SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યમાં જૈન ભક્તિકાવ્યો : ૧૪૩ સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો જો ઉપાદાન એ ચિ ન થાશે, દોષ કો વસ્તુનો અથવા ઉદ્યમ તણો સ્વામી સેવા સહી નિકટ લાગે. ઉદ્યમની ખામી જોઈ; પણ હજુ આપણે ડગ પણ માંડયું નથી એટલે વિશેષ આત્માવલોકન કરવું જ જોઈ એ ને ? આત્મલક્ષી—આત્મનિંદાના કાવ્ય અનુકૂળ બને. જુઓ : રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નાયો લોકની રીતમાં ધણું એ રાતો, ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રચ્યો ભમ્યો ભવમાંહી હું વિષયમાતો, તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી. 4 આત્મનિંદા માટે તો જૈનોમાં પ્રચલિત રત્નાકર પચ્ચીશી' જોવી જોઈએ. આખી રચના આપણા હીણપતભર્યાં કર્તવ્યની નિંદા કરતી છે. એકાદ કડી તપાસીએ : રચના હરિગીત છંદમાં છે. હું ક્રોધ અગ્નિથી બન્યો વળી લોભ સર્પે શ્યો મને ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મૂંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં ચેતન ધણું ચગદાય છે. ક્રોધ, લોભ અને માનને માટે યોજેલાં અનુક્રમે અગ્નિ, સર્પ અને અજગરનાં રૂપકો તેમ જ વર્ણાનુપ્રાસ અલંકારથી રચના વધુ આકર્ષક બની છે. કદાચ સવાલ થશે કે થ્વિર તો સર્વજ્ઞ છે. એટલે આપણાં દરેક કર્તવ્યોનો હિસાખ તો એની પાસે હોય જ; તો પછી આપણે બયાન કરવાની શી જરૂર? બયાન કરવાની જરૂર છે કારણ આપણાં આવાં ખોટાં કર્તવ્યોથી આપણું મન ભરાઈ ગયું હોય છે. આપણું દિલ હળવું અને એટલા માટે અગર તો આપણું મન ભરાઈ આવે ત્યારે આપણા દિલની વાત આપણા નિકટના સ્નેહીને કહીએ ત્યારે જ નિરાંત થાય એવા માનવસહજ સ્વભાવને ‘ રત્નાકર પચ્ચીશી ’ની શરૂઆતમાં જ કવિએ આલેખ્યો છે : Jain Education International . ‘ જાણો છતાં પણ કહી અને હું હૃદય આ ખાલી કરું ’ તદુપરાંત ઈશ્વરને પ્રીતમ તરીકે સ્વીકાર્યો છે. એટલે પ્રેમી તો પોતાના પ્રિયતમને અથથી ઈતિ સુધીનું બધું વર્ણન કરે જ ને ? મોહનવિજયજી પણ કહે છે : અંતર્ગતની પ્રભુ આગળ કહું ગુંજ ો, પ્રીતલડી બંધાણી રે અજિત જિણુંદશું. ઉપરની આત્મનિંદામાં તો ભૂલનો એકરાર છે. પણ કુમારપાળવિરચિત (અનુ॰ અમૃતસરીશ્વરજી મહારાજ) આત્મનિંદામાં દુર્લભ માનવદેહ મળ્યા પછી સચેતન ન થયા, હાથ ધોઈ નાખ્યા, તેનું આલેખન છે : બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો. પણ પાપકમઁ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230080
Book TitleGujarati Sahitya ma Jain Bhakti kavyo
Original Sutra AuthorN/A
AuthorPannalal R Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size750 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy