નિર્મમ ને નિરાગી ? - હો પ્રભુજી ! ઓળભડે મત ખીજે. તો આપણું પ્રિયતમ કેવો સ્વાર્થી છે એ જોવા આપણે ફરીથી ચિદાનંદજીનો સમ્પર્ક સાધીએ : સર્વ દેશ-ઘાતી સહુ અંઘાતી હો કરી ઘાત દયાળ, વાસ કિયો શિવમંદિરે મોહે વિસરી હો ભમતો જગજાળ, પરમાતમ પૂરણ કળા. પણ મનુષ્યની શક્તિને મર્યાદા છે, એ વાત કવિઓ પણ વિસરી ના શકે. આપણાથી ઈશ્વરની સંપૂર્ણ કક્ષાએ પહોંચી ન શકાય તો એનો એકાદ અંશ પણ ભાગી લેવાનો લોભ જતો કેમ કરાય ? (આપણા સ્વભાવની વિરુદ્ધ): નાણું રમણ પામી એકાંતે થઈ બેઠાં મેવાસી, તેહ માંહેલો એક અંશ જે આપો તે વાતે શાબાશી, હો પ્રભુજી! ઓળંભડે મત ખી. ૬ મુજને. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ તો એથી ઊલટું, મુક્તિની—એના એકાદ અંશની પણ પરવા કર્યા વિના ભક્તિ-રંગમાં જ રચ્યાપચ્યા રહેવાનું મહોપાધ્યાયજીને સુઝે છે, જેથી ચમકપાષાણની માફક મુકિત આપોઆપ ખેંચાઈને મળે. જુઓ : મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જિમ લોહને ખીંચશે મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો. ઋષભ જિનરાજ મુજ૦ આ તો વાત થઈ જેને અપૂર્ણતા સાથે પ્રતીતિ પ્રગટી નથી, પણ જેને અપૂર્ણતા સાથે સંપૂર્ણ શ્રદ્ધા હોય તેની શી દશા છે તેની. પણ જેણે ઈશ્વરને નાથ કર્યો છે, જે સનાથ છે, એમનું હૃદય કેવું પુલકિત છે એ આપણે મોહનવિજયજીની પંક્તિમાં જોઈએ : તારકતા તુજ માહે રે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીનદયાળ જે, તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહી જાણ આગળ કૃપાળ જો ? પ્રીતલડી બંધાણું રે અજિત જિમુંદણું આવી જ ભાવનાને ઉપાલંભ સ્વરૂપે ચિદાનંદજીએ નીચેના શબ્દોમાં આલેખી છે: જગતારક પદવી લહી તાર્યા સહી હો અપરાધી અપાર, તાત કહો મોહે તારતા કિમ કીની હો ઈણ અવસર વાર? પરમાતમ પૂરણ કળા. પં વીરવિજયજી પણ આમ જ કહે છે. કદાચ ઈશ્વર પાસે માગણી તો કરીએ અને ન આપે તો? તો લાજ-મર્યાદા ગુમાવવી પડે એટલે ઉપાલંભ સ્વરૂપે કહે છે : દાયક નામ ધરાવો તો સુખ આપો રે શિવતરુની આગેરે શી બહુ માગણી? જ્યારે મહોપાધ્યાય યશોવિજયજી તો ઘડીક પણ સંગ ન તજવાનું કહે છે. ગુણીજનને ગુણ ધરાવતી વ્યક્તિ સાથે જ પ્યાર હોય ને? સંગનો રંગ કેવો લાગ્યો છે તે જુઓ : કોકિલ કલ કૂજિત કરે પામી મંજરી હો પંજરી સહકાર, ઓછાં તરુવર નવિ ગમે ગિરૂઆં શું હો હો ગુણનો પ્યાર, - અજિત જિર્ણોદશું પ્રીતડી. વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર કાવ્યની ગુંજાશમાં ઑર વધારો કરે છે. આવા મીઠા ઉપાલંભ તો જેણે સિદ્ધિ સાધી હોય એવા મહાપુરુષો આપી શકે. પરંતુ આપણી જેવા સામાન્ય માણસો ગમે તેવા ભક્તિમાં લીન હોઈએ છતાં નિષ્ફળ જઈએ તો? તો આત્મનિરીક્ષણ જ સંભવે ને ? દેવચંદ્રજી કહે છે : Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૪૩ સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો જો ઉપાદાન એ ચિ ન થાશે, દોષ કો વસ્તુનો અથવા ઉદ્યમ તણો સ્વામી સેવા સહી નિકટ લાગે. ઉદ્યમની ખામી જોઈ; પણ હજુ આપણે ડગ પણ માંડયું નથી એટલે વિશેષ આત્માવલોકન કરવું જ જોઈ એ ને ? આત્મલક્ષી—આત્મનિંદાના કાવ્ય અનુકૂળ બને. જુઓ : રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નાયો લોકની રીતમાં ધણું એ રાતો, ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રચ્યો ભમ્યો ભવમાંહી હું વિષયમાતો, તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી. 4 આત્મનિંદા માટે તો જૈનોમાં પ્રચલિત રત્નાકર પચ્ચીશી' જોવી જોઈએ. આખી રચના આપણા હીણપતભર્યાં કર્તવ્યની નિંદા કરતી છે. એકાદ કડી તપાસીએ : રચના હરિગીત છંદમાં છે. હું ક્રોધ અગ્નિથી બન્યો વળી લોભ સર્પે શ્યો મને ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં ચેતન ધણું ચગદાય છે. ક્રોધ, લોભ અને માનને માટે યોજેલાં અનુક્રમે અગ્નિ, સર્પ અને અજગરનાં રૂપકો તેમ જ વર્ણાનુપ્રાસ અલંકારથી રચના વધુ આકર્ષક બની છે. કદાચ સવાલ થશે કે થ્વિર તો સર્વજ્ઞ છે. એટલે આપણાં દરેક કર્તવ્યોનો હિસાખ તો એની પાસે હોય જ; તો પછી આપણે બયાન કરવાની શી જરૂર? બયાન કરવાની જરૂર છે કારણ આપણાં આવાં ખોટાં કર્તવ્યોથી આપણું મન ભરાઈ ગયું હોય છે. આપણું દિલ હળવું અને એટલા માટે અગર તો આપણું મન ભરાઈ આવે ત્યારે આપણા દિલની વાત આપણા નિકટના સ્નેહીને કહીએ ત્યારે જ નિરાંત થાય એવા માનવસહજ સ્વભાવને ‘ રત્નાકર પચ્ચીશી ’ની શરૂઆતમાં જ કવિએ આલેખ્યો છે : . ‘ જાણો છતાં પણ કહી અને હું હૃદય આ ખાલી કરું ’ તદુપરાંત ઈશ્વરને પ્રીતમ તરીકે સ્વીકાર્યો છે. એટલે પ્રેમી તો પોતાના પ્રિયતમને અથથી ઈતિ સુધીનું બધું વર્ણન કરે જ ને ? મોહનવિજયજી પણ કહે છે : અંતર્ગતની પ્રભુ આગળ કહું ગુંજ ો, પ્રીતલડી બંધાણી રે અજિત જિણુંદશું. ઉપરની આત્મનિંદામાં તો ભૂલનો એકરાર છે. પણ કુમારપાળવિરચિત (અનુ॰ અમૃતસરીશ્વરજી મહારાજ) આત્મનિંદામાં દુર્લભ માનવદેહ મળ્યા પછી સચેતન ન થયા, હાથ ધોઈ નાખ્યા, તેનું આલેખન છે : બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો. પણ પાપકમઁ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ ગ્રન્થ ( જૈનોમાં મનુષ્ય મરણપથારીએ હોય ત્યારે ખાસ કરીને ધાર્મિક રિવાજોમાં પુણ્ય-પ્રકાશ ’નું સ્તવન સંભળાવાય છે. આ સ્તવનમાં દુર્લભ માનવદેહની સફળતા ક્યારે થાય, આપણે શું કર્યું, વગેરેની સરવાળા-બાદબાકી