Book Title: Gujarati Bhashama Darshanik Tattvagyan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249264/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [૪] ભારતની જ્ઞાનસમૃદ્ધિ બહુ જૂના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખામાં એક જ શાખા આ વિદ્યાના અભ્યુત્થાનકાળમાં હજુ પણ એવી રહી છે કે જેની ખાખતમાં પશ્ચિમીય વિચારકાની દૃષ્ટિ પણ ભારત તરફ રહે છે. એ શાખા તે દાનિક વિદ્યાની શાખા. ભારતીય દૃવિદ્યાની ત્રણ પ્રધાન શાખામાં વૈદિક શાખા લઈ એ, અને તેના પહેલેથી ડેડ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશો તરફ નજર ફેંકીએ તે આપને જણાશે કે વૈદિક દનસાહિત્યની રચનામાં ગુજરાતના ફાળે પહેલેથી આજ સુધી નથી જ, વે, ઉપનિષદો, સૂત્ર, ભાષ્યા, ટીકાએ અને પ્રકરણ ગ્રંથો કે ક્રાડપત્ર એ બધાંની રચનામાં પંજાબ, બ્રહ્માવત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મીર જનપદ વગેરેને હિસ્સે છે, પણ એકાદ સદિગ્ધ અપવાદને ખાદ કરીએ તે એ રચનામાં ગુજરાતને ફાળે નજરે નથી જ પડતા. ઔદ્ધ પિટકાનો ઉદ્ગમ તો મધમાં થયો. એનું સંસ્કૃત સંસ્કરણુ અને પછીનું દાનિક સાહિત્ય હિન્દુસ્તાનના બધા ભાગેામાં જન્મ્યું, ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કયું અને કેટલું છે એને સ્પષ્ટ નિર્ણય કરવા અત્યારે કઠણ છે, છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અતે ત્યાં સુધીના જે મેટા માટા બૌદ્ધ મઠામાં ગુણતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકા રહેતા હતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. ધિચŠવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) જ થયાનું કપાય છે. આવી સ્થિતિ છતાં ગુજરાતને શરમાવા કે સકોચાવા જેવું કશું જ નથી, તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મેાટા ફાળા આપ્યા છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તે જૈન દર્શનનું સાહિત્ય ખૌ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું, પણ પછીના Page #2 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન ( ૧૦૪૩ કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્થાનમાં થતી ગઈ અને છેલ્લાં પંદરસો વર્ષને ઈતિહાસ સ્પષ્ટ કહે છે કે જેના દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેને વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈન દર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્યો, પણ એણે તે પોતાની ખેળીમાં જુદા જુદા પ્રાંતમાં જન્મેલા અને ઊછરેલા કીમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથ તે એકમાત્ર ગુજરાતના ખૂણેખાંચરેથી જ અત્યારે પણ જડી આવે છે. દર્શન સાહિત્યને ઉત્પન્ન કરવાની, રહાવાની અને સાચવવાની ગૌરવગાથા ટૂંકમાં આટલી જ છે, પણ એ સાહિત્ય એટલે પાકૃત, પાલિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય એટલું જ, જ્યારથી ઉક્ત ભાષાઓ. બોલચાલમાંથી લેપ પાણી અને વિદ્વાનોના પઠન-પાઠનની જ ભાષા રહી, માત્ર શાસ્ત્રીય ભાષા તરીકે જ એને ઉપયોગ રહ્યો અને એ ભાષાઓમાં વસ્તુ વિચારવાનો પ્રવાત ઓછો થઈ ગયો અને તેની જગ્યાએ તેની બીજી લેકભાષારૂપ પુત્રીઓ આવી, એટલે કે ભાષાયુગ શરૂ થશે, ત્યારથી એ લેકભાષાઓમાં દર્શન-સાહિત્ય કેટલું ગુજરાતમાં રચાયું છે અગર તે સંસ્કૃત આદિમાં પ્રથમ રચાયેલ દર્શન–સાહિત્યને ગુજરાતે પોતાની ચાલુ ભાષામાં કેટલું ઉતાર્યું છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બૌદ્ધ સંપ્રદાય તે ક્યારનોય લોપ પામેલ હોવાથી માત્ર ગુજરાતમાં જ નહિ પણ અન્ય પ્રાંતમાં સુધ્ધાં તેના સાહિત્યની લોકભાષાઓમાં રચના થાય એની શક્યતા જ રહી ન હતી. પણ જાગતા અને ચોમેર પથરાયેલા વૈદિક સંપ્રદાયના દાર્શનિક સાહિત્ય વિશે પણ ગુજરાતને લેકભાષામાં ફાળે તદ્દન સાધારણ જ ગણાય. નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદ, અખો કે સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ વગેરે, જેઓ મુખ્યપણે ભક્ત જ હતા, તેમણે પોતાની ભક્તિની અજબ ધૂનમાં પ્રસંગવશ જે તાત્વિક વિચારે લેકભાષામાં મૂક્યા છે તેને બાદ કરીએ તો ગુજરાતમાં લખાયેલે સંગીન અને વ્યવસ્થિત વૈદિક તત્વજ્ઞાનને પ્રખ્ય આપણે ભાગ્યે જ મેળવી શકીશું. જૈનોની જાહોજલાલી ગુજરાતમાં ઘણું લાંબા કાળથી ચાલી આવે છે. તે સંપ્રદાયના ત્યાગીઓ, પણ સેંકડોની સંખ્યામાં ગુજરાતમાં પહેલેથી જ થતા અને રહેતા આવ્યા છે. તેમણે નવી નવી કૃતિઓથી જ્ઞાનભંડાર ભરી કાઢ્યા છે. તેમ છતાં તે તે સમયની ચાલ ગુજરાતી ભાષામાં તેઓએ તત્ત્વજ્ઞાનના પ્રકા અને ઊંડા ગ્રંથ સંસ્કૃતસ્ત્રાકૃત ભાષાની પેઠે લોકભાષામાં જ રચ્યા હેય એમ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ ] દર્શન અને ચિંતન ભાગ્યે જ કહી શકાય. બે ચાર અપવાદભૂત કર્તાઓને બાદ કરીએ તે. બધા લેખકેની મુખ્ય પ્રવૃત્તિ ભાષાયુગમાં પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તરફ જ રહી છે. લોકે ઉપર શાસ્ત્રીય ભાષાઓને પ્રભાવ અને પ્રતિષ્ઠા એટલાં બધાં પડેલાં અને જામી ગયેલાં કે તે જ ભાષાઓમાં લખનાર તેઓની દૃષ્ટિમાં વિદ્વાન ગણતા અને તેથી જ લેખકો જાણે-અજાણે પ્રચલિત લેકભાષા છોડી શાસ્ત્રીય ભાષાઓમાં લખવા પ્રેરાતા. આનાં ઈષ્ટ કરતાં અનિષ્ટ પરિ મે વધારે આવ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની સાચવણ અને ખીલવણ ઈષ્ટ પરિણામમાં ગણુએ તે પણ અનિષ્ટનું પલ્લું ભારે જ રહે છે, એ વાત નીચેના મુદ્દાઓ સમજનાર કબૂલ્યા વિના નહિ રહે. (૧) માતૃભાષા અને બેલચાલની ભાષામાં જ કરાતે વિચાર ઊડે, વ્યાપક અને ફુટ હોઈ શકે એ સિદ્ધાંત પ્રમાણે વિચાર એક ભાષામાં અને લખવાનું બીજી ભાષામાં હોવાથી વિચાર અને લેખન વચ્ચે અસામંજસ્ય. (૨) શાસ્ત્રીય ભાષાઓમાં વિચારો લખવાથી સાધારણ લેકમાં તેની બહુ જ ઓછી પહોંચ અને જે શેડોઘણે પ્રવેશ થાય તે પણ સંદિગ્ધ અને પાંગો. જે લોકો શાસ્ત્રીય ભાષા ન જાણુવા છતાં પ્રતિભાશીલ અને જિજ્ઞાસુ હોય તેવા વિચાર તરફથી તત્ત્વજ્ઞાનના વિકાસમાં ઓછામાં ઓછો ફાળો અને તેટલા જ પ્રમાણમાં લેકભાષાની ઓછામાં ઓછી ખેલવણી. પરિણામે તત્વજ્ઞાન અને ચાલુ ભાષામાં જીવંતપણું ઓછું, નવનવાપણું અને જૂના વારસા ઉપર નભવાપણું ધણું. વર્તમાન સમયને વિચાર કરીએ તે તો પહેલાં તે વિચારની પિષક ભૂમિકા ટૂંકામાં વિચારી જઈએ, અને તે માટે માત્ર કેટલાક મુદ્દાઓ પ્રશ્ન રૂપમાં જ પહેલાં મૂકી દઈએ: (૪) જીવનમાં તત્વજ્ઞાનને લગતા વિચારોનું સ્થાન છે કે નહિ? મનુષ્યત્તિ સ્વાભાવિક રીતે જ તત્વજ્ઞાનના પ્રદેશ તરફ ઢળે છે કે નહિ ? તત્વજ્ઞાન મેળવવાની તક તે શોધે છે કે નહિ ? અને સરળ રીતે પ્રાપ્ત થઈ હોય તે તેને તે પસંદ કરે છે કે નહિ ? (૪) માત્ર પુરુષવર્ગ અને તેમાંયે માત્ર શિક્ષિણવર્ગ જ તત્વજ્ઞાનમાં રસ લે છે કે સ્ત્રીવર્ગ અને બીજા સાધારણ કટિના દરેક જણ તત્ત્વજ્ઞાનને સમજવાના અધિકારી હોય છે અને તેઓ પણ તે બાબતમાં રસ લે છે? (1) વિદેશી ભાષા, શાસ્ત્રીય ભાષા અને પરપ્રાંતની ભાષામાં ગૂંથાયેલ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં દાર્શનિક તવજ્ઞાન [ ૧૦૪૫ વિચારે સમજવા અને તેને પચાવવા એ સહજ છે કે માતૃભાષામાં મુકાયેલા વિચારે અને તે મારફત મળતું જ્ઞાન સમજવું અને જીવનમાં ઉતારવું સહજ છે ? () ખાસ વિશિષ્ટ વર્ગ જ અને તેમાંયે બહુ ઉચ્ચ કેળવણી પામેલા વિવિધ ભાષાના અભ્યાસીઓ જ તત્વજ્ઞાન વિશે વિચાર કરી શકે અને નવનવા પ્રશ્નો ઉપર પોતાના વિચારે જણાવી શકે તેમ જ તેને વિકાસ કરી શકે કે અનેક ભાષાઓ ન જાણનાર અને માત્ર માતૃભાષામાં બોલનાર માણસમાં પણ એની પ્રતિભા સંભવે ખરી કે જેથી વિશિષ્ટ વિદ્વાનો જેટલે જ તેઓ વિચારમાં નવો ફાળો આપી શકે? (૪) ચાલુ ભાષાની ભૂમિકાના તત્વજ્ઞાનમાં વિચારનું ખેડાણ અને ફેલા થવાથી ભાષા સમૃદ્ધિ અને તેનું સામર્થ્ય વધે છે કે નહિ અને જ્ઞાનની બધી શાખાઓને વિશેષ વ્યાપક બનાવવા એવી ભાષાની સમૃદ્ધિ તથા શક્તિ જરૂરનાં છે કે નહિ ? ઉપરના બધા અસ્તિ-નાસ્તિરૂપ પ્રશ્નોને ઉત્તર હામાં જ આવતો હોય અને ઉભય પક્ષરૂપ પ્રશ્નનો ઉત્તર બીજા પક્ષના સ્વીકારમાં જ આવતે