Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વર્ગી ક ર ણ
પ્રભાશંકર રા॰ તેરૈયા
કોઈ પણ ભાષાના શબ્દભંડોળમાં દ્વિરુક્ત શબ્દો (Reduplicatives) મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષામાં પણ દ્વિરુક્ત શબ્દો આપણા શબ્દકોશનું એક મહત્ત્વનું અંગ છે. દ્વિરુક્ત એટલે એકના એક અંશનો કે ઘટકનો એવાર પ્રયોગ. આવા પ્રયોગ ત્રણ કક્ષાએ મળી આવે છે : (૧) વાક્યની (Sentence) કક્ષાએ (૨) વાક્યખંડની (Phrase) કક્ષાએ (૩) શબ્દની કક્ષાએ.
'
· ચાલ્યો આવ ચાલ્યો આવ.,' ‘ખોલ મા બોલ મા, વગેરે વાક્યકક્ષાના દ્વિરુક્ત પ્રયોગ છે. ‘સૂડી સૂડીને ઠેકાણે રહી.,’ ‘રાક્ષસ ખાઉં ખાઉં કરતો આવ્યો.,’ ‘વાંચતાં વાંચતાં રાત પસાર કરી.' વગેરે વાક્યખંડની કક્ષાની દ્વિરુક્તિના પ્રયોગો છે. પ્રસ્તુત લેખમાં માત્ર શબ્દકક્ષાના દ્વિરુક્ત શબ્દોની ચર્ચા અને વર્ગીકરણ કરવામાં આવ્યાં છે.
ધ્વનિ (Sound)ની જેમ રુિક્તિ થાય છે તેમ અર્થની (Meaning) પણ દ્વિરુક્તિ થાય છે. જેમકે, ‘ધનદોલત,' ‘લાજશરમ,’ ‘કાગળપત્ર', ‘જીવજાન' વગેરે. પરભાષાનો એક અલ્પપરિચિત લાગતો શબ્દ સ્પષ્ટ કરવા માટે તેની સાથે પરિચિત ભાષાનો પ્રચલિત શબ્દ વિષ્ણુ રૂપે જાણે કે મુકાતો હોય તેમ બને છે. આ પ્રકારના ઘડતરનું વલણ પ્રમાણમાં ઘણું જૂનું છે. આ પ્રકારના શબ્દોને ડૉ॰ સુનીતિકુમાર ચેટર્જીએ ‘ભાષાન્તર સમાસ' (Translation Compounds) એવું વિશેષ નામ આપ્યું છે.! આવા પ્રકારના શબ્દોનો જુદો જ વર્ગ છે જેમાં અર્થની દ્વિરુક્તિ થતી હોય છે. આવા અર્થની દ્વિરુક્તિના તત્ત્વને બાકાત રાખી, દ્વિરુક્ત શબ્દોનું સ્વરૂપ આપણે આ પ્રમાણે નિશ્ચિત કરી શકીએ કે જેમાં ધ્વનિમૂલક મૂળ ધટકની દ્વિરુક્તિ થતી હોય તે જ દ્વિરુક્ત શબ્દ
Ο
૧ જુઓ તેમના લેખ : ‘પોલીગ્લોટીઝમ ઈન ઈન્ડો-આર્યન' : ધી સેવન્થ ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ : વૉ૦ ૧ : વડોદરા : ૧૯૩૩ : પૃ૦ ૧૭૭-૧૮૯,
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ : ૨૩૧ માત્ર ધ્વનિની નહિ પણ ધ્વનિમૂલક ઘટકની દિક્તિ થવી જોઈએ એટલી સ્પષ્ટતા આવશ્યક છે, કારણકે માત્ર ધ્વનિની દ્વિરુક્તિથી દ્વિરુક્ત શબ્દ કહી શકાય નહિ. રવાનુકારી (Onomatopoetic) શબ્દોમાં મુખ્યત્વે રવનું ભાષામાં વર્ણ દ્વારા અનુકરણ કરવામાં આવતું હોય છે. ટનનન, ખળળળ, ભડડડ, ઝળળળ, ભડડ, ઘરરર જેવા શબ્દોને દ્વિરુક્ત શબ્દો કહી શકાય નહિ પરંતુ તેમાંથી સાધિત થયેલા કે તેમનાં રૂપાન્તર અનુક્રમે ટનટન, ખળખળ, ભડભડ, ઝળઝળ, ભડભડ, ઘરધર સ્પષ્ટ રીતે દ્વિરુક્ત પ્રયોગ છે, કારણકે તેમાં ધ્વનિનો મૂળભૂત ઘટક દ્વિરુક્ત થયો છે.
