________________ 146 H શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી માનનો ભાઈ છે દંભ. આચાર અને વિચારમાં એથી સંવાદિતા નથી રહેતી. ચિદાનંદજીની અનુભૂતિ આપણને ઉપકારક થઈ પડશે. કથણી કથે સહુ કોઈ રહણી અતિ દુર્લભ હોઈ શુક રામકો નામ વખાણે, નવિ પરમારથ તસ જાણે યા વિધ ભણી વેદ સુણાવે, પણ અકળ કળા નહિ પાવે. –ચિદાનંદજીનાં પદો : પદ અઠ્યાવીસમું અખો પણ કહે છે : તિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં. અખાની શૈલી વ્યંગમય-કટાક્ષમય છે, જ્યારે આનંદઘનજી પ્રત્યક્ષ કહે છે તે જુઓ : શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી છાર પર લીંપણું તે જાણો. જૈન સંસ્કૃત સાહિત્યની જેમ જૈન ગુજરાતી સાહિત્ય પણ વિશાળ છે. આ અવલોકન તે બેચાર ખ્યાતનામ કવિઓ પૂરતું મર્યાદિત રહ્યું છે, એટલે વિશેષ જિજ્ઞાસુઓએ તો પરિશ્રમ લેવો પડશે. એક યા બીજા કારણોથી આ સાહિત્ય અજ્ઞાત રહ્યું છે અગર જૈન સમાજ પૂરતું મર્યાદિત રહ્યું છે તેને આપણા સાહિત્યકારો-સંશોધકો વિશેષ પ્રકાશમાં લાવશે એવી શ્રદ્ધા સાથે વિરમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org