હેય, તે એમ સ્વીકાર્યા સિવાય કદી ચાલી જ નહિ શકે કે ગુજરાતી ભાષામાં બીજી જ્ઞાનશાખાઓની પેઠે તત્વજ્ઞાનની શાખાને ખૂબ ખેડવી. હવે જોઈએ કે એ શાખાને ગુજરાતી ભાષામાં ખેડવી એટલે શું? અને ત્યાર પછી આપણે જેલું કે આ શાખા વર્તમાન ગુજરાતી ભાષામાં કેટલી ખેડાઈ છે. એટલે આપણું કર્તવ્ય સ્પષ્ટ થઈ જશે. (૧) હજારો વર્ષનાં તપ અને ચિંતનને પરિણામે આપણું પૂર્વ જ અધિઓ અને વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં અનેકવિધ અને અનેક ભાષાઓમાં આપણને વારસો આપ્યો છે તે સમગ્ર વારસે સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં યથાર્થ પણે ઉતારા અને મૂળ પારિભાષિક શબ્દોની સ્પષ્ટ વ્યાખ્યા આપી તે શબ્દો ચાલુ ભાષામાં સુગમ અને સુબોધ રીતે મૂકવા. (૨) પ્રાચીન તત્ત્વજ્ઞાનના મહત્ત્વપૂર્ણ પ્રત્યેનો પ્રામાણિક અનુવાદ અને સ્ફોટન ઉપરાંત તેના સારભૂત ટૂંકા મનનીય નિબંધે ગુજરાતીમાં લખવા, જેમાં વિવેચકદષ્ટિ અને તુલનાદષ્ટિ નિષ્પક્ષપણે કામ કરતી હોય. (૩) સમગ્ર ભારતીય તત્વજ્ઞાનની શાખાઓને પહેલેથી ઠેઠ સુધી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ ] દર્શન અને ચિંતન ઈતિહાસ ગુજરાતીમાં તૈયાર કરવો અને તેવી જ રીતે તત્વજ્ઞાનના પ્રદેશમાં થયેલા વિશિષ્ટ વિદ્વાનોનાં પ્રામાણિક જીવને આલેખવાં. (૪) ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્યપણે કેટલા વિષયે સ્પર્શાયેલા છે અને એક એક વિષયને અંગે બીજા ઉપવિષયે કેટકેટલા છે તેની નોંધ કરી પ્રત્યેક વિષય પરત્વે તત્વજ્ઞાનની બધી શાખાઓ શું શું માન્યતા ધરાવે છે તેને તુલનાત્મક દ્ધતિહાસ ગુજરાતીમાં ઉતારો. (૫) ભાસ્ત બહારના પ્રદેશમાં પહેલેથી અત્યાર સુધી તત્વજ્ઞાન વિશે જે જે ચિતને થયાં હોય તેમાંથી મહત્વપૂર્ણ ભાગ સ્વરૂપ, તુલના અને ઇતિહાસરૂપે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ઉતા અને એ રીતે ભારતીય તત્વજ્ઞાનને ઈતર દેશના એવા વિચાર સાથે સરખાવવાને માર્ગ સરળ કરી મૂકે. (૬) જે વિષયે ભારતીય તત્વજ્ઞાનમાં આવ્યા ન હોય અથવા એ વચાયા હોય અથવા તે અસ્પષ્ટ ચર્ચાયા હોય અને પશ્ચિમી તત્વોએ એને. વિચાર ઊંડે તેમ જ સ્પષ્ટ કર્યો હોય તે તેવા વિષયેની યાદી કરી તે દરેક વિષય પરત્વે જે જે ઇતર દેશમાં લખાયું હોય તે યથાર્થ પણે ગુજરાતીમાં ઉતારવું, જેથી આપણે વાર વધારે સમૃદ્ધ કરવાની સગવડ મળે. (૭) ભિન્ન ભિન્ન કક્ષાના અભ્યાસીઓ માટે સંપૂર્ણ માહિતીવાળી પ્રસ્તુત વિષયક ચેપડીઓ તૈયાર કરવી. ઉપર જે મહાન કાર્યો બતાવવામાં આવ્યાં છે તેને ટૂંકમાં તત્ત્વજ્ઞાનનું ખેડાણ કહી શકાય. હવે જે આ ખેડાણ આવશ્યક હોય અને ભાવિ વિશાળ ખેડાણ માટે ખાસ જરૂરનું હોય તો હવે એ જોવું પ્રાપ્ત થાય છે કે આપણું, ચાલુ ગુજરાતી ભાષામાં ખેડાણ કેટલું થયેલું છે. પહેલું બૌદ્ધ તત્વજ્ઞાન લઈએ. અધ્યાપક કોસાંબીઓનાં નાનાં નાનાં બેત્રણ પુસ્તકે બાદ કરીએ તો તે સંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય કશું જ નથી, જ્યારે એ સંપ્રદાયનું પ્રાચીન સાહિત્ય ઘણું અગત્યનું અને વિશાળ છે. જેને સંપ્રદાયનાં તત્ત્વજ્ઞાનવિષયક સર્વસ્વ ગ્રન્થ તે ગુજરાતીમાં નથી જ. જૂની: ગુજરાતીમાં એ સંપ્રદાયના મૂળ આગમ ઉપરના ગ્રંથ છે, જે આજે કાર્યસાધક નથી. ચાલું જમાનાની વિકસિત ભાષામાં થયેલા એ સંપ્રદાયના આગમાનુવાદ માત્ર ગણ્યાગાંડ્યા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ તત્ત્વજ્ઞાનના પ્રથા છે, તે પણ પદ્ધતિસર ચાલુ ગુજરાતીમાં તૈયાર થયેલા નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગુજસતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન [ ૧૦૪૭ એટલે એકંદર ગુજરાતી મારફત જૈન તત્વજ્ઞાનની વિશાળ અજમાયશ કરવા ઈચ્છનારને કશી જ પૂર્ણ સગવડ નથી એમ કહી શકાય. વૈદિક સંપ્રદાયના સ્થૂળ રીતે છ અને વિંસ્તારથી જોતાં તેથીયે વધારે દર્શને છે. એમાંન ધણાંખરાં દશને પર તે અપાર અને ગંભીર સાહિત્ય લખાયેલું છે. તે જોતાં માત્ર જેમ કે સાંખ્યદર્શનના થયેલા ગુજરાતી અનુવાદો એ તદ્દન અપૂર્ણ ગણાય. વેદાંતદર્શનના ત્રણ ભાષ્યના અનુવાદ છે, પણ વૈદિક બધાં દેશના મહત્વપૂર્ણ છે તે ગુજરાતીમાં અસ્પૃશ્ય જ રહ્યા છે. નિબંધ સાહિત્યમાં આચાર્ય ધ્રુવના “આપણે ધર્મ” નામક પુસ્તકમાં જે ટૂંકા ટૂંકા લેખો છે તે સિવાય બીજા કોઈએ કશું જ લખ્યું નથી. ઈતિહાસની દિશામાં રા. નર્મદાશંકર મહેતાને પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે, પણ હજી એમાં ઘણું કરવાનું બાકી રહી જાય છે. પાઠ્યપુસ્તકમાં આચાર્ય ધ્રુવની ત્રણ ચોપડીઓ સિવાય કશું જ નથી. એટલે એકંદર રીતે જોતાં ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય જેટલું અને જેવું ઊતરવું જોઈએ તેને સહસ્ત્રાશ પણ આજે નથી. આવી સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય પરિષદ” અગર બીજી તેવી સંસ્થાઓનું શું કર્તવ્ય છે તે કહેવાની જુદી જરૂર નથી, પણ જયારે આજ કેળવણી વધતી જાય છે, તેને વિસ્તાર અને ઊંડાણ વધારવાના રોમેરથી પ્રયત્નો ચાલી રહ્યા છે, કેળવણું પામેલાઓ કાર્યક્ષેત્ર શોધી રહ્યા છે, ત્યારે તેવા ળવાયેલા યુવકે અને અનુભવીઓને હવે પદ્ધતિસરનું ઉપર નિર્દેશ્યા પ્રમાણે સાહિત્ય તૈયાર કરાવવું એ એક જ સૂચન કરવું બાકી રહે છે. આ સિવાય બીજો એક માર્ગ કાંઈક સરળ છે અને છતાં કઠણ પણ છે. દરેક સંપ્રદાયમાં ઓછાવત્તા સંતે, ધર્મગુરુઓ અને વિશિષ્ટ રસ ધરાવનારા અનુયાથી ગૃહસ્થ હોય છે. તેઓને આ ઉપયોગી