ઘણીવાર ગુજરાતીમાં બે અક્ષરવાળા (Syllable) વિશેષણના બીજા અક્ષરનો વ્યંજન જ્યાં ભાર દેવો હોય ત્યાં બેવડાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ગુજરાતીમાં ઘણુંયે દ્વિ-અક્ષરી વિશેષણોનાં રૂપ હોય છે : એક ભારમુક્ત (unemphatic) અને બીજું ભારયુક્ત (Emphatic) તેમની વચ્ચેનો ભેદ બીજા વ્યંજનની હસ્વતા-દીર્ઘતા દ્વારા દર્શાવાય છે; જેમકે : સાચું-સાચું, પાકુંપાકું, મીઠું-મીઠું, ખાટું-ખાટું, બેઠું-બેઠું વગેરે. આ એક માત્ર અભિવ્યક્તિની પદ્ધતિ છે અને બંને રૂપ પ્રચલિત છે. બીજું રૂપ વિશેષ બોલીમાં મળે છે. તેમને દ્વિરુક્ત શબ્દ ન ગણી શકાય.
આટલી ચર્ચા પછી એ સ્પષ્ટ થશે કે દ્વિરુક્ત શબ્દના ઘડતરમાં ધ્વનિમૂલક એક ઘટક કે સંપૂર્ણ અંગની દિક્તિ થાય છે તે શબ્દનું સ્વરૂપ સમસ્ત કે અસમસ્ત હોય. અત્યાર સુધી આપણે વિદ્વાનોને દિરત શબ્દનું આવું સ્વરૂપ સ્પષ્ટ ન હતું તેથી તેઓએ કરેલા તેમના વર્ગીકરણમાં મોટે ભાગે અતાર્કિકતા અને અશાસ્ત્રીયતા આવી ગયેલાં છે. કમળાશંકર પ્રા. ત્રિવેદી, નરસિંહરાવ દીવેટિયા, નવલરામ ત્રિવેદીએ ગુજરાતીના અને શ્રી એસ. એમ. કન્ટેએ ઇન્ડો-આર્યન દ્વિરુક્ત પ્રયોગોનાં વર્ગીકરણની યોજના વિશે વિચારણા કરી છે. તેમના આ વિષયના કાર્યની વિશેષતા કે મર્યાદાનું વિવેચન અત્રે અપ્રસ્તુત છે તેથી માત્ર તેમણે કરેલી વર્ગીકરણની યોજના પૂરતી જ ચર્ચા આ લેખમાં મર્યાદિત રાખવામાં આવી છે. પ્રથમ તેમના વર્ગીકરણની સંક્ષેપમાં ચર્ચા કરી અંતે ગુજરાતી દ્વિરુક્ત શબ્દોનું ઘડતર, કાર્ય અને સ્વરૂપની દષ્ટિએ વર્ગીકરણ આપવામાં આવ્યું છે.
કમળાશંકર ત્રિવેદી : દ્વિરક્તિની વ્યાખ્યા, સ્વરૂપ, પ્રકાર વગેરેની ચર્ચા કમળાશંકરે કરી નથી. પ્રથમથી જ દિક્તિના સાત પ્રકાર આપી દીધા છે. પ્રકારનું લક્ષણ આપી તેનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ વર્ગીકરણમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે શાસ્ત્રીયતા જણાતી નથી. આ કુલ સાત પ્રકારો મૂળ કયા તત્વને આધારે પાડવામાં આવ્યા છે તેની કશી પણ સ્પષ્ટતા મળતી નથી.
બીજા પ્રકારની વ્યાખ્યા આ પ્રમાણે છે : “દિક્તિના બે શબ્દમાં પ્રથમ શબ્દને વિભક્તિ લાગેલી હોય છે કે તેને અન્ય સ્વર દીર્ઘ થયેલો હોય છે કે તેમાં ફેરફાર થયેલો હોય છે અને બીજો મૂળ સ્વરૂપમાં હોય છે.” તેની નીચે વિશેષણના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણ સંપૂર્ણ રીતે અસંબદ્ધ છે, તેમ જ સર્વનામના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણોમાં તે જ સ્થિતિ છે. જેમકે, ચાર ચાર, પાંચ પાંચ, કોણ કોણ, શું શુંમાં વ્યાખ્યા પ્રમાણે પ્રથમ શબ્દને નથી વિભક્તિ લાગી કે તેની અન્ય સ્વર દીધે થયો નથી કે તેમાં કશો ફેરફાર થયો નથી.
પ્રસ્તુત વર્ગીકરણમાં વાક્યની કક્ષાની દિશક્તિ બીજા વર્ગના ક્રિયાપદના શીર્ષક નીચે દર્શાવી છે. જેમકે, “જા જા, આવ આવ, બોલ બોલ” અને તે પછી તરત જ તે ચાલતો ચાલતો આવ્યો..”
૨ “ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’ મુંબઈ, ૧૯૧૯. પ્રકરણ ૩૧ પૃ૦ ૩૮૯-૩૯૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
ર૩ર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી તે દોડતો દોડતો ગયો.”માં આ વાકયખંડની કક્ષાની દિક્તિ છે. આમ વાયકલા, વાયખંડ-કક્ષા અને શબ્દકક્ષા વચ્ચે કશો ભેદ જણાવાયો નથી.
આ ઉપરાંત સ્વનિની દિક્તિ અને અર્થની દિક્તિ બંનેની ચર્ચા કરી છે પણ તેની વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરાઈ નથી. પાંચમા પ્રકારમાં ધ્વનિને લક્ષમાં રાખી વર્ગ યોજ્યો હોય તેમ લાગે છે, જ્યારે સાતમા પ્રકારમાં “પર્યાય શબ્દથી દ્વિરુક્તિ થાય છે,” એમ જણાવ્યું છે એટલું જ નહિ, પણ આપેલાં ઉદાહરણ યોજેલી વ્યાખ્યા સાથે અસંગત છે; જેમકે, “તીખું તમતમું, લાલચોળ, કાળુંમેંશ'માં પર્યાયો સાથે યોજાયા જ નથી.
આમ કક્ષા, ધ્વનિ અને અર્થ વચ્ચેની અવ્યવસ્થાને લીધે આખાયે વર્ગીકરણની યોજના અતાર્કિક અને અશાસ્ત્રીય બની ગઈ છે. - નરસિંહરાવ દીવેટિયા : નરસિંહરાવ યુગ્મચારી શબદો ને “વાસણસણાદિ ગણના નામે ઓળખાવે છે. આ શબ્દો “ઘોડોબોજેવા શબ્દોથી જુદા છે એમ જણાવી તેમનું વર્ગીકરણ આપે છે. તેમના મતે “ઘોડોલોડો માં ઘોડો અને તેના જેવું, એવો અર્થ નીકળે છે ત્યારે પ્રસ્તુત શબ્દયુમોમાં ઇત્યાદિ' એવો અર્થ નીકળે છે.
તેઓ આ પ્રકારના શબ્દોના ત્રણ વર્ગ પાડે છે : (૧) જેમાં પ્રથમ ઘટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, વાસણસણ...ટેકાઢયા...દીકઠાક વગેરે. (૨) જેમાં દિતીય ઘટક સાથે છે તેવા શબ્દો : જેમકે, આસપાસ. આડોશીપાડોશી. આરપાર
વગેરે.
(૩) જેમાં બંને ઘટક સાર્થ છે તેવા શબ્દો : જેમકે, રાચરચીલું...જીવજંત..ફેરફાંટો વગેરે.
