Book Title: Gujarati Bhashana Dwirukta Shabda ane temnu vargikaran
Author(s): Prabhashankar R Teraiya
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ ૨૩૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ (૫) સંખ્યાદર્શકમૂલક : એકએક, એએ, (૬) ક્રિયાવાચક પદમૂલક (Verbal Formation) : રમતરમત. (૩) વર્ગનાં ઉદાહરણો : જંતરમંતર, રહ્યુંસહ્યું, રમતગમત. (૪) વર્ગના એ પ્રભેદ પડે છે : (અ) પ્રથમ ધટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, નવુંસવું, સાચમાચ. (આ) ખીજો ઘટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, આડોશીપાડોશી. X X દ્વિરુક્ત શબ્દોનાં ઘડતર, સ્વરૂપ અને અર્થ : વર્ગીકરણ તે દ્વિરુક્તિ સંજ્ઞા આમ તો કોઈ પણ શબ્દ, શબ્દાંશ કે ધટકના એક આવર્તનની વાચક છે. પણ આ ઉપરાંત આવૃત્ત કે દ્વિરુક્ત શબ્દોનાં ખીજાં પણ કેટલાંક લક્ષણો છે, એ ભુલાવું ન જોઈ એ. આમાંનું એક, તરત નજરે ચડે તેવું લક્ષણ તે દ્વિરુક્તિઓમાં પ્રવર્તતું પ્રાસનું તત્ત્વ છે. દ્વિરુક્ત શબ્દોમાં તેમના ઘટકો વચ્ચે એક કે વધારે અક્ષરોનો પ્રાસ જોવા મળે છે. વળી કેટલીક દ્વિરુક્તિઓમાં એક ધટક ખીન્ન ઘટકના ખીબા ઉપરથી નવેસરથી ધડાયો હોય એવું પણ જોવા મળે છે. આ ઉપરાંત દ્વિરુક્ત શબ્દોના બે ઘટક વચ્ચેનો સંબંધ જુદી જુદી કક્ષાનો હોય છે. તદ્ન સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા ધટકોથી માંડીને ખાસ પૃથક્કરણથી જુદા પાડીએ તો જ જુદા પડે એવા ઘટકો સુધીની સંબંધની કક્ષાઓ જોઈ શકાય છે. એટલે દ્વિરુક્ત શબ્દોના વર્ગીકરણની કોઈ પણ શાસ્ત્રીય યોજના આ હકીકતો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરીને જ યોજાવી જોઈ એ તે દેખીતું છે. Jain Education International X પ્રસ્તુત લેખમાં દ્વિરુક્ત શબ્દોનાં વર્ગીકરણનો પ્રયાસ છે. વાક્ય અને વાક્યખંડના દ્વિરુક્ત પ્રયોગોની આપણે આગળ ચર્ચા કરી પણ હકીકતમાં દ્વિરુક્ત શબ્દો જેવો વર્ગીકરણનો પ્રશ્ન તેમના સંબંધે નહિ રહે. વ્યાકરણની દૃષ્ટિએ તેમના વર્ગો પાડવા સરળ છે, શ્રી કન્નેના વર્ગીકરણનો બીજો પ્રકાર એટલે કે આર્દ્રતિ પ્રકારના દ્વિરુક્ત શબ્દોના પ્રકારમાં થોડો ફેરફાર આવશ્યક છે. મૂળ પાણિનિ પ્રમાણે વીપ્સા કે આભીસ્થ્ય સૂચવવા જે દ્વિરુક્તિ થાય છે તેના બીજા પદને જ આમ્રુતિ કહેવામાં આવે છે. વીપ્સા એટલે પ્રત્યેકતા (Distributive Sense) એવો અર્થ છે, ત્યારે આભીણ્ય દ્વારા ક્રિયામાં સાતત્ય અને ઉત્કટતા સુચવાય છે. ઘરધર, ગામગામ વીપ્સાનાં; અને મારામારી, દોડાદોડ, દોદોડ આભીણ્યનાં ઉદાહરણ છે. આમ તો આ એક વ્યાકરણની પદ્ધતિ છે પણ તે દ્વારા જે રૂઢ પ્રયોગો બન્યા છે તેનો વીપ્સામૂલક અથવા આવર્તનમૂલક દ્વિરુક્ત શબ્દો એવો વર્ગ ઊભો કરી શકાય. દ્વિરુક્ત શબ્દોના ધડતર દ્વારા કાં તો વીપ્સા કે પ્રત્યેકતાનો અર્થ સધાય છે, કાં તો અભીણ્ય કે ક્રિયાના સાતત્ય અને ઉગ્રતા સધાય છે, કાં તો રવાનુકરણ વ્યક્ત થાય છે અથવા તો પ્રાસરચના અને તે દ્વારા કેટલીકવાર સમૂહભાવની અભિવ્યક્તિ સધાય છે. આ હેતુને અનુલક્ષીને દ્વિરુક્ત શબ્દોનું વર્ગીકરણ કરવું આવશ્યક અને ઇષ્ટ છે. શ્રી કન્નેની યોજનામાં પણ આ જ ધોરણ મોટે ભાગે અનુસ્મૃત છે, તસ્ય પરમામેવિતમ્ । (૮-૧-૨) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7