દિશામાં વાળવામાં આવે તે વધારે કામ છે ખર્ચ થાય, અને એક વાર વાસ્તવિક દિશા મળતાં શક્તિને ઉપગ ઝઘડાની અને કૂપમંડૂકતાની દિશામાંથી થતો અટકે. જૂના જમાનામાં જ્યારે ચીનને જ્ઞાનની ભૂખ જાગી ત્યારે તેણે અનેક કઠોર સહિ૭ ભિક્ષુઓને મેકલી હિન્દુસ્તાનમાંથી સંસ્કૃત અને પ્રાકૃત હજારે પ્રત્યેના અનુવાદો ચીની ભાષામાં કરાવરાવ્યા અને કેટલીક વાર તે એક એક બ્રાહ્મણ વિદ્વાન પાસે સેંકડો સંસ્કૃત ગ્રન્થના ચીની ભાષામાં અનુવાદ કરાવ્યા. મુસલમાન બાદશાહે અને અમીરાએ પણ પિતાના દેશમાં જ્ઞાનસમૃદ્ધિ વધારવા પોતાના અનેક વિદ્વાન પાસે અને અનેક પર જાતિના હિન્દુસ્તાની Page #7 -------------------------------------------------------------------------- ________________ 1048 ] દર્શન અને ચિંતન વિદ્વાન પાસે આર્યસાહિત્યના તરજુમા અરબી, ફારસી અને ઉર્દૂ ભાષામાં કરાવ્યા. તિબેટવાસીઓએ પણ એ જ કર્યું અને છેલ્લે જોઈએ તે જર્મન, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના વિશિષ્ટ વિદ્વાનોએ પિતપોતાના દેશની જ્ઞાનસમૃદ્ધિ વધારવા તેમજ તેના માનસ અને અભ્યાસને ઊંચા ધોરણ ઉપર મૂકવા દુનિયાના બધા ભાગમાંથી બને તેટલું વધારેમાં વધારે સાહિત્ય અનેકરૂપે પિતપોતાની ભાષામાં ઉતાર્યું. સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ભાષાને જ પારંપરિક વાર ભોગવનાર આપણે અંગ્રેજી, ફ્રેન્ચ કે જર્મન ભાષા તરફ જોવું પડે છે. એક વાર બાળક માને ધાવવું છેડે અને તેના ખોળામાં ખેલવાનો નિર્ચાજ આનંદ જતો કરે ત્યારે તેની પરમાતાના હાથે એના ખોળામાં જે વલે સંભવે તે વલે સાહિત્યની બાબતમાં આપણું છે. તેથી જેઓ તત્ત્વજ્ઞાનના વિચારોને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવા ઈચ્છતા હેય, તેને ફેલા ઈચ્છતા હોય તેમની ફરજ છે કે તેમણે એ બધું જ્ઞાન વ્યવસ્થિત રીતે માતૃભાષામાં આવે એવો પ્રયત્ન કરો. દક્ષિણ, બંગાળી અને હિંદી ભાષામાં આ માટે પ્રયત્નો થઈ રહેલા છે, અને કેટલેક અંશે તે તેઓ આપણા કરતાં આગળ વધ્યા છે. ગુજરાતી ભાષાની ક્ષમતા બીજી એકે ભાષા કરતાં ઓછી નથી; ઊલટું, તેની વિચાર કરવાની અને તેને વ્યક્ત કરવાની શક્તિ પ્રમાણમાં વધારે છે. સંસ્કૃત અને પ્રાકૃતને તેને સાથ છે; ફારસી, ઉર્દી, અંગ્રેજી આદિને પણ તેને સહગ છે. એવી સ્થિતિમાં તે ભાષાનું સાહિત્યને તત્વજ્ઞાનના ગુલાબી ફૂલની સૌરભથી સુવાસિત કરી મૂકવું એ એક જ ઋષિઋણ, દેશઋણ કે સમયાણું આપણા ઉપર બાકી રહે છે. એને ન ફેડનાર કે ફેડવામાં મંદ ઉત્સાહ રાખનાર પિતાને સાહિત્યસેવી કહે છે એ સાહિત્યને દ્રોહ જ કરે છે, એમ સત્ય કહેવરાવે છે.* - સ્થાન, મહા 1985. ગક નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા નિબંધ