નરસિંહરાવનું આ આખું યે વર્ગીકરણ અથતિ છે. તેમના ધ્યાનમાં યુગ્મચારી શબ્દો જ છે તેથી આપણી દૃષ્ટિએ આ વર્ગીકરણ અનુકૂળ આવે તેમ નથી. “ઇત્યાદિ અર્થવાળા શબ્દોને લીધા છે તેમ તેઓ જણાવે છે; પણ “ઠીકઠાક” “આરપાર' જેવા અનેક ઉદાહરણો સાથે તેનો મેળ બેસતો નથી. આમ છતાં બીજો વર્ગ સ્પષ્ટ રીતે દ્વિરુક્ત શબ્દોનો છે. પણ વિષયના અભિગમની દષ્ટિ જ જુદી છે, તેથી આપણા માટે આ યોજના તદ્દન નિરુપયોગી છે.
નવલરામ ત્રિવેદી : નવલરામ ત્રિવેદી નરસિંહરાવના વર્ગીકરણને આધારભૂત માની તેમાં વિશેષ પ્રભેદ પાડે છે.
પ્રથમ તો તેઓ નરસિંહરાવના ત્રીજા વર્ગના ત્રણ પ્રભેદ પાડે છે : (૧) એક જ શબ્દ બે વખત વપરાય–ઝટઝટ, મોર મોર, આઘેઆઘે, છેટે છે, ઊઊંચે, દૂરદૂર.
(૨) એક જ અર્થવાળા બે જુદા જુદા શબ્દો વપરાય તેમાં બીજા શબ્દનો ઉદ્દેશ વગેરે દર્શાવવાનો હોય છે, જેમકે, કાગળપત્ર, હૈયાં છોકરાં, હમઠેકાણું, કામકાજ, ચીજવસ્તુ, બાવાસાધુ, લાજઆબરૂ, ફિક ચિંતા.
૩ “ગુજરાતી લેઈઝ ઍડ લીટરેચર’: ભાગ-૨ મુંબઈ, ૧૯૩૨, ૫૦ ૧૭૮-૧૮૦ ૪ “બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર ! અંક ૩: ૧૯૩૬ : ૫૦ ૨૬૩-૨૬૭,
Page #4
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ : ૨૩૩ (૩) મળતા અર્થવાળા શબ્દો જેમાં બીજા શબ્દને ઉદ્દેશ પહેલા શબ્દના અર્થમાં ઉમેરો કરવાનો છે. નરસિંહરાવે ગણવેલ આ વર્ગના (ત્રીજા વર્ગના) સર્વ શબ્દો આ પેટાવિભાગમાં આવી શકે તેમાં વગેરે જેવો અર્થ પણ કોઈવાર નીકળે. જેમકે, માનમરતબો.
નરસિંહરાવના ત્રીજા વર્ગમાં આટલું સંશોધન કરી નવલરામ તેમાં એક સ્વતંત્ર ચોથો વર્ગ ઉમેરે છે, જેમાં છૂટક બંને શબ્દ અર્થ વગરના હોય છે પણ ભેગા થાય ત્યારે તેમાંથી અર્થ નીકળે છે; જેમકે, અકદક, એકેડ, અાંગજાંગ, અડીદડી.
નવલરામનું આ વર્ગીકરણ નરસિંહરાવના અનુસંધાનમાં જ છે અને મુખ્યત્વે અર્થાશ્રિત છે. નરસિંહરાવના ત્રીજા વર્ગના આપેલા ત્રણ પેટાવિભાગમાંના પ્રથમ પેટાવિભાગમાં સ્પષ્ટ રીતે ધ્વનિની દ્વિરુતિ છે, ત્યારે બીજા પેટાવિભાગમાં ભાષાન્તર-સમાસ છે.
નવલરામે ચોથા વર્ગમાં દર્શાવેલ અકદક, અડીદડી સ્પષ્ટ રીતે નરસિંહરાવે જણાવેલા બીજા વર્ગનાં જ ઉદાહરણ છે. ટૂંકમાં નરસિંહરાવનાં વર્ગીકરણની મર્યાદાઓ આ વર્ગીકરણની પણ છે. અર્થની અસ્પષ્ટતા અને સાપેક્ષતાને લીધે વર્ગીકરણમાં ડગલે ડગલે મતભેદની સંભાવના રહે છે. આ ઉપરાંત મોટા ભાગના શબ્દો દ્વિરુક્ત નથી.
શ્રી એસ. એમ. ક: શ્રી કએ આપેલી વર્ગીકરણની પદ્ધતિ સૂક્ષ્મદર્શ અને દિક્તિઓનાં સ્વરૂપ અને કાર્ય પર પ્રકાશ નાખનારી છે. આ વિષય પ્રત્યેનો તેમનો અભિગમ શાસ્ત્રીય અને આધુનિક ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતોની ઊંડી સૂઝ ઉપર આધારિત છે.
શ્રી ક દ્વિરુક્ત શબ્દોના મુખ્ય ચાર વર્ગ આ પ્રમાણે આપે છે : (૧) વર્ણ કે વર્ણસમૂહની દ્વિરુક્તિવાળા રવાનુકારી શબ્દો. (૨) સંજ્ઞામૂલક, વિશેષણમૂલક, સર્વનામૂલક, અને સાર્વનામિક વિશેષણમૂલક, સંખ્યાદર્શક મૂલક,
ક્રિયામૂલક અને ક્રિયાવાચક પદમૂલક આક્રેડિત રચનાવાળા શબ્દો. (૩) બંને ઘટક સાર્થ હોય તેવા પ્રાસમૂલક શબ્દો. (૪) જેમાં એક જ ઘટક સાથે હોય તેવા પ્રતિધ્વન્યાત્મક શબ્દો. ઉદાહરણ નીચે પ્રમાણે છે:
(૧) વર્ગનાં ઉદાહરણઃ ઇનઠન, ડભડભ, તડતડ વગેરે. (૨) વર્ગનાં ઉદાહરણ
(૧) સંસામૂલક : ઘડીઘડી. (૨) વિશેષણમૂલક : જરાજરા, ગરમગરમ. (૩) સર્વનામમૂલક : આપઆપણું. (૪) સાર્વનામિક વિશેષણમૂલક (Pronominal Adjectives) : જેમજેમ,
તેમતેમ.
૫
બુલેટન ઑફ ડેકકન કૉલેજ સર્ચ ઇન્સ્ટિટયુટ', પૂના. વૉલ્યુમ એકમનો લેખ-‘ઉડુપ્લીકેટિઝ ઈન ઈન્ડો-આર્યન', ઈ. સ૧૯૩૯-૪૦, ૫૦ ૬૦-૭૦,
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૩૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ
(૫) સંખ્યાદર્શકમૂલક : એકએક, એએ,
(૬) ક્રિયાવાચક પદમૂલક (Verbal Formation) : રમતરમત. (૩) વર્ગનાં ઉદાહરણો : જંતરમંતર, રહ્યુંસહ્યું, રમતગમત. (૪) વર્ગના એ પ્રભેદ પડે છે :
(અ) પ્રથમ ધટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, નવુંસવું, સાચમાચ. (આ) ખીજો ઘટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, આડોશીપાડોશી.
X
X
દ્વિરુક્ત શબ્દોનાં ઘડતર, સ્વરૂપ અને અર્થ : વર્ગીકરણ
તે
દ્વિરુક્તિ સંજ્ઞા આમ તો કોઈ પણ શબ્દ, શબ્દાંશ કે ધટકના એક આવર્તનની વાચક છે. પણ આ ઉપરાંત આવૃત્ત કે દ્વિરુક્ત શબ્દોનાં ખીજાં પણ કેટલાંક લક્ષણો છે, એ ભુલાવું ન જોઈ એ. આમાંનું એક, તરત નજરે ચડે તેવું લક્ષણ તે દ્વિરુક્તિઓમાં પ્રવર્તતું પ્રાસનું તત્ત્વ છે. દ્વિરુક્ત શબ્દોમાં તેમના ઘટકો વચ્ચે એક કે વધારે અક્ષરોનો પ્રાસ જોવા મળે છે. વળી કેટલીક દ્વિરુક્તિઓમાં એક ધટક ખીન્ન ઘટકના ખીબા ઉપરથી નવેસરથી ધડાયો હોય એવું પણ જોવા મળે છે. આ ઉપરાંત દ્વિરુક્ત શબ્દોના બે ઘટક વચ્ચેનો સંબંધ જુદી જુદી કક્ષાનો હોય છે. તદ્ન સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા ધટકોથી માંડીને ખાસ પૃથક્કરણથી જુદા પાડીએ તો જ જુદા પડે એવા ઘટકો સુધીની સંબંધની કક્ષાઓ જોઈ શકાય છે. એટલે દ્વિરુક્ત શબ્દોના વર્ગીકરણની કોઈ પણ શાસ્ત્રીય યોજના આ હકીકતો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરીને જ યોજાવી જોઈ એ તે દેખીતું છે.
X
પ્રસ્તુત લેખમાં દ્વિરુક્ત શબ્દોનાં વર્ગીકરણનો પ્રયાસ છે. વાક્ય અને વાક્યખંડના દ્વિરુક્ત પ્રયોગોની આપણે આગળ ચર્ચા કરી પણ હકીકતમાં દ્વિરુક્ત શબ્દો જેવો વર્ગીકરણનો પ્રશ્ન તેમના સંબંધે નહિ રહે. વ્યાકરણની દૃષ્ટિએ તેમના વર્ગો પાડવા સરળ છે, શ્રી કન્નેના વર્ગીકરણનો બીજો પ્રકાર એટલે કે આર્દ્રતિ પ્રકારના દ્વિરુક્ત શબ્દોના પ્રકારમાં થોડો ફેરફાર આવશ્યક છે. મૂળ પાણિનિ પ્રમાણે વીપ્સા કે આભીસ્થ્ય સૂચવવા જે દ્વિરુક્તિ થાય છે તેના બીજા પદને જ આમ્રુતિ કહેવામાં આવે છે. વીપ્સા એટલે પ્રત્યેકતા (Distributive Sense) એવો અર્થ છે, ત્યારે આભીણ્ય દ્વારા ક્રિયામાં સાતત્ય અને ઉત્કટતા સુચવાય છે. ઘરધર, ગામગામ વીપ્સાનાં; અને મારામારી, દોડાદોડ, દોદોડ આભીણ્યનાં ઉદાહરણ છે. આમ તો આ એક વ્યાકરણની પદ્ધતિ છે પણ તે દ્વારા જે રૂઢ પ્રયોગો બન્યા છે તેનો વીપ્સામૂલક અથવા આવર્તનમૂલક દ્વિરુક્ત શબ્દો એવો વર્ગ ઊભો કરી શકાય.
દ્વિરુક્ત શબ્દોના ધડતર દ્વારા કાં તો વીપ્સા કે પ્રત્યેકતાનો અર્થ સધાય છે, કાં તો અભીણ્ય કે ક્રિયાના સાતત્ય અને ઉગ્રતા સધાય છે, કાં તો રવાનુકરણ વ્યક્ત થાય છે અથવા તો પ્રાસરચના અને તે દ્વારા કેટલીકવાર સમૂહભાવની અભિવ્યક્તિ સધાય છે. આ હેતુને અનુલક્ષીને દ્વિરુક્ત શબ્દોનું વર્ગીકરણ કરવું આવશ્યક અને ઇષ્ટ છે. શ્રી કન્નેની યોજનામાં પણ આ જ ધોરણ મોટે ભાગે અનુસ્મૃત છે,
તસ્ય પરમામેવિતમ્ । (૮-૧-૨)
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ ર૩૫ આટલી વિચારણાને લક્ષ્યમાં રાખી ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગોનું વર્ગીકરણ આ પ્રમાણે યોજી શકાય ? (૧) વસાવાચક કે આવર્તનવાચક દ્વિરુકત શબ્દો: (ક) સંયોજક વિનાના દ્વિરુક્ત શબ્દો : (૧) મૂળ ઘટકની અવિકલ દ્વિરુકિતવાળા ઃ જેમકે, એકએક, બેબ, ફરીફરી, માંડમાંડ
ભલે ભલે વગેરે. (૨) જેમાં મૂળ ઘટકનો અંતિમ અંશ લુપ્ત થયો છે તેવા : જેમકે, એટએટલું કેટકેટલું,
આપઆપણું, ઠરઠરાવ, ઠેકઠેકાણે વગેરે. (ખ) સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દોઃ (૧) આ—સંયોજકવાળાઃ જેમકે, અકડાઅકડી, ચાચડી, ઊભાઊભ, ખેંચાખેંચી,
મારામારી વગેરે, (૨) એ–સંયોજકવાળા : જેમકે, કાનેકાન, ગામેગામ, ઘરેઘર વગેરે. (૩) ઓ—સંયોજકવાળા: જેમકે, અડધોઅડધ, કાનોકાન, અંગો અંગ, નજરોનજર,
ભવોભવ વગેરે.
