Book Title: Gujarati Bhashana Dwirukta Shabda ane temnu vargikaran
Author(s): Prabhashankar R Teraiya
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ર૩ર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી તે દોડતો દોડતો ગયો.”માં આ વાકયખંડની કક્ષાની દિક્તિ છે. આમ વાયકલા, વાયખંડ-કક્ષા અને શબ્દકક્ષા વચ્ચે કશો ભેદ જણાવાયો નથી. આ ઉપરાંત સ્વનિની દિક્તિ અને અર્થની દિક્તિ બંનેની ચર્ચા કરી છે પણ તેની વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરાઈ નથી. પાંચમા પ્રકારમાં ધ્વનિને લક્ષમાં રાખી વર્ગ યોજ્યો હોય તેમ લાગે છે, જ્યારે સાતમા પ્રકારમાં “પર્યાય શબ્દથી દ્વિરુક્તિ થાય છે,” એમ જણાવ્યું છે એટલું જ નહિ, પણ આપેલાં ઉદાહરણ યોજેલી વ્યાખ્યા સાથે અસંગત છે; જેમકે, “તીખું તમતમું, લાલચોળ, કાળુંમેંશ'માં પર્યાયો સાથે યોજાયા જ નથી. આમ કક્ષા, ધ્વનિ અને અર્થ વચ્ચેની અવ્યવસ્થાને લીધે આખાયે વર્ગીકરણની યોજના અતાર્કિક અને અશાસ્ત્રીય બની ગઈ છે. - નરસિંહરાવ દીવેટિયા : નરસિંહરાવ યુગ્મચારી શબદો ને “વાસણસણાદિ ગણના નામે ઓળખાવે છે. આ શબ્દો “ઘોડોબોજેવા શબ્દોથી જુદા છે એમ જણાવી તેમનું વર્ગીકરણ આપે છે. તેમના મતે “ઘોડોલોડો માં ઘોડો અને તેના જેવું, એવો અર્થ નીકળે છે ત્યારે પ્રસ્તુત શબ્દયુમોમાં ઇત્યાદિ' એવો અર્થ નીકળે છે. તેઓ આ પ્રકારના શબ્દોના ત્રણ વર્ગ પાડે છે : (૧) જેમાં પ્રથમ ઘટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, વાસણસણ...ટેકાઢયા...દીકઠાક વગેરે. (૨) જેમાં દિતીય ઘટક સાથે છે તેવા શબ્દો : જેમકે, આસપાસ. આડોશીપાડોશી. આરપાર વગેરે. (૩) જેમાં બંને ઘટક સાર્થ છે તેવા શબ્દો : જેમકે, રાચરચીલું...જીવજંત..ફેરફાંટો વગેરે. નરસિંહરાવનું આ આખું યે વર્ગીકરણ અથતિ છે. તેમના ધ્યાનમાં યુગ્મચારી શબ્દો જ છે તેથી આપણી દૃષ્ટિએ આ વર્ગીકરણ અનુકૂળ આવે તેમ નથી. “ઇત્યાદિ અર્થવાળા શબ્દોને લીધા છે તેમ તેઓ જણાવે છે; પણ “ઠીકઠાક” “આરપાર' જેવા અનેક ઉદાહરણો સાથે તેનો મેળ બેસતો નથી. આમ છતાં બીજો વર્ગ સ્પષ્ટ રીતે દ્વિરુક્ત શબ્દોનો છે. પણ વિષયના અભિગમની દષ્ટિ જ જુદી છે, તેથી આપણા માટે આ યોજના તદ્દન નિરુપયોગી છે. નવલરામ ત્રિવેદી : નવલરામ ત્રિવેદી નરસિંહરાવના વર્ગીકરણને આધારભૂત માની તેમાં વિશેષ પ્રભેદ પાડે છે. પ્રથમ તો તેઓ નરસિંહરાવના ત્રીજા વર્ગના ત્રણ પ્રભેદ પાડે છે : (૧) એક જ શબ્દ બે વખત વપરાય–ઝટઝટ, મોર મોર, આઘેઆઘે, છેટે છે, ઊઊંચે, દૂરદૂર. (૨) એક જ અર્થવાળા બે જુદા જુદા શબ્દો વપરાય તેમાં બીજા શબ્દનો ઉદ્દેશ વગેરે દર્શાવવાનો હોય છે, જેમકે, કાગળપત્ર, હૈયાં છોકરાં, હમઠેકાણું, કામકાજ, ચીજવસ્તુ, બાવાસાધુ, લાજઆબરૂ, ફિક ચિંતા. ૩ “ગુજરાતી લેઈઝ ઍડ લીટરેચર’: ભાગ-૨ મુંબઈ, ૧૯૩૨, ૫૦ ૧૭૮-૧૮૦ ૪ “બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર ! અંક ૩: ૧૯૩૬ : ૫૦ ૨૬૩-૨૬૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7