છે. જિંદગીના ધન્ય દિવસો ક્યા ? એના જવાબ માટે નીચેના ભાવવાહી સ્વરો ગુંજાવો : ધન ધન તે દિન માહરો જિહાં કીધો ધર્મ...... તો શ્રીમદ્ રાજચંદ્ર આપણા જેવા માટે એવો ધન્ય દિવસ ક્યારે આવે એની તીત્ર ઇચ્છા વ્યક્ત કરે છે : અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિશ્ર્ચય જો ? સર્વ સંબંધનું બંધન તિક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો ? ઊર્મિ વસ્તુ જ એવી છે કે જે અનુભવ વિના સમજાતી નથી. જે લોકો ઊર્મિ-વિહીન હોય છે, જેમણે પ્રેમાનુભાવ કર્યો નથી હોતો, તેઓ સામી વ્યક્તિની લાગણી સમજી શકતા નથી એટલે લાગણી-વેડા કહી તિરસ્કારે છે, પણ ખરી વસ્તુ તો અનુભવે જ સમજાય છે. જુઓ : રહસ્યોનો જ્ઞાતા અનુભવથી કયારે થઈશ હું ? એટલે નાતા પણ અનુભવથી થવાની ઇચ્છા વ્યક્ત કરી. અનુભવથી જ્ઞાતા થવાની વાત રુચિ; પરંતુ અનુભવ કોણ કરી શકે? ચિદાનંદજી આપણને પ્રત્યુત્તર આપે છે ઃ પરમાતમ પૂરણ કળા. જૈન કવિઓની વિશિષ્ટતા જોયા પછી જૈન અને અન્ય કવિઓ વચ્ચે સમાનતા જોઈ એ. જૈન તેમ જ જૈનેતર કવિઓએ અમુક વિષયનું નિરૂપણ બહુ સ્પષ્ટતાથી કર્યું છે, છતાં એક જ હકીકતને જુદી જુદી ઢબથી સહુએ પોતપોતાની આગવી કવિતા-શક્તિથી આલેખી છે. મુસાફિર ધોર નિદ્રામાં છે એ માટે જુઓ : g થોડી. પણ તુમ દરિશણુ યોગથી થયો હૃદયે હો અનુભવ પરકાશ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૅન કહાઁ જો સોવત હૈ ? જે સોવત હૈ વહ ખોવત હૈ, જો જાગત હૈ વહ પાવત હૈ. ચિદાનંદજીનું પદ એની સાથે હવે સરખાવો : રેન રહી અબ થોરી.છ જાગ જાગ તું નિંદ ત્યાગ દે હોત વસ્તુકી ચોરી, મંજિલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર, મતિ મોરી, . અનુભવ અભ્યાસી કરે દુઃખદાયી હો સર્વિ કર્મ વિનાશ, ८ મારી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૪૫ અનંતકાળથી આ જીવડો સંસારસાગરમાં રઝળ્યો છે છતાં ‘મારું’ ‘મારું’ કરતાં થાક્યો નથી. આ વાતને લગભગ બધા જ ભક્તકવિઓએ કાવ્યના વિષય તરીકે અપનાવી છે. કૈં નથી જીવ તારી રે સુંદર કાયા, છોડીને ચાલ્યો વણુઝારા રે હોજી. વળાવી. –કબીર વૈરાગ્યની સજ્ઝાય : ઉદયરત્નકૃત અભિમાન એક ભયાનક રોગ છે. વ્યક્તિત્વવાદના આ જમાનામાં એ રોગ જ્યાંત્યાં નજરે પડે છે. એતે મહામદ કહ્યો છે. મદનું સ્વરૂપ સમજવા માટે તો જૈનોની ભરતખહુબલીની કથા જ તપાસવી રહી. બાહુબલીએ રાજપાટનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, પણ અહમ્ ભાવના ત્યાગી નહિ. ધોર તપસ્યા કરવા છતાં મહામદને કારણે સર્વજ્ઞ થઈ શકતા નથી. આ વસ્તુ સમજાવવા માટે જો કોઈ શક્તિમાન હોય તો ભાઈ ને માટે એમની અતુલ સ્નેહલ ખહેનો જ. આ વસ્તુનો આશરો લઈ કવિ એમની બહેનોના મુખમાં આ શબ્દો મૂકે છે : સુગ્ર૦૧૦ * મેલી દે મનથી મારું-તારું રે મનવા પ્રભુ વિના કોઈ નથી તારું, સ્મશાન સુધી તારાં સગાં સંબંધી વાલાં આવીને ખાળે તન પ્યારું, રે માનવી ! પ્રભુ વિના કોઈ નથી તારું. . વીરા ! ગજ થકી હેઠા ઊતરો અભિમાનરૂપી હાથી પરથી નીચે ઊતરવાનું કહે છે. ‘ માન-અભિમાન ન કરો' એનું કારણ આપણને યથાર્થ રીતે, માર્ગદર્શનરૂપે માનની સઝાયમાં ઉદયરત્ન સમજાવે છે : —પીપા ભગત વાલાં તે વાલાં શું કરો, વાલાં વોળાવી વળશે વાલાં તે વનના લાકડાં તે તો સાથે જ બળશે એક રે દિવસ એવો આવશે... આ પ્રસંગે ગીતાનો ઉપદેશ જરા જોઈ એ તો ઠીક પડશે. સાધકને માટે ગીતાજીમાં ત્રણ વસ્તુ પર ખાસ ભાર મૂક્યો છે : પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. આ યુગમાં પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. પરિપ્રશ્ન એટલે ફરી પૂછ્યું. જિજ્ઞાસાવૃત્તિ એ આવશ્યક અંગ છે. જૈનોમાં ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી જ્ઞાતા હોવા છતાં ય કોઈપણ બાબત સંશય થતાં ભગવાન મહાવીરને પ્રશ્નો પૂછતા એ રીતે નમ્રતા દાખવવી. સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપે છે. એટલે સેવા આવશ્યક છે. આ બધા માટે માન-અભિમાન છોડવાની જરૂર છે. રે જીવ ! માન ન કીજિયે માને વિનય ન આવે, વિનય વિના વિદ્યા નહિ તો કિમ સમકિત પાવે ...રે જીવ ! માન ન કીજિયે. Page #12 -------------------------------------------------------------------------- ________________ 146 H શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી માનનો ભાઈ છે દંભ. આચાર અને વિચારમાં એથી સંવાદિતા નથી રહેતી. ચિદાનંદજીની અનુભૂતિ આપણને ઉપકારક થઈ પડશે. કથણી કથે સહુ કોઈ રહણી અતિ દુર્લભ હોઈ શુક રામકો નામ વખાણે, નવિ પરમારથ તસ જાણે યા વિધ ભણી વેદ સુણાવે, પણ અકળ કળા નહિ પાવે. –ચિદાનંદજીનાં પદો : પદ અઠ્યાવીસમું અખો પણ કહે છે : તિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં. અખાની શૈલી વ્યંગમય-કટાક્ષમય છે, જ્યારે આનંદઘનજી પ્રત્યક્ષ કહે છે તે જુઓ : શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી છાર પર લીંપણું તે જાણો. જૈન સંસ્કૃત સાહિત્યની જેમ જૈન ગુજરાતી સાહિત્ય પણ વિશાળ છે. આ અવલોકન તે બેચાર ખ્યાતનામ કવિઓ પૂરતું મર્યાદિત રહ્યું છે, એટલે વિશેષ જિજ્ઞાસુઓએ તો પરિશ્રમ લેવો પડશે. એક યા બીજા કારણોથી આ સાહિત્ય અજ્ઞાત રહ્યું છે અગર જૈન સમાજ પૂરતું મર્યાદિત રહ્યું છે તેને આપણા સાહિત્યકારો-સંશોધકો વિશેષ પ્રકાશમાં લાવશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું.