Book Title: Gujarati Bhashama Darshanik Tattvagyan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ 1048 ] દર્શન અને ચિંતન વિદ્વાન પાસે આર્યસાહિત્યના તરજુમા અરબી, ફારસી અને ઉર્દૂ ભાષામાં કરાવ્યા. તિબેટવાસીઓએ પણ એ જ કર્યું અને છેલ્લે જોઈએ તે જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના વિશિષ્ટ વિદ્વાનોએ પિતપોતાના દેશની જ્ઞાનસમૃદ્ધિ વધારવા તેમજ તેના માનસ અને અભ્યાસને ઊંચા ધોરણ ઉપર મૂકવા દુનિયાના બધા ભાગમાંથી બને તેટલું વધારેમાં વધારે સાહિત્ય અનેકરૂપે પિતપોતાની ભાષામાં ઉતાર્યું. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ભાષાને જ પારંપરિક વાર ભોગવનાર આપણે અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન ભાષા તરફ જોવું પડે છે. એક વાર બાળક માને ધાવવું છેડે અને તેના ખોળામાં ખેલવાનો નિર્ચાજ આનંદ જતો કરે ત્યારે તેની પરમાતાના હાથે એના ખોળામાં જે વલે સંભવે તે વલે સાહિત્યની બાબતમાં આપણું છે. તેથી જેઓ તત્ત્વજ્ઞાનના વિચારોને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવા ઈચ્છતા હેય, તેને ફેલા ઈચ્છતા હોય તેમની ફરજ છે કે તેમણે એ બધું જ્ઞાન વ્યવસ્થિત રીતે માતૃભાષામાં આવે એવો પ્રયત્ન કરો. દક્ષિણ, બંગાળી અને હિંદી ભાષામાં આ માટે પ્રયત્નો થઈ રહેલા છે, અને કેટલેક અંશે તે તેઓ આપણા કરતાં આગળ વધ્યા છે. ગુજરાતી ભાષાની ક્ષમતા બીજી એકે ભાષા કરતાં ઓછી નથી; ઊલટું, તેની વિચાર કરવાની અને તેને વ્યક્ત કરવાની શક્તિ પ્રમાણમાં વધારે છે. સંસ્કૃત અને પ્રાકૃતને તેને સાથ છે; ફારસી, ઉર્દી, અંગ્રેજી આદિને પણ તેને સહગ છે. એવી સ્થિતિમાં તે ભાષાનું સાહિત્યને તત્વજ્ઞાનના ગુલાબી ફૂલની સૌરભથી સુવાસિત કરી મૂકવું એ એક જ ઋષિઋણ, દેશઋણ કે સમયાણું આપણા ઉપર બાકી રહે છે. એને ન ફેડનાર કે ફેડવામાં મંદ ઉત્સાહ રાખનાર પિતાને સાહિત્યસેવી કહે છે એ સાહિત્યને દ્રોહ જ કરે છે, એમ સત્ય કહેવરાવે છે.* - સ્થાન, મહા 1985. ગક નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા નિબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7