________________
ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વર્ગી ક ર ણ
પ્રભાશંકર રા॰ તેરૈયા
કોઈ પણ ભાષાના શબ્દભંડોળમાં દ્વિરુક્ત શબ્દો (Reduplicatives) મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષામાં પણ દ્વિરુક્ત શબ્દો આપણા શબ્દકોશનું એક મહત્ત્વનું અંગ છે. દ્વિરુક્ત એટલે એકના એક અંશનો કે ઘટકનો એવાર પ્રયોગ. આવા પ્રયોગ ત્રણ કક્ષાએ મળી આવે છે : (૧) વાક્યની (Sentence) કક્ષાએ (૨) વાક્યખંડની (Phrase) કક્ષાએ (૩) શબ્દની કક્ષાએ.
'
· ચાલ્યો આવ ચાલ્યો આવ.,' ‘ખોલ મા બોલ મા, વગેરે વાક્યકક્ષાના દ્વિરુક્ત પ્રયોગ છે. ‘સૂડી સૂડીને ઠેકાણે રહી.,’ ‘રાક્ષસ ખાઉં ખાઉં કરતો આવ્યો.,’ ‘વાંચતાં વાંચતાં રાત પસાર કરી.' વગેરે વાક્યખંડની કક્ષાની દ્વિરુક્તિના પ્રયોગો છે. પ્રસ્તુત લેખમાં માત્ર શબ્દકક્ષાના દ્વિરુક્ત શબ્દોની ચર્ચા અને વર્ગીકરણ કરવામાં આવ્યાં છે.
ધ્વનિ (Sound)ની જેમ રુિક્તિ થાય છે તેમ અર્થની (Meaning) પણ દ્વિરુક્તિ થાય છે. જેમકે, ‘ધનદોલત,' ‘લાજશરમ,’ ‘કાગળપત્ર', ‘જીવજાન' વગેરે. પરભાષાનો એક અલ્પપરિચિત લાગતો શબ્દ સ્પષ્ટ કરવા માટે તેની સાથે પરિચિત ભાષાનો પ્રચલિત શબ્દ વિષ્ણુ રૂપે જાણે કે મુકાતો હોય તેમ બને છે. આ પ્રકારના ઘડતરનું વલણ પ્રમાણમાં ઘણું જૂનું છે. આ પ્રકારના શબ્દોને ડૉ॰ સુનીતિકુમાર ચેટર્જીએ ‘ભાષાન્તર સમાસ' (Translation Compounds) એવું વિશેષ નામ આપ્યું છે.! આવા પ્રકારના શબ્દોનો જુદો જ વર્ગ છે જેમાં અર્થની દ્વિરુક્તિ થતી હોય છે. આવા અર્થની દ્વિરુક્તિના તત્ત્વને બાકાત રાખી, દ્વિરુક્ત શબ્દોનું સ્વરૂપ આપણે આ પ્રમાણે નિશ્ચિત કરી શકીએ કે જેમાં ધ્વનિમૂલક મૂળ ધટકની દ્વિરુક્તિ થતી હોય તે જ દ્વિરુક્ત શબ્દ
Ο
૧ જુઓ તેમના લેખ : ‘પોલીગ્લોટીઝમ ઈન ઈન્ડો-આર્યન' : ધી સેવન્થ ઑલ ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ : વૉ૦ ૧ : વડોદરા : ૧૯૩૩ : પૃ૦ ૧૭૭-૧૮૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org