(૪) અનુસ્વાર–સંયોજકવાળા જેમકે કૂદા, ગાળંગાળી, ઠોઠોક, દોદોડ, પોલંપોલ વગેરે. (૨) રવાનુકારી દ્વિરુક્ત શબ્દો : (ક) ઘટકના અવિલ આવર્તનવાળા ૦િ શબ્દો :
(૧) સંયોજક વિનાના જેમકે, ખટખટ, ગટગટ, ઘરઘર વગેરે. (૨) સંયોજકવાળા :
(અ) આ—સંયોજકવાળા : કચાકચ, કડાકડ, ચટાચટ, ધબાધબ, છનાન વગેરે.
(આ) –સંયોજકવાળા : ટપોટપ, ટોચટ, ફટોફટ, સબોસબ વગેરે. (ખ) ઘટકના આંશિક પરિવર્તનવાળાઃ (મૂળ શબ્દનું ઘડતર રવાનુકારીનું, પણ બે ઘટક વચ્ચે પ્રાસ)
ખળભળ, ખટપટ, ગડબડ, ચડભડ વગેરે. (૩) પ્રાસસાધક દ્વિરક્ત શબ્દો (ક) જેમાં બંને ઘટકો પ્રચલિત કે સાર્થ હોય તેવા દ્વિરુક્ત શબ્દો : જેમકે, બન્યુંજવું, રહ્યુંસહ્યું,
આવકજાવક વગેરે. (ખ) જેનો એક ઘટક પ્રચલિત કે સાર્થ છે અને બીજો ઘટક પ્રતિધ્વન્યાત્મક (Echo or
Jingle) છે તેવા દ્વિરુકત શબ્દો. (1) પાછલો ઘટક પ્રતિ વન્યાત્મક
(અ) આઘવ્યંજનને સ્થાને બેકારવાળાઃ ઘરબર, કામબામ. (આ) આદ્યાક્ષરના સ્વરના પરિવર્તનથી સધાયેલા.
Page #7
--------------------------------------------------------------------------
________________ 236 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ (1) સંયોજક વિનાના કાપકૂપ, પૂછપાઈ, થીંગડથાગડ વગેરે. (2) સંયોજકવાળા કાપકૂપી, ડાઘાઘી વગેરે. (ઈ) સપૂર્ણ આદ્યાક્ષરના પરિવર્તનવાળા વાસણસણ, અદ્ધર પદ્ધર, ઉપરાછાપરી, આખુંપાછું વગેરે. (2) આગલો ઘટક પ્રતિભવન્યાત્મક: (અ) સંયોજક વિનાના : આડોશી પાડોશી, અડીદડી, વગેરે. (આ) સંયોજકવાળા : અદલાબદલી. આ પ્રમાણે સમગ્ર રિક્ત શબ્દો મૂળ મુખ્ય ત્રણ વિભાગમાં વિભાજિત કરીને પિટાવિભાગ પાડી શકાય. દરેક ઘડતરને તેની પરંપરા અને ઈતિહાસ છે.