SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી શૃંગારરસ મિશ્રિત પણ બન્યો છે. જેનો ઈશ્વરને સ્વામી તરીકે સ્વીકારે છે, પરંતુ સાંસારિક દૃષ્ટિથી નહિ, હૃદયની સાચી ઊર્મિથી, આદર્શની ઉચ્ચ ભૂમિકા સાથે. મીરાંબાઈ વગેરેનાં ભજનોમાં આવી ભૂમિકા છે ખરી. એટલે એવા કવિઓની કૃતિઓ જૈન કવિઓની કૃતિ સાથે સરખાવીશું તો વધુ રસદાયક નીવડશે. સૌપ્રથમ આપણે આનંદઘનજીના પ્રીતમ જોઈએ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો, ઔર ન ચાહુ રે કંત, રિયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો. –આનંદઘનજી ચોવીશી સરખાવો– મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ રે પ્રભુ – મીરાંબાઈ જૈન કવિઓની ખૂબી એ છે કે ભક્તિકાવ્યોમાં પ્રિય તરીકેના સંબોધનમાં ઈશ્વર વાગ્યાર્થ નથી હોતો. ખાસ કરીને ચિદાનંદજીનાં પદોમાં આવતાં સંબોધનો વિચારવા જેવાં છે. સાંસારિક સંબંધોનો એમાં ઉપયોગ થયો છે તે આ રીતે ? આપણે આત્મા રાગ-દ્વેષાદિથી ઘેરાયેલો છે, એટલે કુમતિના બાહુપાશમાં જકડાયેલો છે. કુમતિને સુમતિની શોક્ય ગણી ચિદાનંદજીએ પોતાની કાવ્યસરિતા વહાવી છે. જુઓ, સુમતિ પોતાના સ્વામીને કેવી વિનતિ કરે છે : પિયા ! પરધર મત જાવો રે, કરુણા કરી મહારાજ, કુળ મરજાદા લોપકે રે, જે જન પરઘર જાય. -ચિદાનંદજીના પદો : પદ પહેલું. પણ પ્રભોલન વસ્તુ એવી છે કે એમાં પડ્યા પછી હાથ ઘસવાના હોય એ જાણવા છતાં પણ સુમતિના પિયા-આપણે–પરઘર જઈએ છીએ, કુમતિનો સંગ કરીએ છીએ. પણ ધીરજ અને ક્ષમાશીલતાની મૂર્તિ, આર્યસન્નારી કંઈ પોતાની સજનતા છોડે ખરી કે ? પરગૃહે જવા છતાં પણ હજુ કાંઈ થયું ન હોય એમ સુમતિ યાચના કરે છે? પિયા ! નિજ મહેલ પધારો રે, કરી કરુણા મહારાજ, તુમ બિન સુંદર સાહિબા રે, મો મન અતિ દુઃખ થાય. - ચિદાનંદજીના પદો : પદ બીજું. આપણે તો વિહંગાવલોકન કરવા બેઠાં છીએ, માત્ર દષ્ટિપાત કરીએ છીએ, એટલે વચ્ચેની અનુભૂતિનો આપણને આછો ખ્યાલ આવી ગયો હશે એમ માની, જ્યારે આત્મા સ્વગૃહે પધારે છે, ત્યારે સુમતિ કેવો આલાદ અનુભવે છે તે જોઈએ : આજ સખી મેરે વાલમાં નિજ મંદિર આયે, અતિ આનંદ હૈયે ધરી, હસી કંઠ લગાયે. -ચિદાનંદજીના પદો : પદ બારમું. તો આથી તદ્દન વિરુદ્ધ વિરહિણીની દશા, વિરહ વેદના જેવી હોય તો આપણે શ્રી દેવચંદ્રજી વિરચિત ચોવીશીના એકાદ સ્તવનનું અવલોકન કરીએ. ઈશ્વરથી અળગાપણું બતાવતાં તેઓ કહે છે : ઋષભ દિશું પ્રીતડી કિમ કિજે હો કહો ચતુર વિચાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230080
Book TitleGujarati Sahitya ma Jain Bhakti kavyo
Original Sutra AuthorN/A
AuthorPannalal R Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size750 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy