SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ : ૨૩૧ માત્ર ધ્વનિની નહિ પણ ધ્વનિમૂલક ઘટકની દિક્તિ થવી જોઈએ એટલી સ્પષ્ટતા આવશ્યક છે, કારણકે માત્ર ધ્વનિની દ્વિરુક્તિથી દ્વિરુક્ત શબ્દ કહી શકાય નહિ. રવાનુકારી (Onomatopoetic) શબ્દોમાં મુખ્યત્વે રવનું ભાષામાં વર્ણ દ્વારા અનુકરણ કરવામાં આવતું હોય છે. ટનનન, ખળળળ, ભડડડ, ઝળળળ, ભડડ, ઘરરર જેવા શબ્દોને દ્વિરુક્ત શબ્દો કહી શકાય નહિ પરંતુ તેમાંથી સાધિત થયેલા કે તેમનાં રૂપાન્તર અનુક્રમે ટનટન, ખળખળ, ભડભડ, ઝળઝળ, ભડભડ, ઘરધર સ્પષ્ટ રીતે દ્વિરુક્ત પ્રયોગ છે, કારણકે તેમાં ધ્વનિનો મૂળભૂત ઘટક દ્વિરુક્ત થયો છે. ઘણીવાર ગુજરાતીમાં બે અક્ષરવાળા (Syllable) વિશેષણના બીજા અક્ષરનો વ્યંજન જ્યાં ભાર દેવો હોય ત્યાં બેવડાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ગુજરાતીમાં ઘણુંયે દ્વિ-અક્ષરી વિશેષણોનાં રૂપ હોય છે : એક ભારમુક્ત (unemphatic) અને બીજું ભારયુક્ત (Emphatic) તેમની વચ્ચેનો ભેદ બીજા વ્યંજનની હસ્વતા-દીર્ઘતા દ્વારા દર્શાવાય છે; જેમકે : સાચું-સાચું, પાકુંપાકું, મીઠું-મીઠું, ખાટું-ખાટું, બેઠું-બેઠું વગેરે. આ એક માત્ર અભિવ્યક્તિની પદ્ધતિ છે અને બંને રૂપ પ્રચલિત છે. બીજું રૂપ વિશેષ બોલીમાં મળે છે. તેમને દ્વિરુક્ત શબ્દ ન ગણી શકાય. આટલી ચર્ચા પછી એ સ્પષ્ટ થશે કે દ્વિરુક્ત શબ્દના ઘડતરમાં ધ્વનિમૂલક એક ઘટક કે સંપૂર્ણ અંગની દિક્તિ થાય છે તે શબ્દનું સ્વરૂપ સમસ્ત કે અસમસ્ત હોય. અત્યાર સુધી આપણે વિદ્વાનોને દિરત શબ્દનું આવું સ્વરૂપ સ્પષ્ટ ન હતું તેથી તેઓએ કરેલા તેમના વર્ગીકરણમાં મોટે ભાગે અતાર્કિકતા અને અશાસ્ત્રીયતા આવી ગયેલાં છે. કમળાશંકર પ્રા. ત્રિવેદી, નરસિંહરાવ દીવેટિયા, નવલરામ ત્રિવેદીએ ગુજરાતીના અને શ્રી એસ. એમ. કન્ટેએ ઇન્ડો-આર્યન દ્વિરુક્ત પ્રયોગોનાં વર્ગીકરણની યોજના વિશે વિચારણા કરી છે. તેમના આ વિષયના કાર્યની વિશેષતા કે મર્યાદાનું વિવેચન અત્રે અપ્રસ્તુત છે તેથી માત્ર તેમણે કરેલી વર્ગીકરણની યોજના પૂરતી જ ચર્ચા આ લેખમાં મર્યાદિત રાખવામાં આવી છે. પ્રથમ તેમના વર્ગીકરણની સંક્ષેપમાં ચર્ચા કરી અંતે ગુજરાતી દ્વિરુક્ત શબ્દોનું ઘડતર, કાર્ય અને સ્વરૂપની દષ્ટિએ વર્ગીકરણ આપવામાં આવ્યું છે. કમળાશંકર ત્રિવેદી : દ્વિરક્તિની વ્યાખ્યા, સ્વરૂપ, પ્રકાર વગેરેની ચર્ચા કમળાશંકરે કરી નથી. પ્રથમથી જ દિક્તિના સાત પ્રકાર આપી દીધા છે. પ્રકારનું લક્ષણ આપી તેનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. આ વર્ગીકરણમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે શાસ્ત્રીયતા જણાતી નથી. આ કુલ સાત પ્રકારો મૂળ કયા તત્વને આધારે પાડવામાં આવ્યા છે તેની કશી પણ સ્પષ્ટતા મળતી નથી. બીજા પ્રકારની વ્યાખ્યા આ પ્રમાણે છે : “દિક્તિના બે શબ્દમાં પ્રથમ શબ્દને વિભક્તિ લાગેલી હોય છે કે તેને અન્ય સ્વર દીર્ઘ થયેલો હોય છે કે તેમાં ફેરફાર થયેલો હોય છે અને બીજો મૂળ સ્વરૂપમાં હોય છે.” તેની નીચે વિશેષણના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણ સંપૂર્ણ રીતે અસંબદ્ધ છે, તેમ જ સર્વનામના ઉપશીર્ષક નીચે આપેલાં ઉદાહરણોમાં તે જ સ્થિતિ છે. જેમકે, ચાર ચાર, પાંચ પાંચ, કોણ કોણ, શું શુંમાં વ્યાખ્યા પ્રમાણે પ્રથમ શબ્દને નથી વિભક્તિ લાગી કે તેની અન્ય સ્વર દીધે થયો નથી કે તેમાં કશો ફેરફાર થયો નથી. પ્રસ્તુત વર્ગીકરણમાં વાક્યની કક્ષાની દિશક્તિ બીજા વર્ગના ક્રિયાપદના શીર્ષક નીચે દર્શાવી છે. જેમકે, “જા જા, આવ આવ, બોલ બોલ” અને તે પછી તરત જ તે ચાલતો ચાલતો આવ્યો..” ૨ “ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’ મુંબઈ, ૧૯૧૯. પ્રકરણ ૩૧ પૃ૦ ૩૮૯-૩૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230077
Book TitleGujarati Bhashana Dwirukta Shabda ane temnu vargikaran
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar R Teraiya
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size547 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy