Book Title: Gujarati Bhashama Darshanik Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તવજ્ઞાન [ ૧૦૪૫ વિચારે સમજવા અને તેને પચાવવા એ સહજ છે કે માતૃભાષામાં મુકાયેલા વિચારે અને તે મારફત મળતું જ્ઞાન સમજવું અને જીવનમાં ઉતારવું સહજ છે ? () ખાસ વિશિષ્ટ વર્ગ જ અને તેમાંયે બહુ ઉચ્ચ કેળવણી પામેલા વિવિધ ભાષાના અભ્યાસીઓ જ તત્વજ્ઞાન વિશે વિચાર કરી શકે અને નવનવા પ્રશ્નો ઉપર પોતાના વિચારે જણાવી શકે તેમ જ તેને વિકાસ કરી શકે કે અનેક ભાષાઓ ન જાણનાર અને માત્ર માતૃભાષામાં બોલનાર માણસમાં પણ એની પ્રતિભા સંભવે ખરી કે જેથી વિશિષ્ટ વિદ્વાનો જેટલે જ તેઓ વિચારમાં નવો ફાળો આપી શકે? (૪) ચાલુ ભાષાની ભૂમિકાના તત્વજ્ઞાનમાં વિચારનું ખેડાણ અને ફેલા થવાથી ભાષા સમૃદ્ધિ અને તેનું સામર્થ્ય વધે છે કે નહિ અને જ્ઞાનની બધી શાખાઓને વિશેષ વ્યાપક બનાવવા એવી ભાષાની સમૃદ્ધિ તથા શક્તિ જરૂરનાં છે કે નહિ ? ઉપરના બધા અસ્તિ-નાસ્તિરૂપ પ્રશ્નોને ઉત્તર હામાં જ આવતો હોય અને ઉભય પક્ષરૂપ પ્રશ્નનો ઉત્તર બીજા પક્ષના સ્વીકારમાં જ આવતે હેય, તે એમ સ્વીકાર્યા સિવાય કદી ચાલી જ નહિ શકે કે ગુજરાતી ભાષામાં બીજી જ્ઞાનશાખાઓની પેઠે તત્વજ્ઞાનની શાખાને ખૂબ ખેડવી. હવે જોઈએ કે એ શાખાને ગુજરાતી ભાષામાં ખેડવી એટલે શું? અને ત્યાર પછી આપણે જેલું કે આ શાખા વર્તમાન ગુજરાતી ભાષામાં કેટલી ખેડાઈ છે. એટલે આપણું કર્તવ્ય સ્પષ્ટ થઈ જશે. (૧) હજારો વર્ષનાં તપ અને ચિંતનને પરિણામે આપણું પૂર્વ જ અધિઓ અને વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં અનેકવિધ અને અનેક ભાષાઓમાં આપણને વારસો આપ્યો છે તે સમગ્ર વારસે સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં યથાર્થ પણે ઉતારા અને મૂળ પારિભાષિક શબ્દોની સ્પષ્ટ વ્યાખ્યા આપી તે શબ્દો ચાલુ ભાષામાં સુગમ અને સુબોધ રીતે મૂકવા. (૨) પ્રાચીન તત્ત્વજ્ઞાનના મહત્ત્વપૂર્ણ પ્રત્યેનો પ્રામાણિક અનુવાદ અને સ્ફોટન ઉપરાંત તેના સારભૂત ટૂંકા મનનીય નિબંધે ગુજરાતીમાં લખવા, જેમાં વિવેચકદષ્ટિ અને તુલનાદષ્ટિ નિષ્પક્ષપણે કામ કરતી હોય. (૩) સમગ્ર ભારતીય તત્વજ્ઞાનની શાખાઓને પહેલેથી ઠેઠ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7